રાણા ખીરસરા ગામે મકરસંક્રાંતિની રાત્રે બે શખ્સો એ વૃધ્ધા પર હુમલો કરી ૨ તોલા સોનાના વેઢલા ની લુંટ કરી હતી જે મામલે પોલીસે રાજકોટ ના બે શખ્સો ને ઝડપી લઇ તેની પાસે થી અન્ય ચોરી ના પણ ભેદ ઉકેલ્યા છે
રાણાખીરસરા ગામે આંબેડકરવાસમાંરહેતા નાગલબેન માલદેભાઈ પરમાર (ઉવ ૭૫)એ તા. ૧૪ ના રાત્રે આઠેક વાગ્યે તેઓ ઘરે ખાટલા ઉપર પથારી કરતા હતા. તે દરમ્યાનઓચિંતા આવેલા એક શખ્સે તેઓને ખાટલા ઉપર પછાડી દીધા હતા. ત્યારબાદ મોઢે મુંગો દઈને તેમણે બંને કાનમાં પહેરેલા સોનાના વેઢલા બળજબરીથી ખેંચી લીધા હતા. જેથી કાનમાંથી તેમને લોહી નીકળવા લાગ્યા હતા. અંદાજે પોણા બે તોલા વજનના ૯૦ હજાર રૂા. ની કિંમતના વેઢલા લઇને તે શખ્સ ઘર ની બહાર બાઈકપર રહેલા અન્ય એક સાથે નાસી ગયો હતો.
જે મામલે તેઓએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન બાતમીમળી હતી કે લુંટ કરનાર ગૌતમ ઉર્ફે કાનો કેશુભાઇ મકવાણા (ઉ.વ.૨૦રહે.કાલાવાડ રોડ અનમોલ હાઇટ્સ ફલેટ નં.૩૦૧) તથા પ્રકાશ ઉર્ફે પકો શૈલેશભાઇ મકવાણા (ઉ.વ.૨૫રહે.કાલાવાડ રોડ અવધના ઢાર પાસે બીલ્ડીંગ નં.એચ ક્વાટર નં.૦૦૩ રાજકોટ)બન્ને એક્સેસ સકુર પર આવી લુંટ કરી અને ફરી રાજકોટ તરફ નાસી ગયા હતા આથી પોલીસ તુરંત રાજકોટ દોડી ગઈ હતી અને બન્ને ને ઝડપી લઇ યુક્તી પ્રયુક્તિથી પુછપરછ કરતા આરોપીઓ પાસેથી લુંટમાં ગયેલ સોનાનો ૧ વેઢલો મળી આવ્યો હતો. અને વધુ તપાસ તેમજ રીમાન્ડ દરમ્યાન લુંટમાં ગયેલ બીજો વેઢલો રાજકોટ ખાતે વેચાણ કર્યો હોવાનું જણાવતા તે સોનાનો ઢાળીયો પણ કબ્જે કર્યો હતો.
રાજકોટ ની સ્કુટર ચોરી નો પણ ભેદ ઉકેલાયો
બન્ને ની વધુ પુછપરછ કરતા તેઓએચોરી માં ઉપયોગ કરેલ એક્સેસ સ્કુટર પણ રાજકોટ ના યુનિવર્સીટી પોલીસ મથક વિસ્તાર માંથી ચોરી કરી હોવાની કબુલાત આપતા પોલીસે તપાસ કરતા ત્યાં પણ આ અંગે ગુન્હો નોંધાયો હોવાનું સામે આવ્યું હતું. આમ બે ગુન્હા નો ભેદ ઉકેલાયો છે. આરોપી ગૌતમ સામે તો ૨૦૨૩ માં રાજકોટ ના ગાંધીગ્રામ-૨ પોલીસ મથક માં હત્યા નો ગુન્હો ઉપરાંત આ જ પોલીસ મથક માં ચોરી અને મારામારી ના ૨ ગુન્હા નોંધાયા હોવાનું તથા ગોંડલ સીટી પોલીસસ્ટેશન માં પણ મારામારી નો એક ગુન્હો નોંધાયો હોવાનું સામે આવ્યું છે. જયારે પ્રકાશ સામે પણ રાજકોટ શહેર તાલુકા પોલીસમથક માં પ્રોહીબીશન નો ગુન્હો નોંધાયો હોવાનું જાણવા મળે છે. પોલીસે બન્ને શખ્સો ની વધુ પુછપરછ હાથ ધરી છે.