Friday, May 9, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં ચોરી ના ૫ બાઈક સાથે સગીર સહીત બે ની ધરપકડ:પોરબંદર ,જામનગર તથા મધ્ય પ્રદેશમાં થયેલ બાઈક ચોરીના ભેદ ઉકેલાયા

પોરબંદર પોલીસે સગીર સહીત બે શખ્સો ને ઝડપી લઇ તેની પાસે થી સવા લાખ ની કીમત ના ૫ બાઈક કબ્જે કર્યા છે. આ શખ્સો એ પોરબંદર ઉપરાંત જામનગર અને મધ્યપ્રદેશ માંથી પણ બાઈક ચોર્યા ની કબુલાત આપી છે.

પોરબંદર ના કમલાબાગ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્કવોડના પી એસ આઈ કે.એન.ઠાકરીયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન બાતમી મળી હતી કે બીરલા ફેકટરી સોલ્ટના દગા પાછળ બાવળની કાંટમાં કેટલાક શખ્સોએ ચોરી કરેલ બાઈક ની હેરફેર કરી સંતાડેલ છે. જેથી પોલીસે દરોડો પાડતા ત્યાંથી એક સગીર તથા નસરૂ ઠાકુરસીંહ મેહડા (ઉવ.૨૦ રહે. મુળ ઝીરપન્યા ગામ આઉટપોસ્ટ અખાડા તા.કુક્ષી જી,ધાર મધ્યપ્રદેશ)નામના શખ્સો પાંચ બાઈક સાથે મળી આવ્યા હતા.

આથી પોલીસે પોકેટકોપ નામની એપ્લીકેશનની મદદ થી બાઈક ના નંબરો સર્ચ કરી તપાસ હાથ ધરતા માલીકોના નામ અલગ અલગ આવતા હોવાથી આ અંગે બન્ને શખ્સો ની પુછપરછ કરતા તમામ બાઈક પોરબંદર તથા જામનગર માંથી ચોરી કર્યા હોવાની કબુલાત આપી હતી. જેમાં પોરબંદર ના ઓરીએન્ટ ફેક્ટરી બાજુ ના વિસ્તાર માંથી ત્રણ બાઈક ,પોરબંદર ના એરપોર્ટ સામે ની સોસાયટી માંથી એક બાઈક અને એક બાઈક બિરલા ફેક્ટરી પાછળ આવેલ દંગા માંથી તથા એક બાઈક જામનગર બસ ડેપો પાસે થી ચોરી કર્યું હોવાની કબુલાત આપી છે. જેમાં થી એક બાઈક જામનગર રાખ્યું હતું અને બાકી ના ૫ બાઈક પોરબંદર ખાતે રાખ્યા હતા.

પોલીસે સવા લાખ ની કીમત ના ૫ બાઈક કબ્જે કરી વધુ તપાસ હાથ ધરતા નસરૂ ઠાકુરસીંહ મેહડા એ મધ્યપ્રદેશના જોબટ સીટી વિસ્તાર માંથી રાત્રીના સમયે સગીર આરોપી સાથે મળી ત્રણ બાઈક ની ચોરી કરી હોવાની કબુલાત આપી હતી. ઉપરાંત સગીરે નસરુ સાથે મળી અલીરાજપુર થી જોબટ તરફ જતા ઝીરપન્યા ચડતા ઘાટ પર એક ટ્રક માંથી રૂ.૧૫૦૦૦ તથા એક મોબાઇલની લુંટ કરી હોવાની કબુલાત આપી છે. પોલીસે વધુ તપાસ અર્થે રિમાન્ડ ની તજવીજ હાથ ધરી છે.

કમલાબાગ પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સપેકટર એસ.ડી.સાળુંકે તથા સર્વેલન્સ સ્કોડના પો.સ.ઇ. કે.એન.ઠાકરીયા તથા તથા એ.એસ.આઇ આર.પી.જાદવ તથા વી.એસ આગઠ તથા પો.હેડ કોન્સ બી.કે.ગોહીલ તથા પો.કોન્સ વિજયભાઇ,ભીમશીભાઇ,કનકસીંહ,અક્ષયભાઇ,દેવેન્દ્રસીંહ, વિરેન્દ્રસીંહ તથા વુમન પો.કોન્સ અંકિતાબેન, વિગેરે પોલીસ સ્ટાફ આ કામગીરીમાં જોડાયેલ હતા.

પોલીસે કબ્જે કરેલા બાઈક ની વિગત

1) હોન્ડા કંપનીનું Shine SP 125 એન્જીન નંબર-JC73ET2105989 વાળુ પોરબંદર ઓરીયન્ટ ફેકટરી ની બાજુના વિસ્તાર માંથી ચોરી કરેલ હોવાનું જણાવે છે. જેની કિ.રૂા. ૩૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે.

2) ટી.વી.એસ કંપનીનુ Apache 180 એન્જીન નંબર- ૦E6KF2163552 વાળુ જામનગર બસ સ્ટેન્ટ આગળ થી ચોરી કરેલ હોવાનું જણાવે છે. જેની કિ.રૂા. ૩૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે.

3) હીરો કંપનીનુ CBZ Extreme એન્જીન નંબર- KC12EBAGB03047 વાળુ પોરબંદર ઓરીયન્ટ ફેકટરીની બાજુના વિસ્તાર માંથી ચોરી કરેલ હોવાનું જણાવે છે. જેની કિ.રૂ.૧૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે.

4) હીરો કંપનીનુ સ્પેન્ડર પ્લસ રજી નં.GJ10CK-6920 વાળુ પોરબંદર એરપોર્ટ સામે સોસાયટી માંથી ચોરીકરેલ હોવાનું જણાવે છે. જેની કિ.રૂ.૨૦,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે.

5) હીરો કંપનીનુ સ્પેન્ડર રજી નં.GJ25AB-6378 વાળુ પોરબંદર બીરલા ફેકટરી પાછળ તુલશી હાથી રંગા માંથી ચોરી કરેલ હોવાનું જણાવે છે. જેની કિ.રૂા ૩૫,૦૦૦/- ગણી કબ્જે કરેલ છે.

6)બજાજ કંપનીનું Pulsar 220 રજી નં.GJ254-7341 વાળુ પોરબંદર ઓરીયન્ટ ફેકટરી વિસ્તાર માંથી ચોરી જામનગર ખાતે મુકેલાની કબુલાત આપેલ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે