પોરબંદર ના ઓડદર ગામે થી ખાણ ખનીજ વિભાગે બે ગેરકાયદે ખાણો ઝડપી રૂ ૩૦ લાખ નો મુદામાલ કબ્જે કર્યો છે.
પોરબંદર ખાણ ખનીજ વિભાગ ના ભૂસ્તશાસ્ત્રી તથા ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા ઓડદર ખાતે ની ખાણો માં ચેકિંગ હાથ ધર્યું હતું. જેની તપાસ દરમ્યાન જુદી જુદી બે જગ્યા પર બિલ્ડિંગ લાઈમસ્ટોન ખનિજનું બિન અધિકૃત ખનન થતું હોવાનું સામે આવ્યું હતું. બન્ને સ્થળો એ થી ખાણખનીજ વિભાગે ૧૬ પથ્થર કટિંગ મશીન અને ૩ પડદી કટિંગ મશીન મળી કુલ રૂ ૩૦ લાખ નો મુદામાલ કબજે કરી નવી બંદર પોલીસ મથક ખાતે સોપવામાં આવ્યો હતો. અને સ્થળ પર સર્વે ની કામગીરી હાથ ધરી છે. સર્વે બાદ ખનીજચોરી નો સાચો આંકડો સામે આવશે.