પોરબંદરના ખાદીભવન સામે સુરેન્દ્રનગર જિલ્લાના કેટલાક પરિવારોના વણાટકામના પૈસા ન અપાયા હોવાના આક્ષેપ આ પરિવારોએ ધરણા પ્રદર્શન કર્યું છે. જો કે ખાદી ભવન ના ટ્રસ્ટી એ તમામ રકમ ચેક થી ચૂકવાઈ ગઈ હોવાનું જણાવ્યું છે.
સુરેન્દ્રનગર જીલ્લા ના વઢવાણ તાલુકાના ગામડામાં વણાટ કામ કરતા વણકર પરિવારો ખાદી ભવન ની બહાર બે દિવસીય ધરણા નો પ્રારંભ કર્યો છે. પરિવારો એ એવું જણાવ્યું હતું કે ખાદી અને ગ્રામોદ્યોગ ભવન માં તેઓએ વણાટ કરેલ ખાદી ની વણકરી અથવા મજુરી તથા ખાદી અનામત ૧૦ ટકા આર્ટીજન પીએફ ૧૨ ટકા અને અને બોનસની રકમ ૮ ટકા જે ૨૦૧૩-૧૪ થી ૨૦૨૧-૨૨ સુધી ની કુલ બાકી રકમ ૩૯,૭૯,૬૯૦ રૂ છે જે ચૂકવવામાં આવ્યા નથી. આથી બે દિવસીય પ્રતીક ઉપવાસ આંદોલન અને ઘરણા પ્રદર્શન કર્યું હતું.
તેમના દ્વારા આજે તા ૫ ના રોજ ધરણા પૂર્ણ કર્યા બાદ કલેક્ટર અને એસપી ને આવેદન પણ પાઠવવામાં આવશે તેવું જણાવ્યું છે. જો કે આ અંગે ખાદી ભવન ના ટ્રસ્ટી અનિલભાઈ કારિયા એ એવું જણાવ્યું છે કે 2016 -17 નો મામલો છે. તે સમયે પ્રમુખ મુકેશભાઈ દત્તા હતા અને જે રકમ બાકી હતી. તે ચાલુ વર્ષ માં જ અમદાવાદ ના તેના અગ્રણી ની મધ્યસ્થી થી ચૂકવી દેવામાં આવી છે. અને તમામ રકમ ચેક થી જ ચૂકવાઈ હતી. અને તેનું લખાણ પણ છે. ખાદી ભવન ને તેઓની કોઈ રકમ ચુકવવાની બાકી રહેતી નથી.
