પોરબંદર નજીક ઓડદર ગામે આવેલ નગરપાલિકા સંચાલીત ગૌશાળામાં દીપડાએ બે પશુઓનું મારણ કરતા જીવદયાપ્રેમીઓ માં ભારે અરેરાટી જોવા મળે છે.વન વિભાગ ગંભીરતા દાખવી આ વિસ્તારમાં પાંજરૂ મૂકી દીપડા ને વહેલીતકે ઝડપી લેવામાં આવે તેવી માંગ ઉઠી છે
પોરબંદર નજીક ના ઓડદર આસપાસ ના વિસ્તાર માં દીપડાનો ત્રાસ છેલ્લા ઘણાં સમયથી જોવા મળે છે. અહીં સ્થાનિક ખેડૂતો એ એવું પણ જણાવ્યું છે કે આ વિસ્તારમાં ઝાડી-જાંખરા હોવાથી બે થી ત્રણ જેટલા દીપડાઓ વસવાટ કરે છે. અને મારણની શોધમાં વસાહતમાં ચડી આવે છે. નગરપાલિકા સંચાલીત ઓડદર ખાતે આવેલી ગૌશાળામાં પણ દીપડાએ અહીં રહેલા બે પશુઓનું મારણ કર્યું હતું. જેના પગલે જીવદયાપ્રેમીઓ માં અરેરાટી જોવા મળે છે. શહેર માંથી પકડી ને ગૌશાળા માં રાખવા આવેલા પશુઓ નું રક્ષણ કરવામાં પાલિકા તંત્ર નિષ્ફળ ગયું હોવાનું જણાવી આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે. બીજી તરફ વન વિભાગે પણ અહી પાંજરું મૂકી દીપડા ને ઝડપી લેવા પગલા લેવા જોઈએ તેવી માંગ પણ ઉઠી છે.