રાણાવાવ ગામે પોલીસે વિદેશી દારૂના ૩૩૬ પાઉચ ભરેલા ટ્રક સાથે ચાલક ની ધરપકડ કરી દારૂ મંગાવનાર ટ્રક માલિક સામે પણ ગુન્હો નોંધ્યો છે.
રાણાવાવ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે સ્ટેશનપ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂ ભરીને ટ્રક પસાર થવાનો છે તેથી પોલીસે તાત્કાલિક સ્ટેશન રોડપર આવળ માતાજીના મંદિર સામે વોચ ગોઠવી હતી જેમાં રાણાવાવ તરફ થી આવતા ટ્રકને અટકાવીને તલાશી લેતા કેબીનમાં સીટની નીચે ખાનામાંથી પુઠ્ઠાના સાત બોકસ મળી આવ્યા હતા. જે બોકસ ખોલતા ફ્રૂટી ટાઇપના વિદેશી દારૂના ૩૩૬ પાઉચ મળી આવતા ટ્રક ચાલક ની પૂછપરછ કરતા પોતે બોખીરાના રીલાયન્સપેટ્રોલ પંપ પાછળ રામપાર્ક સોસાયટીમાં રહેતો નિલેષ જેઠા સોલંકી હોવાનુ જણાવ્યુ હતુ. અને આ દારૂ પોરબંદરના છાયા ખડા વિસ્તારમાં આવેલ જનતા સોસાયટીમાં રહેતા ટ્રકમાલિક રામ ઉર્ફે ભદો અરભમ ઓડેદરાએ મંગાવ્યો હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે ૨૧,૮૪૦ રૂ ની કીમત નો દારૂ,૪ લાખ ની કીમત નો ટ્રક અને મોબાઈલ મળી કુલ ૪,૨૪,૮૪૦ નો મુદામાલ કબજે કરી ટ્રક માલિક સામે પણ ગુન્હો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે.