પોરબંદર માં કેળવણી અને સામાજિક વિકાસના ક્ષેત્રે મહેર સમાજના જયોતિર્ધર ની ૧૪૦ મી જન્મજયંતી નિમિતે ત્રિવિધ કાર્યક્રમ યોજાયા હતા.
કેળવણી અને સામાજિક વિકાસના ક્ષેત્રે મહેર સમાજના જયોતિર્ધર તેમજ મહેર સમાજમાં પૂજ્ય માલદેવબાપુના નામથી ખ્યાત એવા શ્રી માલદેવ રાણા કેશવાલાની ૧૪૦મી જન્મજયંતી નિમિત્તે શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રિમ કાઉન્સીલ, શ્રી માલદેવ રાણા કેશવાલા મહેર સમાજ-ઝુંડાળા તથા શ્રી માલદેવ રાણા મહેર એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ- પોરબંદર દ્વારા શ્રી મહેર વિદ્યાર્થીભવન પોરબંદર ખાતે ત્રિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું. આ ત્રિવિધ કાર્યક્રમોમાં વીરનગરથી નિષ્ણાંત ડોકટરની ટીમ દ્વારા નિશુલ્ક નેત્રયજ્ઞ કેમ્પ, વૃક્ષારોપણ કાર્યક્રમ તેમજ વિશ્વ શાંતિ તિરંગા યાત્રાના પ્રસ્થાનનું આયોજન કરવામાં આવેલ હતું.
કાર્યક્રમના પ્રારંભે પૂજ્ય લીરબાઇ આઇ તથા પૂજ્ય સંત શિરોમણી માલદેવબાપુની સૂક્ષ્મ હાજરીમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયા સહિતના જ્ઞાતિ આગેવાનો તથા મા લીરબાઇ આઇના જીવન ચરિત્રથી પ્રેરાઇ વિશ્વ શાંતિ યાત્રામાં જતા નિલેશભાઈ પરમાર દ્વારા દીપ પ્રગટાવી કાર્યક્રમ ખૂલ્લો મુકવામાં આવેલ તેમજ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છ વડે સ્વાગત કરવામાં આવ્યુ હતું.
શ્રી મહેર વિદ્યાર્થીભવન પોરબંદર ખાતે જ્ઞાતિ આગેવાનો, વડીલો તેમજ કાર્યકર્તા દ્વારા ૪૦ જેટલા વૃક્ષોનું રોપણ કરી પ્રકૃતિ પ્રત્યેની કૃતજ્ઞતા વ્યકત કરવામાં આવી હતી. માં લીરબાઈ આઈના જીવનચરિત્રથી પ્રેરાઈ પોરબંદર તાલુકાના મોચા ગામના યુવાન નિલેશભાઈ રાજાભાઈ પરમાર માં લીરબાઈ આઈની પ્રતિમા (મૂર્તિ) સાથે વિશ્વ શાંતિ તિરંગા યાત્રા અંતર્ગત પોરબંદરથી યુ.કે. સુધી ૨૫,૦૦૦ કિલોમીટરનું અંતર કાપી કુલ ૪૦ જેટલા દેશોમાંથી પસાર થઇ છેક યુ.કે. સુધી યાત્રા કરશે. જેનું પ્રસ્થાન જ્ઞાતિના આગેવાનો, વડીલોની હાજરી અને શુભેચ્છા સાથે કરવામાં આવેલ હતું.
આ ઉપરાંત વીરનગરના નિષ્ણાત ડોકટરોની ટીમ દ્વારા નિ:શુલ્ક નેત્રયજ્ઞ કેમ્પનું આ કાર્યક્રમની સાથે જ આયોજન કરવામાં આવેલ હતું. જેમાં ૮૦થી પણ વધુ સર્વ જ્ઞાતિના દર્દીઓએ સારવારનો લાભ લીધો હતો. તેમજ ૧૨ જેટલા દર્દીઓને નિઃશુલ્ક ઓપરેશન માટે વીરનગર હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવેલ હતા. ઉપરોકત ત્રિવિધ કાર્યક્રમ માટે ભરતભાઈ માલદેવજીભાઈ ઓડેદરા, બાબુભાઈ બોખીરીયા તેમજ વિમલજીભાઈ ઓડેદરા દ્વારા શુભકામના પાઠવવામાં આવી હતી.
આ ત્રિવિધ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, સંસ્થાના સ્થાપક પ્રમુખ ડો. વિરમભાઇ ગોઢાણીયા, ભાજપ જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ), તાલુકા પંચાયતના પ્રમુખ લીરીબેન ખુંટી, વિશ્વ શાંતિ તિરંગા યાત્રા માટે જનાર નિલેશભાઈ પરમાર તેમના પરિવારજનો, સંસ્થાના મહામંત્રી બચુભાઈ આંત્રોલિયા, સંસ્થાના ઉપપમુખ લાખાભાઈ કેશવાલા, નવઘણભાઇ મોઢવાડીયા, કારાભાઈ કેશવાલા, અરજનભાઈ ખીસ્તરીયા, રામભાઈ ઓડેદરા, અરશીભાઈ ખુંટી, કોષાધ્યક્ષ આલાભાઈ ઓડેદરા, શ્રી માલદેવ રાણા મહેર સમાજ ઝુંડાળાના ઉપપ્રમુખ સામતભાઇ ઓડેદરા, પોરબંદર કોંગ્રેસમાંથી રાજુભાઈ ઓડેદરા, મહેર શક્તિ સેનાના પ્રમુખ કરશનભાઈ ઓડેદરા,
ઉપપ્રમુખ પરબતભાઈ કડેગીયા, સમાધાન સમિતિના અધ્યક્ષ પ્રિ. નવઘણભાઈ મોઢવાડીયા, મહેર મહિલા વિકાસ મંડળના પ્રમુખ રમાબેન ભુતીયા, ઉપપ્રમુખ મંજુબેન કારાવદરા તેમજ દેવીબેન ભૂતિયા, હીરાબેન રાણાવાયા, રેખાબેન આગઠ, પુતીબેન મોઢવાડીયા, સંસ્થાના ટ્રસ્ટીઓ અરજનભાઈ બાપોદરા, દેવાભાઈ ભુતીયા, ખીમાભાઈ રાણાવાયા, વિરમભાઈ ઓડેદરા, બરડા વિકાસ સમિતિના ઉપપ્રમુખ લાખણશીભાઈ ગોરાણીયા, ઘેડ વિકાસ સામાજિક સમિતિમાંથી સક્રિય સભ્ય ડો. ભરતભાઈ ચૌહાણ, પોરબંદર ગ્રીન કાર્યક્રમના ધર્મેશભાઈ પરમાર, સંસ્થાના કાર્યકર્તા મશરીજીભાઈ ઓડેદરા, બાબુભાઈ કારાવદરા, ખીમાભાઇ બાપોદરા, પરબતભાઈ કેશવાલા, અરજનભાઈ ખુંટી, હમીરભાઈ ખીસ્તરીયા, ભનુભાઈ ઓડેદરા, પૃથ્વીપાલભાઈ વિસાણા, પોપટભાઈ કારાવદરા સહિતના જ્ઞાતિજનો તેમજ મહેર વિદ્યાર્થીભવનના વિદ્યાર્થીઓ તથા સ્ટાફગણ તેમજ શ્રી ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સીલ સંસ્થાના કર્મચારીગણ હાજર રહ્યા હતા.