Sunday, August 10, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જન્માષ્ટમી લોકમેળા દરમિયાન ટ્રાફિક નિયંત્રણ:પ્રતિબંધિત માર્ગ, વનવે અને પાર્કિંગ વ્યવસ્થા અંગે જાહેરનામું બહાર પડયું

પોરબંદર જન્માષ્ટમી લોકમેળા દરમિયાન ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ માર્ગ વ્યવસ્થા કરાઈ છે જે અંગે જીલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

પોરબંદર ચોપાટી ગ્રાઉન્ડ ખાતે જન્માષ્ટમી લોકમેળાનું આયોજન આગામી તા. 15-8 થી તા. 19-8 પાંચ દિવસ સુધી કરાયું છે છે. જે અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ સુવ્યવસ્થિત રીતે ટ્રાફીક નિયમન થાય અને કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે નિયત કરેલ રસ્તાઓમાં અવર-જવર, પ્રતિબંધ લાદતું, એકમાર્ગીય રસ્તાઓ જાહેર કરવા તેમજ મેળા માટે આવતા વાહનો માટે પાર્કીગની જગ્યા જાહેર કરવા અંગે જિલ્લા મેજીસ્ટ્રેટ એસ. ડી. ધાનાણી દ્વારા જાહેરનામું જાહેર કરવામાં આવ્યુ છે.

જાહેરનામાં અનુસાર આગામી આ પાંચ દિવસ બપોરના 12 કલાક થી રાત્રીના 1 કલાક સુધી જુના ફુવારાથી રીલાયન્સ ફુવારા સુધી અને નવા ફુવારાથી એસ. ટી. સર્કલ સુધી રીક્ષા (થ્રી વ્હીલર તમામ), ફોર વ્હીલર (ફોર વ્હીલર, બસ, ટ્રક સહિત અન્ય મોટા વાહનોને પ્રવેશબંધ ફરમાવવામાં આવ્યો છે.દદુના જીમથી રીલાયન્સ ફુવારા સુધી, એસ.ટી. સર્કલથી ઓશીયોનિક હોટલથી કનકાઈ મંદિર સુધી, ચોપાટી મેળા મેદાનમાં પ્રવેશવાના તમામ ગેઈટથી અંદર લઈ જવા કે બહાર માટે તમામ પ્રકારના વાહનો પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. આ મેળાના આયોજનમાં સંકળાયેલા અને કાર પાસ વાળા વાહનો તથા સરકારી, અર્ધસરકારી વાહનોને તેમજ બીમાર, અશક્ત, અપંગ, માણસોને લઈ જતા વાહનોને મુક્તિ આપવા અને કર્લીના પુલ તરફથી આવતી એસ.ટી. બસો તથા જયુબેલીના પુલ તરફથી આવતી તમામ બસો રાણીબાગ હેડ પોસ્ટ ઓફીસ થઈ બસ ડેપોએ આવવાનું રહેશે.

જ્યુબેલી પુલ ચાર રસ્તાથી પોરબંદર સીટી તરફઅંદર આવતા જ્યુબેલી પુલ તરફ આવવાનો રસ્તો, જ્યુબેલી ચાર રસ્તાથી આવેલ સતીમાના મંદિર પાસે આવેલ બંદર તરફ જતો રસ્તો અને માર્કેટ યાર્ડ પાસે આવેલ કડીયા પ્લોટ તરફ જતા ખોડીયાર મંદિરવાળો રસ્તો ટુ-વ્હીલર તેમજ થ્રી વ્હીલર વાહન સિવાયના તમામ વાહનો (ફોર વ્હીલર, બસ, ટ્રક, સહિત અન્ય મોટા વાહનો)નો પ્રવેશ બંધ કરવામાં આવ્યો છે. તમામ મોટા વાહનો રોકડીયા હનુમાન તરફ જતા રસ્તાથી નરસંગ ટેકરી થઈ પોરબંદર સીટીમાં પ્રવેશ કરી શકશે જેમાં ઈમરજન્સી વાહનો માટે છુટ આપવામાં આવી છે.
કમલાબાગથી જુના ફુવારા સુધી ફકત પ્રવેશ આપવા અને સ્ટેશન ચોકીથી રામગેસ્ટ હાઉસ સુધી ફકત પ્રવેશ આપવા રીક્ષા (થ્રી વ્હીલર તમામ), લાઈટ મોટર વ્હીકલ (ફોર વ્હીકલ વાહનો) માટે વનવે જાહેર કરવામાં આવ્યો છે.

જ્યુબેલી પુલ તરફથી આવતા ટુ વ્હીલર તથા થ્રી વ્હીલર માટેનું પાર્કીંગ પુર્ણીમાં લોજ પાસેથી જુની કોર્ટ કમ્પાઉન્ડ દક્ષીણ તરફના ગેઈટથી પ્રવેશ કરી અને કોર્ટ કમ્પાઉન્ડમાં પાર્ક કરશે અને ત્યાથી વાહન ઉતર તરફના ગેઈટથી બહાર કાઢી રામઝરૂખા વાળા રસ્તે થઈ હરીશ ટોકીઝ પાસેથી બહાર જશે તથા સ્મશાન પાસે આવેલ ઈન્દ્રશ્વર મહાદેવ મંદિર પાસે આવેલ પાર્કીંગમાં પાર્ક કરશે.
માધવપુર તરફથી આવતા વાહનો થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર માટેનું પાર્કીગ વીર ભનુની ખાંભીથી જુરીબાગ કૈલાશ ગેરેજ થઈ કનકાઈ મંદિરે ખાતે પાર્ક કરશે. હેવી વ્હીકલ ટ્રક જેવા વાહનો વિરલા કામદાર કલ્યાણ કેન્દ્રની પાછળ પાર્ક કરશે.કર્લીની પુલ તરફથી આવતા વાહનો થ્રી વ્હીલર તથા ફોર વ્હીલર માટેનું પાર્કીગ ગોઢાણીયા સ્કુલ ગ્રાઉન્ડમાં વાહનો પાર્ક કરશે. હેવી વ્હીકલ ટ્રક જેવા વાહનો બિરલા કામદાર કલ્યાણ કેન્દ્રની પાછળ પાર્ક કરશે.

તમામ ટુ વ્હીલર વાહનોનું પાર્કીગ પોલીસ હેડ કવાટરની સામે આવેલ પાર્કીગ, નવા કવાર્ટરથી ચોપાટી મેળા ગ્રાઉન્ડ તરફ જતા રોડની સાઈડમાં આવેલ પાર્કીગ વ્યવસ્થા અને જિલ્લા ટ્રાફીક ઓફીસથી ભાવસિંહજી હોસ્પીટલ તરફ જતા રોડની સાઈડમાં પાર્કીગ વ્યવસ્થા કરવામાં આવી છે.જન્માષ્ટમીના દિવસે 16 ઓગષ્ટ ના 10 કલાકથી 16 કલાક સુધી દરીયાકાંઠે ગોવિંદ ટી.ટી.ના ઘરથી બંદર રોડ પોલીસ ચોકી સુધીનો રસ્તો (ગોવિંદ ટી.ટી.ના ઘરથી પ્રવેશબંધ) ટુ વ્હીલર તમામ, થ્રી વ્હીલર તમામ અને લાઈટ મોટર વ્હીકલ માટે એકમાર્ગીય રસ્તો જાહેર કરવામાં આવ્યો છે.

આ મેળાના આયોજનમાં સંકળાયેલા ફરજ પરના અને કાર પાસ વાલા વાહનો, સરકારી, અર્ધ સરકારી, બિમાર, અશક્ત, દિવ્યાંગ માણસોને લઈ જતા વાહનોને આ જાહેરનામાનો પ્રતિબંધ લાગુ પડશે નહી. એસ.ટી.ની બસો જે કર્લીના પુલ તરફથી આવતી તથા જ્યુબેલીના પુલ તરફથી આવતી તમામ બસો રાણીબાગ હેડપોસ્ટ ઓફીસ થઈ એસ.ટી. ડેપોએ આવશે તેવું જણાવાયું છે

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે