Friday, June 6, 2025

|| तुम रक्षक काहू को डरना ||

આજે ૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસ:પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા સંકલ્પ લેવો જરૂરી:એક નાનકડો બદલાવ પણ પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા કરશે મોટું કામ

પોરબંદર તા.૫ 
દર વર્ષે વિશ્વ પર્યાવરણ દિવસ (WED) તા.૫ જૂનના રોજ પર્યાવરણના રક્ષણ માટે જાગૃતિ અને પગલાંને પ્રોત્સાહિત કરવા માટે ઉજવવામાં આવે છે તે દરિયાઇ પ્રદૂષણ, માનવ અતિશય વસ્તી, ગ્લોબલ વોર્મિંગ, ટકાઉ વપરાશ અને વન્યજીવ અપરાધ જેવા પર્યાવરણીય મુદ્દાઓ પર જાગૃતિ અને ઉકેલ લાવવા માટેનું પ્લેટફોર્મ છે.

આ વર્ષે “વિશ્વ પર્યાવરણ દિવસ” ઉજવણીની થીમ વિશ્વ સહિત દેશભરમાં “Putting an End to Plastic Pollution” (પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવવો) ના સુત્ર સાથે વિશ્વ પર્યાવરણ દિવસ ઉજવણી કરવામાં આવી રહી છે. આ થીમનો ઉદ્દેશય છે કે, પ્લાસ્ટિકના ઉપયોગને ઘટાડવું. પ્લાસ્ટિકનો પુનઃઉપયોગ અને રિસાયક્લિંગને પ્રોત્સાહન આપવું. ટકાઉ વિકલ્પો અપનાવવા અને પ્લાસ્ટિકના ઉત્પાદન અને વપરાશમાં ફેરફાર લાવવો.

પોરબંદર જિલ્લામાં વિશાળ દરિયા કિનારો આવેલો જેથી દરિયામાં પણ પ્લાસ્ટિક પ્રદુષણ ન થાય તે માટે માછીમાર ભાઈઓ સહિતનાં લોકો માટે પ્લાસ્ટિક પ્રદુષણ અટકાવવાના વર્કશોપ,ચોપાટી સાફ સફાઈ સહિતના કાર્યક્રમ કરીને જનજાગૃતિ લાવવા માટેના અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.આજે દિવસેને દિવસે પ્લાસ્ટિક પ્રદૂષણ વધતું જઈ રહ્યું છે પણ આ પ્લાસ્ટિક પ્રદુષણને રોકવા માટે રોજિદા વ્યવહારમાં નાના ફેરફારો પ્લાસ્ટિક પ્રદૂષણને રોકવા માટે મોટું કામ કરશે અને અસરકારક સાબિત થશે.

પ્લાસ્ટિકના વાસણો અને અન્ય વસ્તુઓના બદલે સ્ટીલ,કાગળ,થર્મોકોલ અથવા અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીએ

પાર્ટીઓ સહિતનાં વિવિધ કાર્યક્રમોની દરમિયાન,પ્લાસ્ટિકના વાસણો અને અન્ય વસ્તુઓનો ઉપયોગ કરવાને બદલે, આપણે સ્ટીલ, કાગળ, થર્મોકોલ અથવા અન્ય વસ્તુઓનો ઉપયોગ કરી શકીએ જેથી પ્લાસ્ટિકનો કચરો ઘટાડવા અને પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવી શકીએ તેમજ ખોરાકના સંગ્રહ માટે સ્ટેનલેસ સ્ટીલ અથવા કાચના વાસણોનો ઉપયોગ કરવા અને કદી તૂટે નહીં તેવા વિકલ્પ માટે સીલીકોનથી બનેલા મજબૂત સાધનોનો ઉપયોગ કરો કારણ કે, તે ટકાઉ છે અને તેનો સરળતાથી પુનઃ ઉપયોગ કરી શકાય છે.

દૂધની થેલી સહિતનાં પ્લાસ્ટિકના પેકેટને યોગ્ય રીતે કાપીને યોગ્ય રીતે નાશ કરો
પ્લાસ્ટિક ક્યારેય સંપૂર્ણ પણે નાશ પામતું નથી, પણ તેનાથી તદ્દન વિરુદ્ધ પરિસ્થિતિ સર્જાય છે.પ્લાસ્ટિક નાનાં- નાનાં ટુકડા થઇ વર્ષોના વર્ષો જે તે સ્થાન પર પડ્યું રહે છે જેથી દૂધ સહિતની પ્લાસ્ટિકની થેલી, ફૂટ પેકેટને યોગ્ય રીતે કાપવામાં આવે અને નાના પ્લાસ્ટિકના ટુકડાઓથી ન થાય તે રીતે યોગ્ય રીતે નાશ કરવામાં આવે જેથી પ્લાસ્ટિક પ્રદુષણ ઘટાડી શકાય છે.

કરિયાણા શાકભાજી સહિતની ખરીદી માટે પુનઃ વાપરી શકાય એવી બેગનો ઉપયોગ કરો

કરિયાણા શાકભાજી સહિતની વસ્તુઓની ખરીદી માટે
જેને વારંવાર ઉપયોગમાં લઇ શકાય તેવી બેગનો ઉપયોગ કરવાથી આપણે પ્લાસ્ટિકના જથ્થાની રોજબરોજની ખપતમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે.
ફૂડને પેક કરવા માટેની સામગ્રીનો ઉપયોગ ઘટાડો
આપણે બધા સુપરમાર્કેટમાં વિવિધ સહિતના સ્થાનેથી પેક કરેલા ફૂડ ખરીદી કરીને પ્લાસ્ટિકની માત્રામાં ઘટાડો કરવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. અને ખર્ચની બાબતે પણ જોવા જઈએ તો છૂટક ફળો અને શાકભાજી પેક કરેલ ફાળો અને શાકભાજીથી ઘણાં સસ્તાં પણ પડે છે.
પ્લાસ્ટિકના ડબ્બાની અવેજીમાં કાચ અથવા સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરો
પ્લાસ્ટિકના ડબ્બામાં નોકરીયાત સહિતનાં લોકો જેઓ ઓફિસમાં,પાર્સલ કરીને અન્ય જગ્યાએ બપોરનું ભોજનમાં કરવા માટે ઉપયોગ કર છે તેની અવેજીમાં કાચ અથવા સ્ટીલના ડબ્બાનો ઉપયોગ કરવાથી જે ફક્ત વાતવરણ ને જ નહીં પણ તમારાં સ્વાસ્થ્યને પણ લાભદાયક નીવડી શકે છે, કારણ કે, કેટલાક પ્લાસ્ટિકના ડબ્બા ખતરનાક રસાયણિક સૈંયોજનો તમારાં ખોરાકમાં ભેળવી શકે છે.

માઈક્રોબીડ્સ ધરાવતાં ઉત્પાદનોનો વપરાશ ટાળો
પ્લાસ્ટિક માઈક્રોબીડ્સનો ઉપયોગ ચેહેરા માટેના સ્ક્રબ, દંતમંજન, બૉડીવૉશ જેવાં ઉત્પાદનોમાં મોટા પાયે કરવામાં આવે છે.જે પ્લાસ્ટિક માઈક્રોબીડ્સ અત્યંત સુક્ષ્મ હોવાને લીધે, જળચર પ્રાણીઓ તેને સરળતાથી આરોગી લે છે, અને તે આપણી ગટર વ્યવસ્થાઓ દ્વારા આપણા મહાસાગરોમાં ઠલવાય છે. અને પ્રદુષણ થાય છે. જેથી માઈક્રોબીડ્સ ધરાવતાં ઉત્પાદનોનો વપરાશ ટાળવો જોઈએ

ઉલ્લેખનીય છે કે,એક જ વાર ઉપયોગ કરી શકાય તેવા પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો, પ્લાસ્ટિક સ્ટ્રો.પ્લાસ્ટિક થેલીઓ, રેઝર્સ ડાઇપર્સ, પ્લાસ્ટિક પેનો જેવી બીજી અનેક એક જ વાર ઉપયોગી ચીજ વસ્તુઓ ટાળો અને ખરીદી કરતી વખતે જે તે પદાર્થ અને તેના પેકિંગની સરેરાશનો પ્લાસ્ટિક વપરાય છે તેમાં નાનાં- નાનાં પેકેટ ખરીદવાને બદલે એક જ મોટું પેકેટ ખરીદી કરીને પ્લાસ્ટિક વ્યયને અટકાવવી શકાય છે. આમ રોજિદા જીવનમાં વપરાશની પ્લાસ્ટિકના બ્રશ,ચમચી ,પ્લાસ્ટિકમાં ખાધ પદાર્થોને સંગ્રહ ટાળો, ખોખા કે પુઠાને પસંદ કરો કારણ કે, તે સરળતાથી રિસાઇકલ થાય છે અને સ્વાભાવિક રીતે જૈવિક વિઘટન (બાયોડિગ્રેડ) પ્રક્રિયા થાય છે. અને બાળકો માટે લાકડાના અથવા પૂઠાંના રમકડાની રમતો ખરીદવી વધુ હિતાવહ છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે