Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર પાલિકા ખાતે આજે વિવિધ કમિટીઓ ના હોદેદારો ની વરણી તથા દસ મહત્વ ના ઠરાવ પસાર થશે:જાણો સમગ્ર વિગત

પોરબંદર પાલિકા કચેરી ખાતે આજે ગુરુવારે જનરલ બોર્ડ ની બેઠક યોજાશે જેમાં વિવિધ કમિટી ના ચેરમેન ની વરણી ઉપરાંત દસ વિકાસકાર્યો ને મંજુરી અપાશે.

પોરબંદર નગરપાલિકાના નવા બનેલા મહિલા પ્રમુખના અધ્યક્ષ સ્થાને આગામી ગુરૂવારે જનરલ બોર્ડની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવશે જેમાં અઢી વર્ષ માટે અલગ-અલગ એક ડઝન જેટલી કમીટીની રચના પણ થશે અને પક્ષી અભ્યારણ્ય નજીક ખુલ્લા પ્લોટમાં ટાઉનહોલના નિયત કરેલા કામમાં સરકાર ગ્રાન્ટ ફાળવતી નહીં હોવાથી પાલિકાના સ્વભંડોળથી અન્ય યોજનામાં સમાવેશ થશે.

પોરબંદર-છાયા નગરપાલિકાના નવનિયુકત પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીના અધ્યક્ષસ્થાને આજે ગુરૂવાર તા. ૨૬-૧૦ના બપોરે ૧૨ વાગ્યે નગરપાલિકા કચેરીના સભાખંડમાં સામાન્યસભા યોજાશે જેમાં દસ જેટલા મહત્વના ઠરાવ રજૂ થશે અને અઢી વર્ષ માટે અલગ-અલગ એક ડઝન જેટલી કમીટીની રચના પણ કરવામાં આવશે.

એમ્બ્યુલન્સનો દર ઘટાડવા લેવાશે નિર્ણય

નગરપાલિકાની આવેલ અદ્યતન એમ્બ્યુલન્સના દરો જે તે સમયે ખૂબજ ઉંચા નિયત થયેલ હોય જેથી ગરીબ દર્દીઓને રાજકોટ, જામનગર, અમદાવાદ વગેરે જવાનું થાય ત્યારે સેવાનો લાભ લઈ શકતા ન હોય, જેથી તેના દરો ઘટાડવા રજૂઆત કરેલ છે. જે બાબતે જિલ્લા આયોજન કચેરી દ્વારા આરોગ્ય શાખા માટે એમ્બ્યુલન્સ મેળવવા માટેના ભાવો મેળવી નિયત કરેલા છે. જે મેળવીને આ સાથે રજૂ કરેલા હોય, જે ધ્યાને લઇ આ બાબતે નિર્ણય લેવાશે.

ફાયરબ્રિગેડ માટે સાધનોની ખરીદી

સ્ટેશન ફાયર ઓફિસરના રિપોર્ટની વિગતે નગરપાલિકાની મુખ્ય કચેરી તથા ફાયર બ્રિગેડ વિભાગ માટે એ.બી.સી. ટાઇપ એક્ષ્ટિસગ્યુશર નંગ-૧૨ તથા સી.ઓ.ટુ. ટાઇપ એસ્ટિસગ્યુશર નંગ-૮ ખરીદવા અંગે રૂા.૭૨,૯૨૪નો ખર્ચ પ્રમુખે તા.૨૫-૮-૨૩થી જ.ક.ની અપેક્ષાએ મંજૂર કરેલ છે, જેને બહાલ રાખવા અને તે અંગેનો ખર્ચ મંજૂર કરવા બાબતે નિર્ણય લેવાશે.

૬૫ કરોડના ખર્ચે ભુગર્ભ ગટરના કામો

વોટર વર્કસ સુપ્રી.ના રીપોર્ટની વિગતે પોરબંદર-છાયા નગરપાલિકાના નવા ડેવલપ થયેલા વિસ્તાર જેવાકે બોખીરા, છાયા, ધરમપુર (રાજીવનગર, શ્રીજીનગર, વિસ્તાર સિવાય) બાકી રહેલા વિસ્તારોમાં ભુગર્ભ ગટરના પમ્પીંગ સ્ટેશન, એસ.ટી.પી., મેનહોલ, હાઉસ ચેમ્બર તથા પાઇપલાઇન નાખવા માટેનો સર્વે કરવા માટે કન્સલ્ટન્ટ સવજાણી એન્ડ કું.ને વર્ક ઓર્ડર આપવામાં આવેલ. જેના રજૂ થયેલ ડીટેઇલ સર્વે મુજબ અંદાજિત ખર્ચ રૂા. ૬૫ કરોડ જેવો થવા જાય છે, જે બાબતે નિર્ણય લેવાશે.

મીઠાઇની ટ્રેમાં એકસપાયરી ડેટના દંડમાં ફેરફાર

ફૂડ ઇન્સપેકટરના રિપોર્ટની વિગતે પોરબંદર સ્વીટ,ફરસાણ મરચન્ટ એસોશીએશનના પ્રમુખની લેખિત અરજી તથા અન્યએસોસીએશનના આગેવાનોની પ્રમુખને કરેલ મૌખિક રજૂઆતો અન્વયે હાલમાં મીઠાઇની ટ્રેમાં એકસ્પાઇયરી ડેટ નાંખીને વેચાણમાં મુકવા માટે સરકારે નિયમ બનાવેલ છે. જે બાબતે નિયમમાં ફેરફાર કરીને રાહત આપવા માંગણી કરેલ હોય તેમજ નગરપાલિકા દ્વારા હાલ વસુલ કરતાં દંડ તથા વહિવટી ચાર્જની રકમ જુદા-જુદા ધંધાર્થીઓ પાસેથી વસુલ કરવામાં આવતો હોય જેના દર ખૂબજ વધુ હોય જેમાં ફેરફાર કરી રાહત કરી આપવા માંગણી કરેલ હોય જે તમામ બાબતો વંચાણેલઇ નિર્ણય થશે.

શહેરી સડક યોજનાની સો લાખની ગ્રાન્ટની ફાળવણીનો ખર્ચ મંજૂર મ્યુ. એન્જીનીયરના રિપોર્ટની વિગતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના તા. ૧૦-૧૦-૨૩ના દફતરી હુકમથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત મુખ્યમંત્રી સડક યોજના સને ૨૦૨૩-૨૪ના વર્ષની રૂા.૧૦૦ લાખની ગ્રાન્ટ ફાળવણી કરવામાં આવેલ છે. જે હુકમમાં નિયત થયેલ શરતોને આધિન કામો નિયત કરી, તેના ખર્ચ મંજૂર કરવા અને કામો કરાવવા બાબતે નિર્ણય થશે.

પક્ષી અભ્યારણ્ય પાસે ટાઉન હોલની ગ્રાન્ટનો પ્રશ્ન

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખની ગ્રાન્ટ પાંચ કરોડની ફાળવવામાં આવેલ અને વર્ષ ૨૦૨૨થી આ કામ નિયત કરવાની સત્તા પાલિકા પ્રમુખને હોવાથી પક્ષી અભ્યારણ્ય પાસે એટલે કે વી.જે.મોઢા કોલેજ સામે, ખુલ્લા પ્લોટ પર જયાં અગાઉ સ્વીમીંગપુલ બનવાનો હતો ત્યાં ટાઉન હોલ બનાવવાનું નક્કી થયું હતું અને જે કામનું એસ્ટીમેટ ગ્રાન્ટ કરતા ૪ કરોડ બાવન લાખ રૂપિયા વધી ગયું છે તેથી વધારાની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવતી નહીં હોવાથી આ ખર્ચ નગરપાલિકાના સ્વભંડોળમાંથી કે અન્ય યોજનામાં સમાવેશ કરીને દરખાસ્ત કરવા માટે નિર્ણય લેવાશે.

અન્ય ગ્રાન્ટની ફાળવણી અને ખર્ચના બીલની મંજૂરી મ્યુ. એન્જીનીયરના રિપોર્ટની વિગતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના તા. ૧૦-૧૦-
પક્ષી અભ્યારણ્ય પાસે ટાઉન હોલની ગ્રાન્ટનો પ્રશ્ન

સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત આગવી ઓળખની ગ્રાન્ટ પાંચ કરોડની ફાળવવામાં આવેલ અને વર્ષ ૨૦૨૨થી આ કામ નિયત કરવાની સત્તા પાલિકા પ્રમુખને હોવાથી પક્ષી અભ્યારણ્ય પાસે એટલે કે વી.જે.મોઢા કોલેજ સામે, ખુલ્લા પ્લોટ પર જ્યાં અગાઉ સ્વીમીંગપુલ બનવાનો હતો ત્યાં ટાઉન હોલ બનાવવાનું નક્કી થયું હતું અને જે કામનું એસ્ટીમેટ ગ્રાન્ટ કરતા ૪ કરોડ બાવન લાખ રૂપિયા વધી ગયું છે તેથી વધારાની ગ્રાન્ટ સરકાર દ્વારા ફાળવવામાં આવતી નહીં હોવાથી આ ખર્ચ નગરપાલિકાના સ્વભંડોળમાંથી કે અન્ય યોજનામાં સમાવેશ કરીને નિર્ણય લેવાશે.

અન્ય ગ્રાન્ટની ફાળવણી અને ખર્ચના બીલની મંજૂરી મ્યુ. એન્જીનીયરના રિપોર્ટની વિગતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના તા. ૧૦-૧૦- ૨૦૨૩ના દફતરી હુકમથી નાણાપંચ યોજના હેઠળ સને ૨૦૨૧-૨૨ વર્ષ માટે વર્ષ ૨૦૧૧ની વસ્તી ગણતરીના આધારે પોરબંદર છાયા નગરપાલિકાને જનરલ કેટેગરી માટે રૂા. ૫,૬૬,૧૧,૪૭૨ તથા એસ.સી.એસ.પી. કેટેગરી માટે રૂ।. ૫૩,૨૭,૫૨૦ મળી કુલ રૂ।. ૬,૧૯,૩૮,૯૯૨ની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે. જે હુકમમાં નિયત થયેલ શરતોને આધિન કામો કરી નિયત કરી, તેના ખર્ચ મંજૂર કરવા અને કામો કરાવવા બાબતે નિર્ણય થશે.

મ્યુ. એન્જીનીયરના રિપોર્ટની વિગતે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડના તા. ૧૩-૧૦-૨૦૨૩ના દફતરી હુકમથી સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના (યુ.ડી.પી-૭૮) અને ૨૦૨૩-૨૪ વર્ષ માટે “અ’ વર્ગની નગરપાલિકાને રૂા. ૮ કરોડની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ છે.જેમાં નગરપાલિકાના આઉટગ્રોથ વિસ્તારમાં સમાવેશ થતાં વિસ્તારોમાં હુકમમાં નિયત થયેલ શરતોને આધિન કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા, કામો નિયત કરી દરખાસ્ત કરવા, દરખાસ્ત મંજૂર થઇ આવ્યે કામો કરાવવા, ખર્ચના બીલો મંજૂર કરવા બાબતે નિર્ણય થશે.વોટરવર્કસના વોટર સપ્લાય પ્રોજેકટ અંતર્ગત અંદાજે ૧૩ કરોડનું ફંડ પાલિકાએ ઉમેરવાનું થાય છે તે અંગે પણ નિર્ણય લેવાશે.

એક ડઝન જેટલી નવી કમિટીની રચના

ઓફિસ રીપોર્ટની વિગતે નગરપાલિકાની જુદી જુદી સમિતિઓની ગુજરાત નગરપાલિકા અધિનિયમ, ૧૯૬૩ની કલમ-૫૩ અન્વયે રચના કરવાની થાય છે. જે ગુજરાત સરકરના તા. ૩૦-૫-૨૦૧૫ના જાહેરનામાથી ગુજરાત નગરપાલિકા અધિનિયમ,૨૦૧૫નો તા. ૧૦-૪-૨૦૧૫થી અમલ કરવાનું જાહેર કરેલ છે. જે અંતર્ગત સમિતિની મુદત અઢી વર્ષની નિયત કરવામાં આવેલ છે. જે ધ્યાને રાખીને નીચે મુજબની સમિતિઓની આગામી અઢી વર્ષ (નગરપાલિકાના બોર્ડની મુદત પૂરી થતાં સુધી) માટે રચના કરવાની થાય છે. જે બાબતે નિર્ણય થશે.

એકઝીકયુટીવ કમીટી તથા ગુમાસ્તાધારા કમીટી, બાંધકામ કમીટી, સેનીટેશન કમીટી, હાઉસટેકસ કમીટી, બસ ગેરેજ કમીટી, બાયલોઝ કમીટી, ગુજરાત ટાઉન પ્લાનીંગ એકટ તળેની ટાઉન પ્લાનીંગ કમીટી, એડવાઇઝરી કમીટી અંતર્ગત વોટર વર્કસ એડવાઇઝરી કમીટી, ગાર્ડન એડવાઇઝરી કમીટી, ભુગર્ભ ડ્રેનેજ કાર્યાન્વિત કરવા અંગેની એડવાઇઝરી કમીટી, સ્ટ્રીટલાઇટ એડવાઈઝરી કમીટી, એજ્યુકેશન એડવાઇઝરી કમીટીના સભ્યો અને ચેરમેનોની નિમણૂંક પણ કરવામાં આવશે. તે ઉપરાંત અધ્યક્ષસ્થાનેથી જે બાબત રજૂ થાય તે અંગે પણ નિર્ણય લેવાશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે