Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

આજે ૨૮ મે “વર્લ્ડ મેન્ટ્રુઅલ હાઈજીન ડે”:પોરબંદર માં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસનું મહત્વ ગર્લ્સ એજ્યુકેશન યુનિટ સર્વ શિક્ષાના કોર્ડીનેટર દ્વારા સમજાવાયું

પોરબંદર માં વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ ના મહત્વ અંગે સર્વ શિક્ષા ના ગર્લ્સ એજ્યુકેશન યુનિટ કોર્ડીનેટર દ્વારા સમજાવવામાં આવ્યું હતું.

૨૮ મે “વર્લ્ડ મેન્ટ્રુઅલ ડે”ની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશય યુવાન છોકરીઓ અને મહિલાઓને માસિક ધર્મ દરમિયાન સ્વચ્છતાની કાળજી રાખવાની જરૂરી માહિતી પૂરી પાડવાનો છે. જેથી તેઓ અજાણતામાં કોઈ જીવલેણ રોગનો શિકાર ન બને.
વિશ્વ માસિક સ્વચ્છતા દિવસનું મહત્વ હજી ઘણા સમુદાયો કે સોસાયટીઓ એવા છે જ્યાં મહિલાઓ માસિક અંગે ખોલીને વાત કરી શકતા નથી. આવી પરિસ્થિતિમાં પિરિયડ દરમિયાન કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અથવા કોઈપણ પ્રકારની સમસ્યાનું કારણ શું છે. સ્વચ્છતા રાખવાથી કેટલી બીમારીઓથી બચી શકાય છે. ત્યારે આજે ૨૮ મે “વર્લ્ડ મેન્ટ્રુઅલ ડે” નિમિત્તે પોરબંદરમાં ગર્લ્સ એજ્યુકેશન યુનિટ
સમગ્ર શિક્ષાના કોર્ડીનેટર વૈશાલી પટેલ દ્વારા વિશેષ માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. વિસ્તૃતમાં જાણકારી આપતા વૈશાલીબેન પટેલે જણાવ્યું હતું કે માસિક ધર્મ એ ગુનો નથી. પરંતુ તે એક સામાન્ય શારીરિક પ્રક્રિયા છે. તેના પર ઘરમાં સમાજમાં અને સમુદાયમાં ખોલીને વાત કરવાની જરૂર છે. જેથી મહિલાઓને અને યુવતીઓને ગંભીર બીમારી, જીવલેણ રોગોથી બચાવી શકાય છે. માસિક અંગે ખુલીને વાતચીત કરી શકે, ચર્ચા કરી શકે તે માટે સાહજીક વાતાવરણનું નિર્માણ કરવા પરિવારજનો તેમજ મિત્રોને પ્રોત્સાહિત કરી તેમની સાથે ખુલ્લા મને ચર્ચા કરવી જોઈએ. માસિક આવવું એ કોઈ રોગ નથી તમારી આજુ બાજુના સમુદાયને શિક્ષિત કરવો જરૂરી છે. માસિક અંગે વાતચીત ચર્ચા- કરવી, સ્વચ્છતા વિશે સમજાવવા પ્રયત્ન કરવો જરૂરી છે.
માસિક દરમિયાન પોષણ સંબંધી ખોરાક લેવો પણ એટલો જ જરૂરી છે. માસિક દરમિયાન ખોરાકમાં વિવિધ પ્રકારના શાકભાજી લેવા જોઈએ. અઠવાડિયામાં એક વખત આયર્નની ગોળી લેવી જોઈએ. લીલા શાકભાજીમાં ભાજીનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. સમયગાળા દરમિયાન વધુ પાણી પીવું જોઈએ.
“માસિક દરમિયાન કિશોરીઓનો અભ્યાસ રૂધાય નહીં એ માટે તમામ વાલીઓ પોતાની દીકરીઓને તેમજ ઘરની મહિલાને સહાયરૂપ બનવા અપીલ કરાઇ છે. માસિકના કારણે છોકરીઓ શાળા છોડે છે, જેના પરિણામે શાળાનો ડ્રોપ આઉટ રેટ વધે છે. એટલા માટે જ રાજ્ય સરકાર દ્વારા અપર પ્રાઇમરી શાળાઓમાં વેન્ડિંગ મશીન અને ઇન્સીનીરેટર આપવામાં આવેલ છે. શાળાના શિક્ષકોને ટ્રેનિંગ આપવામાં આવેલ છે.
માસિક સ્ત્રાવના કચરાનો નિકાલ યોગ્ય કરવો જોઈએ.
ભારતમાં દર મહિને આશરે એક કરોડ વપરાયેલા પેડસનો નાશ કરવામાં આવે છે,
એક જ ડિસ્પોન્સેબલ સેનેટરી પેડ /નેપકીન વિઘટન થતા ૮૦૦ વર્ષ લાગે છે.
માસિક સમયે વાપરેલ પેડ કે પછી અન્ય સંસાધનના કચરાનો સાચો નિકાલ કરવો જરૂરી છે. તેને એક કાગળમાં લપેટીને કચરાપેટીમાં તેનો નિકાલ કરો, ખાડામાં કે ખાતર ખાડામાં દાટી દેવા અથવા ઈનસીનીરેટરનો ઉપયોગ કરવો જરૂરી છે.
બેક્ટેરિયાના ઉદભવનું કારણ બને તો
પર્યાવરણ માટે જોખમી હોય અને સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે.
માસિક એ માનવજાતના અસ્તિત્વ માટે જરૂરી હોવાથી તેને સરળ સ્વચ્છ અને ગરીમા પૂર્ણ બનાવવા અપીલ કરાઇ છે.
માસિક દરમિયાન સ્વચ્છતા જાળવી, માસિકને આરોગ્યપ્રદ, સેનેટરી નેપકીન પેડ, બાયોડીગ્રેડેબલ પેડ્સ, ટેમ્પોન્સ, મેન્સ્ટુઅલકપ, ફરી ઉપયોગમાં લઈ શકાય તેવા કપડાનાં પેડ, સ્વચ્છ અને આરોગ્યપ્રદ કપડું ફલાલીન ક્લોથ (લાલ કપડું) આ બધાનો મહિલાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે પરંતુ તમામની સ્વચ્છતા રાખીએ અને તેને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વચ્છ બનાવવા જણાવ્યું છે.

બોક્ષ

કિશોરીઓ તેમજ મહિલાઓ માસિક દરમિયાન સ્વચ્છતા કેવી રીતે જાળવી શકે?

૧. માસિક શરૂ થવાના દિવસો પહેલા અને દરમિયાન વધારાના પેડ સાથે રાખો.
૨. યોનીની આસપાસના ભાગમાં સાબુ ક્રીમ કે પરફ્યુમ વગેરેનો ઉપયોગ કરશો નહીં સ્વચ્છ કરવા માટે સાદા પાણીનો ઉપયોગ કરો.
૩. ડાઘ કે દુર્ગંધ ટાળવા માટે દર પાંચ થી છ કલાક બાદ સેનેટરી પેડ /કપડું /કપ બદલી નાખો.
૪. માસિક દરમિયાન દરરોજ સ્નાન કરો
૫. પેડ કપડું કે કપ બદલતા પહેલા અને પછી હાથ સાબુ વડે ધુઓ.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે