Monday, July 8, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના ત્રણ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં ઈટલી ખાતે ભાગ લેવા જવા રવાના

પોરબંદરના ત્રણ ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ઈટલીના રોમ ખાતે ભાગ લેવા રવાના થયા છે. ત્યારે તેઓને શુભેચ્છા આપવામાં આવી હતી.

તા.૬/૭/૨૦૨૪ થી તા.૧૪/૭/૨૦૨૪ દરમિયાન વર્લ્ડ માસ્ટર્સ ટેબલટેનિસ ચેમ્પિયનશીપ – ૨૦૨૪ રોમ(ઈટલી) ખાતે યોજાઈ રહેલ છે તેમાં ભાગ લેવા માટે જઈ રહેલ પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના હોદ્દેદારો હેમંતકુમાર લાખાણી, સંજયભાઈ ઉપાધ્યાય તેમજ માધવીબેન ઉપાધ્યાય ને પોરબંદર ડિસ્ટિક્ટ ટેબલ ટેનિસના પ્રમુખ રણછોડભાઈ શિયાળ તેમજ ઉપાધ્યક્ષ સતીષ કોટેચાએ પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી.

આગામી તા.૬/૭/૨૦૨૪ થી તા.૧૪/૭/૨૦૨૪ દરમિયાન વર્લ્ડ માસ્ટર્સ ટેબલટેનિસ ચેમ્પિયનશીપ – ૨૦૨૪ રોમ(ઈટલી) ખાતે યોજાઈ રહેલ છે તેમાં ભાગ લેવા જઈ રહેલા પોરબંદર ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિએશનના ખેલાડીઓમાં હેમંતકુમાર લખાણી કે જેઓ ૧૯૭૩ થી ટેબલ ટેનિસ રમે છે અને ૧૯૭૫માં જ્યારે ગુજતરાતમાં પોરબંદરની ટીમ ચેમ્પિયન થઈ હતી ત્યારે તેઓ તે ટીમમાં સૌથી નાના એટલેકે ૧૨ વર્ષના ખેલાડી હતા.તેઓ પશ્ચિમ ગુજરાત વીજ કંપનીમાંથી અધિક્ષક ઇજનેર તરીકે છેલ્લે ફરજ બજાવી ૨૦૨૧માં નિવૃત્ત થયા છે અને તેઓ તેમના ડિપાર્ટમેન્ટમાંથી ૧૫ વખત ગુજરાતની ટીમમાંથી નેશનલ લેવલે પ્રતિનિધિત્વ કરેલ અને ગુજરાતના કેપ્ટન તરીકે પણ રહી ચૂકેલા.૨૦૨૨ માં તેઓ ૫૯+ કેટેગરીમાં ઓપન ગુજરાતમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ ત્યારબાદ આજ મહિનામાં એટલેકે જૂન-૨૦૨૪માં આણંદ મુકામે રમાયેલ નેશનલ ટુર્નામેન્ટમાં ૬૦+ કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવેલ અને હવે તેઓ પ્રથમ વખત વિદેશમાં ઇન્ટરનેશલ એટલેકે વર્લ્ડ માસ્ટર્સ ટેબલટેનિસ ચેમ્પિયનશીપ – ૨૦૨૪ રોમ(ઈટલી) ખાતે યોજાઈ રહેલ છે તેમાં ભાગ લેવા માટે જઈ રહેલ છે.

સંજયભાઈ ઉપાધ્યાય કે જેઓ છેલ્લા ૩૦ વર્ષથી ટેબલ ટેનિસ રમે છે અને તેઓ દ્વારા પોરબંદરના લગભગ ૨૦ થી ૨૫ ખેલાડીઓને નેશનલ સુધી રમતા કરવામાં મહત્વનું યોગદાન આપેલ છે.અગાઉ તેઓ ૨૦૧૮માં અમેરિકા ખાતે તેમજ ૨૦૨૦માં ઓમાન ખાતે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં ભાગ લઇ ચૂકેલ છે અને હાલ તેઓ ઉપરોક્ત રોમ(ઈટલી) ખાતે યોજાઈ રહેલ ૨૦૨૪ ની ઇન્ટરનેશનલ ટુર્નામેન્ટમાં ભાગ લેવા જઈ રહેલ છે.

માધવીબેન ઉપાધ્યાય કે જેઓ હાલ ઝુંડાળા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે તેઓ તેમના ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાંથી ૧૨ વખત ઓલ ઈન્ડિયા નેશનલ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ રમી ચૂકેલ છે અને તેમા પટના(બિહાર) ખાતે સિલ્વર મેડલ તેમજ ગાંધીનગર મુકામે રમાયેલ તેમા ગોલ્ડ મેડલ મેળવેલ.તેઓ પ્રથમ વખત વિદેશમાં ઇન્ટરનેશલ વર્લ્ડ માસ્ટર્સ ટેબલટેનિસ ચેમ્પિયનશીપ – ૨૦૨૪ રોમ(ઈટલી) ખાતે યોજાઈ રહેલ છે તેમાં ભાગ લેવા માટે જઈ રહેલ છે.
ત્રણે ખેલાડીઓને પોરબંદર ડિસ્ટિક્ટ ટેબલ ટેનિસના પ્રમુખ રણછોડભાઈ શિયાળ તેમજ ઉપાધ્યક્ષ સતીષ કોટેચાએ પુષ્પગુચ્છ અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી હતી અને તેઓ ઉપરોક્ત ટૂર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી નટવરસિહ્જી ક્લબ ખાતે રમતા હોય ક્લબનું તેમજ પોરબંદરનું અને ભારતનું નામ રોશન કરે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ નટવરસિંહજી ક્લબ ખાતે પાઠવેલ.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે