પોરબંદરના આંગણે ત્રિદિવસીય રાજ્ય કક્ષાના કલા ઉત્સવ નો પ્રારંભ થયો છે જેમાં પાંચ ઝોનમાં જૂનાગઢ, ભુજ, મહેસાણા, વડોદરા અને વલસાડના સ્પર્ધકોએ ભાગ લીધો છે.
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ અને જી.સી.ઈ.આર.ટી., ગાંધીનગર પ્રેરિત અને પોરબંદર ના રામબા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન આયોજિત ત્રિદિવસીય રાજય કક્ષા કલા ઉત્સવ નો કલેક્ટર એસ. ડી.ધાનાણી, જિલ્લા વિકાસ અધિકારી બી.બી.ચૌધરી, મ્યુ. કમિશનર એચ.જે.પ્રજાપતિ, રિસર્ચ એસોસિએટ, જીસીઈઆરટી ગાંધીનગરના ડૉ. અંકિતાબેન ત્રિવેદીની ઉપસ્થિતિમાં પટેલ આશ્રમ ખાતે ઉદઘાટન સમારોહ યોજાયો હતો.ગરવી ગુજરાત” થીમ આધારિત આ ઉત્સવ માં તા. ૧૨ સુધી રાજ્ય ના વિવિધ સ્પર્ધકો પોતાની કલા કૌશલ્ય દ્વારા પ્રતિભા પ્રદર્શિત કરશે.
આ રાજ્ય કક્ષા કલા ઉત્સવમાં ઝોન કક્ષાએ ભાગ લેધીલ તમામ સ્પર્ધકોના ચિત્રોનું પ્રદર્શન ખુલ્લું મૂકીને કલા ઉત્સવ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. તેમજ રાજ્ય કલા ઉત્સવ કન્વિનર ડૉ.એમ. વી.વેકરીયાએ કાર્યક્રમની રૂપરેખાથી સૌને માહિતગાર કર્યા હતા. જિલ્લા કક્ષાએ ચિત્ર સ્પર્ધામાં વિજેતા થઈને ઝોન કક્ષા સુધી પહોંચેલા વિદ્યાર્થીઓના ચિત્રો સ્મૃતિ સ્વરૂપે સચવાઈ રહે તે હેતુસર તેનો સ્મૃતિગ્રંથ નિર્માણ પામ્યો છે. તેમજ જિલ્લા કક્ષાએ બાળકવિ સ્પર્ધામાં વિજેતા થઈને ઝોન કક્ષા સુધી પહોંચેલા વિદ્યાર્થીઓની કવિતાઓને સ્મૃતિ ગ્રંથ સ્વરૂપે પ્રગટ કરવામાં આવ્યો છે. આ બંને પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યાં હતું અને વીરગાથા ૪.૦ પ્રોજેક્ટના જિલ્લા અને રાજ્ય કક્ષાના વિજેતાઓને શિલ્ડ, પ્રમાણપત્ર અને ચેક સ્વરૂપે રોકડ પુરસ્કાર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
વીરગાથા પ્રોજેક્ટ એ શહીદોના બલિદાનને બિરદાવવા તેમજ વીરતા પુરસ્કાર પ્રાપ્ત કરેલ જવાનોની જીવનગાથા વિશે વિદ્યાર્થીઓ પરિચિત થાય તે હેતુથી રાષ્ટ્રીય કક્ષા સુધી આ સ્પર્ધા યોજવામાં આવશે.અને જૂનાગઢ, ભુજ, મહેસાણા, વડોદરા અને વલસાડના એમ પાંચ ઝોનના વિજેતા ૬૦ સ્પર્ધકોએ ચિત્ર સ્પર્ધા, બાળકવિ, સંગીત ગાયન અને સંગીત વાદન સ્પર્ધામાં રાજ્ય કક્ષાના કલા ઉત્સવમાં પ્રસ્તુતિ કરવામા આવી હતી. કાર્યક્રમના મુખ્ય કેન્દ્રબિંદુ એવા સ્પર્ધકો દ્વારા તૈયાર કરેલ ગાયન અને વાદનની પ્રસ્તુતિથી સંગીતના માધ્યમથી ઉપસ્થિત મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમજ ઉદ્ઘાટન સમારોહના અંતે ઉપસ્થિત સૌએ પુષ્પ વર્ષા દ્વારા સ્પર્ધક વિધાર્થીઓનું અભિવાદન કર્યું હતું. અને આ કાર્યક્રમનું સંચાલન સી.આર.સી.કો.ઓર્ડીનેટર, ટુકડા મિયાણી અને રાંઘાવાવ પ્રાથમિક શાળાના શિક્ષિકા શ્રી પૂર્વીબેન ભટ્ટ દ્વારા કરાયું હતું.
આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.કે.પરમાર, સિનિયર લેક્ચરર ડાયેટ પોરબંદર તેમજ કન્વીનર રાજ્ય કલા ઉત્સવ એમ.વી.વેકરીયા, ડો. દક્ષાબેન જોષી સિનિયર લેક્ચરર ડાયેટ પોરબંદર, ડો.વી .એમ.પંપાણીયા, ડો.આશાબેન રાજ્યગુરુ પ્રાચાર્ય ડાયેટ જૂનાગઢ, ડો.સંજય મહેતા પ્રાચાર્ય ડાયેટ, રાજકોટ-મોરબી, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી વેજાભાઇ,ઉમિયાધામ સીદસર ટ્રસ્ટ્રી રસિકભાઈ ફળદુ , પ્રમુખ પટેલ આશ્રમ પોરબંદર મનસુખભાઇ દલસાણીયા ઉપસ્થિત રહ્યા હતા.


