Wednesday, March 12, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં સમસ્ત સલાટ સમાજ દ્વારા ત્રિદિવસીય ધર્મોત્સવ નો આજ થી પ્રારંભ

પોરબંદરમાં સમસ્ત સલાટ સમાજ દ્વારા ત્રિદિવસીય ધર્મોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે જેનો પ્રારંભ આજે તા ૮ ના રોજથી કરાયો છે.

પોરબંદર સમસ્ત સલાટ સમાજના પ્રમુખ અશોકભાઈ રણછોડભાઈ મોરબીયા તથા પંચ પટેલ ટ્રસ્ટીઓએ જણાવ્યુ છે કે શહેર માં આવેલ ૧૫૦ વર્ષ જૂના લક્ષ્મીનારાયણનું નવુ મંદિર બનાવી તેનો જીર્ણોધ્ધાર તથા શિવમંદિર, રામદરબાર, લક્ષ્મીનારાયણ, વિશ્વકર્મા ગુરુદેવ, અંબે માતાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવા માટે આજે તા. ૮ ના રોજ કાર્યક્રમ નો પ્રારંભ થશે જે તા ૧૦ સુધી ચાલશે.મહોત્સવ મુખ્ય ભુદેવ આચાર્ય રાજેન્દ્ર રમણીકલાલ જોષીના વરદ હસ્તે તથા અતિથિ વિશેષ તરીકે સલાટ જ્ઞાતિના પુરોહિત ગોરમહારાજ ગોપાલભાઈ લખુભાઈ જોષી મંદિરના પૂજારી કૈલાસ ઉપાધ્યાય મહારાજ ઉપસ્થિત રહેશે.

ત્રિદિવસીય કાર્યક્રમો

પ્રથમ દિવસે તા. ૮-૨-૨૦૨૫ શનિવારે સવારે ૯ વાગ્યે દેહશુધ્ધિ, ૧૧ વાગ્યે કુટીરયજ્ઞ (શાંતિહવન), શોભાયાત્રા-નગરયાત્રા-જલયાત્રા બપોરે ૨ વાગ્યે અને જલાધિવાસ સાંજે ૫ વાગ્યે યોજાશે. દ્વિતીય દિવસે રવિવારે તા. ૯-૨-૨૦૨૫ સવારે ૯ કલાકે પ્રતિષ્ઠા યજ્ઞ પ્રારંભ, નવગ્રહયજ્ઞ (ગ્રહ શાંતિ) સવારે ૧૧:૩૦ કલાકે, શાંતિ પૃષ્ટી હવન બપોરે ૨:૩૦ કલાકે, તત્વન્યાસ હવન બપોરે ૩:૩૦ કલાકે, દેવમૂર્તિસ્નયન (૧૦૮ કળશથી) બપોરે ૪ વાગ્યે, ધાન્યાધિવાસ સાંજે ૫ કલાકે, સાયં પૂજન આરતી : સાંજે ૫:૩૦ કલાકે યોજાશે. તૃતીય દિવસે તા. ૧૦-૨-૨૦૨૫ સવારે ૮:૩૦ કલાકે દેવોનું પ્રાતઃ પૂજનઃ સવારે ૮:૩૦ કલાકે, પ્રસાદવાસ્તુ (મંદિરવાસ્તુ) યજ્ઞ : સવારે ૧૦:૩૦ કલાકે, પીંડીકા સ્થાપન, આધિવાસન બપોરે ૧૨ કલાકે, દેવોની પ્રાણ પ્રતિષ્ઠા વિધિ બપોરે ૨ વાગ્યે, દેવ પ્રતિષ્ઠાન હવન બપોરે ૩:૩૦ કલાકે, ઉત્તર પૂજન-બલીદાન-પૂર્ણાહુતિ (બીડુ) સાંજે ૪:૩૦ કલાકે, મહાઆરતી સાંજે ૫:૩૦ કલાકે યોજાશે.

દરરોજ મહાપ્રસાદી

શનિવાર તા. ૮થી સોમવાર તા. ૧૦ સુધી દરરોજ સાંજે ૭:૩૦થી ૯:૩૦ સુધી સ્ટેટ લાઇબ્રેરીના ટાઉનહોલ ગ્રાઉન્ડ ખાતે મહાપ્રસાદી પણ યોજવામાં આવશે.

સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિ

આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અનેક સંતો-મહંતોની પાવન ઉપસ્થિતિ રહેશે જેમાં સાન્દીપનિશ્રી હરિમંદિરના પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, શ્રી શીંગડા શેષમઢ વિશ્રામ દ્વારકાના શ્રી જગદ્ગુરુ શ્રીરામાનંદાચાર્ય સ્વામિશ્રી સર્વેશ્વરાય આચાર્યજી, શ્રીમદ્ વલ્લભાચાર્યજી હવેલી, પોરબંદરના પ.પૂ.પા.ગો. ૧૦૮ શ્ર વસંતકુમાર મહારાજશ્રી, શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ છાયા-પોરબંદરના શાસ્ત્રી સ્વામી શ્રી ભાનુપ્રકાશદાસજી, ઓડદરના શિવગોરખનાથ મંદિરના શ્રી ગોપાલનાથ બાપુ, ઓડદરના મોમાઇ માતાજી મઢના પરમ પૂજ્ય શ્રીસરમણ આતા ઉપસ્થિત રહેશે.

રાજકીય અને સામાજિક આગેવાનોની ખાસ ઉપસ્થિતિ

આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અતિથિ વિશેષ તરીકે રાજકીય અને સામાજિક આગેવાનોની ખાસ ઉપસ્થિતિ રહેશે. સાંસદ અને કેન્દ્રીય મંત્રી, શ્રમ રોજગાર અને રમતગમત વિભાગના ડો. મનસુખભાઈ માંડવીયા, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા, પોરબંદરના પૂર્વ સાંસદ રમેશભાઇ ધડુક, ગુજરાત રાજ્યના પૂર્વ કેબીનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ), પોરબંદર નગરપાલિકાના માજી પ્રમુખ પંકજભાઈ મજીઠીયા, પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર ખારવાસમાજના પ્રમુખ પવનભાઈ જીવાભાઈ શિયાળ, ઇન્ડીયન રેડક્રોસ સોસાયટીના ચેરમેન રામદેવભાઈ મોઢવાડીયા, જે.સી.આઈ.ના સ્થાપક લાખણશીભાઇ ગોરાણીયા, સાગરપુત્ર સમન્વય પોરબંદરના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા, ભાગ્યવિજય ચેરીટેબલ ટ્રસ્ટ, પોરબંદરના નિરવભાઈ દવે ઉપસ્થિત રહેશે.

સમગ્ર આયોજનને સફળ બનાવવા શ્રી સમસ્ત સલાટ સમાજ પોરબંદરના પ્રમુખ અશોકભાઈ રણછોડભાઈ મોરબીયા, ઉપપ્રમુખ પ્રદીપભાઈ ગોવિંદભાઈ મોરબીયા, મંત્રી મુકેશભાઈ રસીકભાઈ મોરબીયા, એડવાઈઝર કમીટીના અશોકભાઈ લાધાભાઈ પરમાર, સભ્ય બાબુભાઇ માધવજીભાઇ ડાભી, ઉમેશભાઈ લલીતભાઈ મોરબીયા, અનીલભાઈ ગીગાભાઈ ડાભી, સાગરભાઈ મનોજભાઈ પરમાર જહેમત ઉઠાવી રહ્યા છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે