Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડી ની સામે પેશકદમી દુર નહી થાય તો આત્મવિલોપન ની ચીમકી

પોરબંદરના નરસંગ ટેકરી નજીક આવેલ સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિની વાડીની બહાર કેબીનો દ્વારા પેશકદમી થઈ છે. તેને દૂર કરવા એસપી તથા કલેકટર ને આવેદન પાઠવ્યું છે. અને તા 4 સુધી માં દુર નહી થાય તો તો જ્ઞાતિ અગ્રણીઓ એ આત્મવિલોપન ની ચીમકી પણ આપી છે.

પોરબંદર ના નરસંગ ટેકરી નજીક સાંઈબાબાના મંદિર પાસે સોરઠીયા પ્રજાપતિ મંડળ જ્ઞાતિની વાડી કાર્યરત છે સંસ્થાના પ્રમુખ વિજયભાઈ ગોહેલ,મંત્રી સહિત હોદ્દારોએ જિલ્લા કલેકટર એસપી ને પાઠવેલ આવેદન માં જણાવ્યું છે. કે તેમની સંસ્થા નું બિલ્ડીંગ સાંઈબાબાના મંદિર વાળી ગલીના કોર્નર ઉપર આવેલું છે. તેની સામેના ભાગમાં સરકારી સાર્વજનિક જગ્યા આવેલી છે. આ જગ્યામાં ઘણા સમયથી ત્રાહિત વ્યક્તિઓ દ્વારા યેન કેન પ્રકારે કેબીનો મૂકીને દબાણ કરવામાં આવ્યું છે. આ કેબીન ધારકો અને ત્યાં આવતા ગ્રાહકો દ્વારા જાહેરમાં લઘુશંકા કરીને તેમજ અન્ય પ્રકારની ગંદકી ફેલાવવામાં આવે છે.

આ જગ્યામાં બિનઅધિકૃત લેન્ડ ગ્રેબિંગ કરીને કોમર્શિયલ બેઝ થી ધંધો કરવામાં આવે છે. આ જગ્યા કોઈ માલિકીની નથી માત્ર સરકારની માલિકીની છે. બાજુમાં બિન અધિકૃત રીતે નગરપાલિકાની પાણીની પાઇપલાઇન માંથી એર વાલ્વના નામે ધોમ પાણી ચોરી પણ થઇ રહેલી છે. એર વાલ્વ બાબતે પણ નગરપાલિકાને અવારનવાર રજૂઆત કરવા છતાં કોઈ જ પરિણામ મળેલ નથી. જેથી તાત્કાલિક સરકારી જમીન ઉપર થયેલ બિનધિકૃત કબ્જો દૂર કરવા તેમજ પાણીનો એર વાલ્વ બંધ કરવા રજૂઆત માં જણાવ્યું છે. અને તા ૪ સુધીમાં સરકારી તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં નહીં આવે તો તા. ૫ ના રોજ સમાજના ૨૨૦૦ પરિવારો સંસ્થા ખાતેથી કુચ કરીને ગાંધી ચિધ્યા રાહે શાંતિ પૂર્વક ધરણા પ્રદર્શન કરી આત્મ વિલોપન કરશે તેવું પણ રજૂઆત માં જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે