પોરબંદર માં રખડતા પશુઓ નો ત્રાસ દુર કરવા સક્રિય નાગરિક સંગઠન દ્વારા મ્યુની.કમિશ્નર ને રજૂઆત કરાઈ છે.
પોરબંદર ના સક્રિય નાગરિક સંગઠન ના અનામ સાગર દ્વારા મ્યુનિસિપલ કમિશ્નર ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે કે મહાનગરપાલિકા માત્ર દંડ વસૂલવામાં જ શૂરવીર છે. પરંતુ કાયદાનો ભંગ કરનારાઓ અને પશુ તથા નાગરિકો ના જીવન સાથે ચેડા કરતા લોકોને છાવરી રહી છે . હાઇવે પર અવાર નવાર પશુઓ અને માનવની અથડામણ ને લીધે જીવલેણ અકસ્માતો થાય છે, તેમ છતાં ન તો ટ્રાફિક પોલીસ આ બાબતે કશા પગલા લે છે ન તો મહાનગરપાલિકા.માનવજીવ અને પશુ જીવ બંનેને જોખમમાં મુકતી પ્રવૃત્તિઓ અટકાવી જાહેરમાં ખાસ કરીને રોડ ની આસપાસ ઘાસ કે અને ખાદ્ય પદાર્થો આપવા પર કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે તથા તંત્ર દ્વારા ગૌચરની જમીન વહેલી તકે ખાલી કરાવી ગાયોનું પુનર્વસન કરવામાં આવે તેવું રજૂઆત માં જણાવ્યું છે. અને જો તાત્કાલિક ધોરણે આ કાર્યવાહી હાથ ધરવામાં નહીં આવે તો , યોગ્ય કાયદા અનુસાર તંત્ર વિરુદ્ધ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવાયું છે.