પોરબંદરના બોખીરા ખાતે આવેલ ટ્રેલર સર્વિસ સ્ટેશન અને એક કમાન સેન્ટરમાં ખાબકેલા તસ્કરોએ એક આખે આખું ટ્રેક્ટર અને ટ્રકના ટાયરોની ચોરી કરી હતી. ચોરી બે જગ્યાએ એક સાથે થઈ છે. તસ્કરો કોણ છે તે અંગે અત્યાર સુધી કોઈ જ ખબર પડી નથી. પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ મામલે ભરતભાઈ વિક્રમભાઈ ઓડેદરા (ઉં.વ.40) રહે. ભોમીયાવદર ગામ સીમ શાળા એક પાસે વાડી વિસ્તાર, એ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે અજાણ્યા ત્રણ શખ્સો એ તા ૧૪ ની રાત્રિના સમયે બોખીરા માં આવેલ સિધ્ધિ ટેઈલરના સર્વિસ સ્ટેશનમાં પ્રવેશ કરીને ફરિયાદીનું ટાફે કંપનીનું રજી. નં. જી.જે.14 એપી 0872 કિં.રૂ.૩,25,000નું ટ્રેક્ટર તથા નજીક માં આવેલ ભરતભાઈ બોરીચાના શ્રીરામ કમાન સેન્ટરના ગોડાઉનમાં પ્રવેશ કરીને ઈનોવેટીવ કંપનીના ટ્રકના 5 ટાયરો કિ.રૂ.25,000 મળી કુલ કિ.રૂ 3,50,000ની ચોરી કરી લઈ ગયા હતા. આ બનાવ અંગે ઉદ્યોગનગર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
કુતિયાણા ની મોબાઈલ ચોરી નો ભેદ ઉકેલાયો
કુતિયાણામાં ટાયર પંકચરની દુકાન બહારથી મોબાઈલની ચોરી થતા પોલીસ ફરિયાદ નોંધાઇ હતી જેમાં મૂળ બિહાર થતા હાલ કુતિયાણા લીરબાઈ પરોઠા હાઉસ ખાતે રહેતા વિશાલ કુમાર સુરેન્દ્રભાઇ પંડિત નામના પ્રજાપતિ યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તા. ૧૨-૮ના તે પોતાની ટાયર પંકચરની દુકાને હતો અને દુકાનની બહાર આવેલ સ્વીચબોર્ડમાં ૧૬,૫૦૦ની કિંમતનો મોબાઈલ ફોન ચાર્જીંગમાં રાખ્યો હતો. ત્યારબાદ પોતે લીરબાઈ પરોઠાહાઉસમાં ચા પીવા ગયો હતો તે દરમ્યાન કોઇ ચોરે આ મોબાઈલ ચોરી લીધાનું બહાર આવ્યુ છે.
આ ચોરીમાં પોલીસને એવી હકિકત મળેલ કે ઉપરોક્ત ગુન્હાનાં કામે ચોરીમાં ગયેલ વન પ્લસ કંપનીનો નોર્ડ-૨ મોબાઇલ ફોન લઇ ચોરી કરનાર ઇસમ ચૌટા વાક પાસેથી પસાર થનાર હોય જેથી બાતમીવાળી જગ્યાએ વોચ તપાસમાં રહેતા એક ઇસમ શંકાસ્પદ હાલતમાં ચાલીને નિકળતા તેને રોકાવી ચેક કરતા પેન્ટના ખીસા માંથી ઉપરોક્ત ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન મળી આવતા મજકુરની પૂછપરછ કરતાં પોતાનું નામ મુકેશ રમેશભાઇ રાજગર (ઉં.વ.26 રહે.માર્કેટ થાર્ડની પાછળ મનસા નગર પ્રદ્યુમન પાર્ક મેઇન રોડ મફતીયાપરા રાજકોટ) હોવાનું જણાવ્યું હતું.
ગુન્હાનાં કામે ચોરીમાં ગયેલ મોબાઇલ ફોન પોતે લીરબાઇ હોટલ ખાતે આવેલ પંચરની દુકાન આગળથી ચોરી કરેલાની કબૂલાત આપતાં જે વન પ્લસ કંપનીનો નોર્ડ-2 મોબાઇલ ફોનની કિ.રૂ.16,500/- ગણી તપાસ અર્થે કબ્જે કરી મજકુર આરોપીને ઉપરોક્ત ગુન્હાનાં કામે ધોરણસર અટક કરી અનડિટેકટ મોબાઇલ ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલીને કામગીરી કરેલ છે