પોરબંદર ના જૂની કોર્ટ કંપાઉંડ માં વૃદ્ધ ની નજર ચૂકવી અજાણ્યા શખ્શે મોબાઈલ ની ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદર ની અવધપુરી સોસાયટી માં રહેતા અને નિવૃત જીવન ગાળતા અરવિંદભાઈ નાથાલાલ રાયચુરા (ઉવ ૭૦)નામના વૃદ્ધે નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ ગત તા ૨૪-૪ ના રોજ તેની જૂની કલેકટર કચેરી સામે આવેલ કુળદેવી કૃપા સર્વિસીઝ નામની દુકાને આવ્યા હતા. અને બપોર ના સમયે સામે આવેલ જૂની કોર્ટ કંપાઉંડ માં આવેલ જાહેર શૌચાલય માં લઘુશંકા કરવા ગયા હતા. ત્યારે એક અજાણ્યો શખ્શ શૌચાલય ના દરવાજા પાસે તેઓની સાથે અથડાયો હતો. ત્યાર બાદ તેઓ ઓફિસે આવી ગયા હતા અને ખિસ્સા માં જોયું તો રૂ ૨૫ હજાર ની કીમત નો મોબાઈલ મળી આવ્યો ન હતો. આથી પુત્ર કૃણાલ ને આ અંગે જાણ કરતા પુત્ર એ આ અંગે ઓનલાઈન એફ આઈ આર નોંધાવી હતી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર ના આર્યસમાજ નજીક કાર માંથી પોલીસે 3 શખ્સો ને નશાની હાલત માં ઝડપી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદર કમલાબાગ પોલીસ મથક નો સ્ટાફ નાઈટ પેટ્રોલિંગ માં હતો તે દરમ્યાન રાત્રે સાડા બારેક વાગ્યે એક કાર આડી અવળી થતી પસાર થઇ હતી. આથી પોલીસે કાર અટકાવી ચેક કરતા કાર માં રહેલ ત્રણેય શખ્સો નશા ની હાલતમાં હતા. આથી ચાલક ની પૂછપરછ કરતા પોતાનું નામ વિજય લીલા કડછા (ઉવ ૨૪,રે છાયા મહેર સમાજ પાસે) તથા અન્ય બે શખ્સો ના નામ અનીલ દેવદાસ ઓડેદરા (ઉવ ૩૦ રે,શ્રીજી એપાર્ટમેન્ટ,કમલાબાગ પાછળ) તથા અજય બચુ વાજા (ઉવ ૪૩ , રે વાઘેશ્વરી પ્લોટ અંધ ગુરુકુળ પાછળ)હોવાનું જણાવ્યું હતું ત્રણેય શખ્સો ની આંખો નશા થી ઘેરાયેલી હતી. તથા રસ્તા પર શરીર નું સમતોલપણું જાળવી શકતા ન હતા. આથી પોલીસે ત્રણેય શખ્સો ની ધરપકડ કરી 9 લાખ ની કાર પણ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી હતી.