પોરબંદર માં ઘર છોડી નાસી ગયેલા યુવાન નું પોલીસે તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.
પોરબંદર ના બોખીરા વિસ્તાર માં આવેલ કે કે નગર માં રહેતા દિવાળીબેન પ્રધાનભાઈ પાંજરી એ ગત તા.૧૧/૬ ના ઉદ્યોગનગર પોલીસ સ્ટેશન આવી પોતાનો પુત્ર ધર્મેશ કોઇને કહ્યા વગર ઘરેથી જતો રહ્યો હોવાનું જણાવ્યું હતું. આથી પોલીસે આ અંગે ગુમ જાણવા જોગ નોંધી તપાસ હાથ ધરી હતી. જે દરમ્યાન એવી માહિતી મળી હતી કે ગુમ થનાર ધર્મેશ એરપોર્ટ પાસે રીક્ષામાં ભાડુ લઇને આવ્યો છે. જેથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી. અને ધર્મેશ મળી આવતા તેની પૂછપરછ હાથ ધરી હતી.
જેમાં તેણે એવું જણાવ્યું હતું કે પોતે ઘર છોડી ને નાગપુર ખાતે લોખંડની કંપનીમાં મજુરી કામ કરવા માટે ગયો હતો. અને ત્યાં આઠ-નવ દિવસ કામ કર્યું હતું. ત્યા પગાર માટે પાન કાર્ડ અને બેંકની પાસ બુકની જરૂર હતી. જેથી તે પોરબંદર પરત આવ્યો હતો અને સુદામા ચોક માં તેનો મીત્ર રમેશ કેશુભાઇ પરમાર મળ્યો હતો.રમેશે ફ્રી હોય તો રીક્ષા નું ભાડું કરવા જણાવતા તે રિક્ષા લઇ ને એરપોર્ટ ખાતે ભાડુ લઇ આવ્યો હતો. આથી પોલીસે તેની માતા ને જાણ કરી પોલીસ મથકે બોલાવી ધર્મેશ નું તેના પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.