રાજસ્થાન ના ઉદયપુર ખાતે ૨૭ નવેમ્બર થી વિશ્વની સૌથી મોટી વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ શરૂ થશે. જેમાં ૧૬ રાજ્યો ના 300 થી વધુ વ્હીલચેર ક્રિકેટરો વચ્ચે જંગ જામશે. આ ટુર્નામેન્ટ માં પોરબંદર નો દિવ્યાંગ રાજ્ય ની ક્રિકેટ ટીમ નું પ્રતિનિધિત્વ કરશે.
રાજસ્થાન ના ઉદયપુર ખાતે આગામી તા ૨૭ નવેમ્બર થી વિશ્વ ની સૌથી મોટી વ્હીલચેર ક્રિકેટ ટુર્નામેન્ટ શરુ થશે. જેમાં ૧૬ રાજ્યો ના ૩૦૦ થી વધુ વ્હીલચેર ક્રિકેટરો વચ્ચે જંગ જામશે. આ ટુર્નામેન્ટ માં ગુજરાત ની ટીમ નું પ્રતિનિધિત્વ પોરબંદર ના દિવ્યાંગ વ્હીલચેર ક્રિકેટર ભીમાભાઇ ખુંટી કરશે. આ ટુર્નામેન્ટ માં ભાગ લેવા માટે ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ ઉદયપુર જવા રવાના થઈ ચૂકી છે. આ ટુર્નામેન્ટ ૪ ડિસેમ્બર સુધી ચાલશે.
ભીમાભાઈ ખૂંટી એ જણાવ્યું હતું કે વ્હીલચેર ક્રિકેટના ઇતિહાસમાં પહેલીવાર ૧૬ રાજ્યની ટીમો અને 300 + વ્હીલચેર ક્રિકેટરો એકી સાથે એક જ જગ્યા રમવા જઈ રહ્યા છે. તે એક વિશ્વ રેકોર્ડ બની જશે. ત્યારે ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ નું પ્રતિનિધિત્વ કરવાની ફરી તક મળી છે તે ખુશી ની વાત છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ સારું પ્રદર્શન કરીને અવ્વલ નંબરની ટીમ બનશે તેવી આશા છે. વધુમાં જણાવ્યું હતું કે આ વખતે ત ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમમાં બે ફેરફાર કરવામાં આવ્યા છે. પારસ કુબાવત ની જગ્યાએ પ્રકાશ ડાંભલિયા ને લેવામાં આવ્યો છે. જ્યારે ચંદ્રસિંહ વસાવા ની જગ્યાએ અમદાવાદના અક્ષય શર્માનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ગુજરાતની વ્હીલચેર ક્રિકેટ ટીમ નીચે મુજબ છે.
(1) ભીમા ખૂંટી (કેપ્ટન) (2) મનહર સંગાડા (વાઇસ કેપ્ટન) (3) કલ્પેશ મકવાણા (4)સંજય બારીયા (વિકેટકીપર) (5) નિલેશ સોલંકી (6) અભેસિંહ રાવલ (7) ભાવેશ રાઠોડ (8) પ્રકાશ ડાંભલિયા (9) સંજય મકવાણા (10) અક્ષય શર્મા (11) પવન કુમાર (12) હરિત ગઢવી (13) લાલા મકવાણા.ચિરાગ મકવાણા (કોચ).