પોરબંદર સોની વેપારી મહામંડળ ના પ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી. જેમાં વર્તમાન પ્રમુખ જયંતભાઈ નાંઢા ની ૯૧ મતે જીત થઇ છે. તેઓની જીત માં ચેમ્બર પ્રમુખ ની જહેમતે મહત્વ નો ભાગ ભજવ્યો હતો.
પોરબંદર સોની વેપારી મહામંડળ ના પ્રમુખ તરીકે ત્રણ દાયકા થી મનુભાઈ રાણીંગા સેવા આપતા હતા. પરંતુ બે વર્ષ પૂર્વે તેઓએ ઉમર ના કારણે સ્વૈચ્છિક રાજીનામું આપતા પ્રમુખ ની ચૂંટણી યોજાઈ હતી. જેમાં નવા યુવા ચહેરા જયંતભાઈ નાંઢા (પ્રેમજી પ્રધાન થાપલાવાળા )ની જીત થઇ હતી. તેઓની બે વર્ષ ની મુદત પૂર્ણ થતા ચૂંટણી યોજાઈ હતી. જેમાં જયંતભાઈએ ફરી ઉમેદવારી નોંધાવી હતી. જયારે તેઓની સામે જીતેનભાઈ રાણીંગા એ ઉમેદવારી નોંધાવી હતી. તા ૧૯ ના રોજ મુકેશભાઈ ગોસલીયા, દિલિપભાઈ લોઢીયા, અરવિંદભાઈ પઠ ત્રણ અધ્યક્ષ ની ઉપસ્થિતિ માં ચૂંટણી યોજાઈ હતી.
ચૂંટણી માં 360 સભ્યમાંથી 351 સભ્યો એ મતદાન કર્યું હતું જેમાં 8 મત રિજેક્ટ થયા હતા અને 343 મતને માન્યતા અપાઈ હતી જેમાંથી જયંતભાઈ ને ૨૧૭ મત અને જીતેનભાઈ ને ૧૨૬ મત મળતા જયંતભાઈ ની ૯૧ મતે જીત થઇ હતી. તેઓની જીત માં સૌથી મહત્વ નો ભાગ ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જીગ્નેશભાઈ કારિયાની જહેમતે ભજવ્યો હતો. જયંતભાઈ એ વેપારીઓ ના તમામ પ્રશ્નો ના નિરાકરણ માટે સતત પ્રયત્નશીલ રહેવાનો કોલ આપ્યો હતો.
મહામંડળ ની કામગીરી
પોરબંદર માં સોની વેપારીઓનું ૩૬૦ સભ્યો નું મહામંડળ છે. જેમાં વેપારી નેં લગતા કોઈ પણ પ્રશ્નો હોય કે પછી રોજરોજ ભાવ ની વધઘટ થતી હોય કે જી એસ ટી ના પ્રશ્ન હોય આ તમામ નું નિરાકરણ કરવામાં આવતું હોય છે. અને જ્યારે પ્રશ્ન નું નિરાકરણ ન નીકળતું હોય ત્યારે વેપારી ની સૌથી મોટી સંસ્થા ચેમ્બર ઓફ કોમર્સ સાથે બેસી ચર્ચા કરી વેપારી ના હીત માં નિવારણ કરી કાર્ય કરવામાં આવતું હોય છે.
પ્રમુખે સૌનો આભાર માન્યો
જયંતભાઈ એ સૌનો આભાર માનતા જણાવ્યું હતું કે આ જીત મારી નથી મારાં અગાઉના ના પ્રમુખપદ માં મેં કરેલ કામ ની છે અને હજી આવતા 2 વર્ષ માં પણ આ ના કરતા પણ વધારે સારુ કામ કરી મારાં સમાજના વેપારીભાઈઓ નેં ક્યાય ધંધા માં મુશ્કલી પડવા નહી દેવામાં આવે. તેઓએ એવું પણ જણાવ્યું હતું કે હરીફ ઉમેદવાર જીતુભાઇ નેં જે 126 મત મળ્યા છે. જે મને લોકો એ નથી આપ્યા એ 126 વેપારીભાઈઓ નેં પણ મારાં થી શક્ય હોય એટલા કામ કરી તેઓની લાગણી પણ જીતી લઈશ. અને આ તકે એમને જીતાડવામાં મદદ કરનાર એમના મિત્ર અને ચેમ્બર ઓફ કોમર્સ ના પ્રમુખ જીજ્ઞેશભાઈ કારીયાનો ફરી પાછો ખાસ જાહેર માં આભાર માન્યો હતો. અને અન્ય મિત્રો એ તેઓને જીતાડવામાં મદદ કરેલ એ તમામ નૉ આભાર માન્યો હતો. અને વાલી સમિતિ તેમજ ચૂંટણી ના કામ માં મદદ કરનાર અધ્યક્ષ અને વેપારી નો અને મતદારો નો પણ આભાર માન્યો હતો.






