પોરબંદર માં બે દિવસના બાળક સાથે ઘરેથી કાઢી મૂકવામાં આવેલ પીડીતાનુ ૧૮૧ અભયમ ટીમે પતિ સાથે સુખદ સમાધાન કરાવ્યું હતું.
પોરબંદર શહેરમાંથી જાગૃત નાગરીકે ૧૮૧ માં ફોન કરી જણાવ્યું હતું કે કોઈ બહેનને નવજાત શિશુ સાથે ઘરેથી કાઢી મૂકવામાં આવી છે. તેને મદદની જરુર છે. જેથી તુરંત અભયમ ની ટીમના કાઉન્સેલર મીનાક્ષીબેન સોલંકી મહીલા પોલિસ કિરણબેન ને સાથે રાખી સ્થળ પર પહોંચી ગયા હતા. અને મહીલા ને હિમ્મત આપી કાઉન્સેલિંગ કરતા એવું જણાવ્યું હતું કે તેણે બે દિવસ પહેલા જ બાળક ને જન્મ આપ્યો હતો.
આવી પરિસ્થિતિમાં પણ પતિ ઝઘડો કરી માનસિક ત્રાસ આપે છે. તથા પતિ નશાની હાલતમાં આવી હેરાન ગતિ કરે છે. તથા ઘરમાં કે બાળક પર ધ્યાન આપતા ન હતા. પીડીતાએ પતિને થોડી વાર બાળકને રાખવા માટે કહેતા તે બાબતમાંથી પતિ પત્ની વચ્ચે ઝઘડો થતાં પતિ પીડિતાને કામે જવાનું અથવા તો ઘરેથી નીકળી જવાનું કહેતા પીડીતાને મન માં લાગી આવ્યું હતું. આથી તે બે દિવસનું બાળક લઈ ઘરેથી નીકળી પેરેડાઇઝ ફુવારા નજીક રસ્તા પર બેઠા હતા. તે જોઈ જાગૃત નાગરિકે 181 પર ફોન કર્યો હતો.
181 ટીમ પીડીતા અને બાળકને પતિના ઘરે લઈ જઈ પતિને બોલાવી કાઉન્સેલિગ કર્યું હતું. તથા કાયદાકીય માહિતી આપી હતી. અને નવજાત શિશુના ભવિષ્ય અને સલામતીની સમજણ આપી તેની જવાબદારીનું ભાન કરાવ્યું હતું. આથી પતિને તેની ભૂલનો પસ્તાવો થતા પીડીતા તથા 181 ટીમ પાસે માફી માંગી ભવિષ્યમાં આવો બનાવ નહિ બને તેની બાહેંધરી આપી હતી .
પતિ પત્નીને તેમના બાળકાે ના ભવિષ્ય વિશે સમજાવી આમ ઘરેથી ન નીકળી જવા તેમજ કોઈ પણ સમસ્યા ઉદભવે ત્યારે 181 મા ફોન કરી મદદ લેવા સલાહ આપેલ પીડીતા હાલ આગળ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવા માંગતા ન હોય પતિ સાથે જ રહેવા માંગતા હોય તેથી બંને પક્ષ વચ્ચે સુખદ સમાધાન કરી પીડીતા તથા બાળકની તમામ જવાબદારી તેના પતિને શોપવામાં આવેલ. આમ પતિ પત્ની વચ્ચે સુખદ સમાધાન થતા પરીવારનુ પુનઃમિલન થતા તેઓએ 181 ટીંનો ખુબ ખુબ આભાર વ્યકત કરેલ.