Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં આર્યસમાજના ૧૫૦માં સ્થાપના દિવસની ત્રિદિવસીય ઉજવણી સંપન્ન

વૈદિક સંસ્કૃતિના પ્રચાર-પ્રસાર માટે પોરબંદરમાં આઠ દાયકાઓથી અનેકવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર એવા પોરબંદરના આર્યસમાજ ખાતે તાજેતરમાં ત્રિદિવસીય વિવિધ કાર્યક્રમો દ્વારા ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

માનવમાત્રના સર્વાંગી વિકાસની પવિત્ર ભાવનાથી યુગ પ્રવર્તક મહર્ષિ દયાનંદ સરસ્વતીએ ઇ.સ. ૧૮૭૫ના રોજ મુંબઇમાં આર્યસમાજ જેવી મહાન સંસ્થાની સ્થાપના કરી હતી. પાછલા ૧૪૯ વર્ષમાં આર્યસમાજે સામાજિક, રાષ્ટ્રીય અને આધ્યાત્મિક ચેતના જગાવવાનું ભગીરથ કાર્ય કરેલ છે. જેનાથી પ્રત્યેક બુધ્ધિશાળી વ્યક્તિ પરિચિત છે. આર્યસમાજના સ્થાપનાને ૧૫૦ વર્ષ પૂરા કરીને ૧૫૧માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતા પોરબંદરના આર્યસમાજ ખાતે સ્થાપના દિવસની ઉજવણી નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતુ. પ્રારંભમાં આર્યસમાજના પ્રમુખ ધનજીભાઈ આર્યએ સમગ્ર દેશ મહર્ષિ દયાનંદ સરસ્વતીની ૨૦૦મી જન્મ જયંતીની ઉજવણી કરી રહ્યો છે ત્યારે તેના ભાગરૂપે આર્યસમાજની સ્થાપના મહર્ષિ દયાનંદ સરસ્વતીએ સને ઇ.સ. ૧૮૭૫માં કરી હતી, આથી આ આર્યસમાજની સ્થાપનાને ૧૫૦ વર્ષ થતા તેની ઉજવણી કરાઈ રહી છે. તેમ જણાવી સૌ મહાનુભાવોને શબ્દ કુમકુમ વડે આવકાર્યા હતા.

આર્યસમાજના ૧૫૦માં સ્થાપના દિવસ સમારોહમાં મુખ્ય વકતા તરીકે ઉપસ્થિત રહેલા આર્યસમાજ મંદિર દાદરી (નોઈડા) ઉત્તર પ્રદેશના ગૌરક્ષક સ્વામી શિવાનંદ સરસ્વતીએ ઉદ્બોધન કરતા જણાવ્યુ હતુ કે વિદુરનીતિમાં પાંચ વસ્તુની રક્ષા કરવા આપણો ધર્મ ગણાવ્યો છે. જેમાં આત્મરક્ષા, દેશની રક્ષા, ધર્મની રક્ષા, બહેનોની રક્ષા અને ગૌમાતાની રક્ષા છે. આઝાદી પૂર્વે આઝાદી પછીની ગૌરક્ષા અંગેની વિસ્તૃત છણાવટ કરી હતી. ગૌરક્ષા, ગોપાલન, ગૌસંવર્ધન, ગૌ આધારિત કૃષિ, પર્યાવરણ, આરોગ્યરક્ષા વર્તમાન સમયની તાતી જરૂરિયાત ગણાવી હતી. આ પ્રસંગે રાજસ્થાનથી ઉપસ્થિત રહેલા સ્વામી દેવાનંદ સરસ્વતીજીએ પ્રાસંગિક પ્રવચનમાં મહર્ષિ દયાનંદ સરસ્વતીના વિચારોએ દેશભક્તિ, નશામુક્તિ, શિક્ષણ સેવાનું મહાન કાર્ય કરીને દેશના વિકાસમાં મોટું યોગદાન આપ્યું છે. મુંબઇની આર્યસમાજએ વિશ્વ કલ્યાણની સંસ્થા છે. આથી યુવાપેઢી વૈદિક સંસ્કૃતિ આર્ય પરંપરાના પ્રચાર-પ્રસાર માટે આગળ આવવા આહવાન કર્યુ હતુ.

આર્યસમાજના સ્થાપના દિન નિમિત્તે દેશમાં શાંતિ, સમૃધ્ધિ માટે ત્રિ-દિવસીય બ્રહદયજ્ઞનું આયોજન કરવામાં આવ્યુ હતુ. પ્રથમ દિવસે આર્યસમાજના પ્રમુખ ધનજીભાઈ આર્યના યજમાનપદે યોજાયેલા આ યજ્ઞમાં સુરેશભાઈ જુંગી, હીરાલાલ ખોરાવા, ડો. રવિભાઈ સુરાણી, બીજા દિવસે આર્યસમાજના મંત્રી કાંતિલાલ જુંગીવાલાના યજમાનપદે દિલીપભાઈ જુંગી, ગગનભાઈ કુહાડા, કિશોરભાઈ બરિદુન, ત્રીજા દિવસે હરનારાયણસિંહના યજમાનપદે યોજાયેલા યજ્ઞમાં રવિભાઈ સિંધવ, કાંતિભાઈ મોદી ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિ-દિવસીય કાર્યક્રમમાં પંડિત ઋષિરાજ આર્ય અને તેની સંગીતની ટીમ સાથે સાંસ્કૃતિક જીવનને ઉદ્વગામી બનાવવાનો ઉપદેશ આપી ભજનો પ્રસ્તુત કરીને સૌને મંત્રમુગ્ધ બનાવ્યા હતા.

આ તકે ખારવાસમાજની દીકરીઓ માટે નિઃશુલ્ક આર્યસમાજન લગ્નવિધિનો પ્રારંભ કરનાર અને પોરબંદર પાયોનિયર અને રોટરી કલબના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવાની શહેરમાં વિવિધ કલ્યાણકારી સેવાની કદરરૂપે આર્યસમાજના ગૌરક્ષક સ્વામી શિવાનંદ સરસ્વતીના હસ્તે ઉષ્માવસ્ત્ર અને દયાનંદ સરસ્વતીના પુસ્તકો એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્યમહેમાન પદે જામનગર, સૌરાષ્ટ્ર આર્ય પ્રાદેશિક સભાના પ્રમુખ દીપકભાઈ જે. ઠક્કર, મંત્રી નરેન્દ્રભાઈ મહેતા, અતિથિ વિશેષ તરીકે ડો. વી.આર.ગોઢાણીયા બી.એડ. કોલેજના ડાયરેકટર અને કેળવણીકાર ડો. એ.આર. ભરડા, પોરબંદર પી.જી.વી.સી.એલ.ના નિવૃત્ત એન્જીનીયર આર.બી. ગોહેલ, પોરબંદર ડિફેન્સ કાઉન્સીલના સરકારી વકીલ નટવરલાલ જુંગી, આર્યસમાજ ઔષધાલીયના વૈદ ડો. છોટુભાઈ સુરાણી, ઓમકાર આરોગ્યાલયના ડો. રવિભાઈ સુરાણી, ભારતીય પ્રજ્ઞાચક્ષુ ગુરૂકુળના સેક્રેટરી કમલેશભાઈ ખોખરી, સિવિલ એન્જીનીયર સંજયભાઈ બાદરશાહી સહિત અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

સમગ્ર કાર્યક્રમનું સંચાલન આર્યસમાજના પ્રમુખ ધનજીભાઈ આર્યએ સંભાળ્યુ હતુ જ્યારે આભારવિધિ આર્યસમાજના મંત્રી કાંતિલાલ જુંગીવાલાએ કરી હતી. આ કાર્યક્રમમાં ડો. મુકેશભાઈ વ્યાસ, ધાંગધ્રાના આર્યસમાજના પ્રમુખ ભરતભાઈ સોનેગ્રા અને તેની કારોબારી સમિતિ, ખાગેશ્રીના અમૃતલાલ ઓધવજીભાઈ દાવડા, અને તલસીભાઈ, બાલુભાઈ ભુતિયા- ખાંભોદર, અરૂણભાઇ-ઉપલેટા, વામજાભાઈ અને પાલભાઈ- ધોરાજી, મોહનભાઈ પરમાર-કલાણા, સીવિલ વિભાગ- પોલિટેકનીક કોલેજ, ના નિવૃત પ્રિન્સીપાલ પી.વી. ગોહેલ, નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુનીલભાઈ ડી.ગોહેલ, નગરાલિકાના પૂર્વ કાઉન્સીલર ભરતભાઈ પી. મોદી, વિરજીભાઈ પરમાર, દિલીપભાઈ પોસ્તરીયા અને પ્રવિણભાઈ જુંગી- લોકોલેજ, સેવાકર્મી રમેશભાઈ દવે, રવિભાઇ સિંધવ, પ્રભુભાઇ ગજ્જર, શહેરના પ્રબુધ્ધ નાગરિકો, શાળા-કોલેજના આચાર્યો, શિક્ષકો, સમાજ શ્રેષ્ઠીઓ સહિત આર્યસમાજના ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આર્યસમાજના હોદેદારો સુરેશભાઈ જુંગી, નાથાલાલ લોઢારી, દિલીપભાઈ જુંગી, ગગનભાઈ કુહાડા તથા આર્યવીરો સહિતના હોદેદારોએ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળતા અપાવી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે