આદિત્યાણાની બંધ ફલોરમિલમાં થી ૪૪૭૦૦ નો મુદામાલ અને અન્ય કારખાનામાંથી ૨ કેરબા સહિત ૪૪૮૫૦ નો મુદામાલ ની ચોરી નો ભેદ રાણાવાવ પોલીસે ઉકેલીને આદિત્યાણાના જયેશ ઉર્ફે ગની દેવા મારૂ નામના શખ્સની ધરપકડ કરી છે.
રાણાવાવ પોલીસ સ્ટેશનમાં તા. ૧૪ -૨-૨૦૨૪ થી તા. ૧૮-૨-૨૪ દરમિયાન કોઇ શખ્શ આદિત્યાણામાં આવેલી અને બંધ હાલતમાં રહેલ ફલોરમીલ અને અન્ય કારખાનામાંથી .રૂ. ૪૪૮૫૦ ના મુદામાલની ચોરી કરી નાસી ગયો હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જે અન્વયે પી.એસ.આઇ એમ.એલ.આહીરની સુચના મુજબ અનડીટેકટ ગુનાની તપાસ દરમિયાન આદિત્યાણા ઓ.પી.પોલીસ હેડ કોન્સ્ટેબલ અલ્પેશ સી.રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ રામભાઇ નાગાભાઇ બાપોદરાને સંયુકત બાતમી મળી હતી કે ચોરી ના ગુનાનો આરોપી હાલ આદિત્યાણા ખાતે અબુભાઇની રેકડી પાસે ઉભો છે આથી પોલીસે તુરંત જ સ્થળ ઉપર તપાસ કરતા ચોરી કરનાર આદિત્યાણા ગામે જુના વણકરવાસમાં હોળી ચકલા પાસે રહેતો જયેશ ઉર્ફે ગની દેવાભાઇ મારૂ (ઉ.વ.૨૭) મળી આવ્યો હતો અને તેને પકડી ચોરીમાં ગયેલ તમામ મુદ્દામાલ સાથે પકડી વણશોધાયેલ ગુનો ડીટેકટ કરી અસરકારક કામગીરી કરી છે
આ કામગીરીમાં રાણાવાવના પી.એસ.આઈ.એમ.એલ.આહિર,હેડ કોન્સ્ટેબલ અલ્પેશ સી. રાઠોડ, બી.જે દાસા તથા પોલીસ કોન્સ્ટેબલ રામાભાઇ નાગાભાઇ બાપોદરા, સરમણ દેવાયતભાઇ તથા જયમલ સામતભાઇ વગેરે રોકાયેલ હતા.