રાણાવાવ માં ઘર ના સભ્યો ખેતરે કામ કરી રહ્યા હતા તે દરમ્યાન તસ્કરો એ સવા ત્રણ લાખ ના 8 તોલા સોનાના દાગીના ની ચોરી કરી હતી. જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાણાવાવ માં પાણી ના ટાંકા પાસે રહેતા નાગજણભાઇ ગીગાભાઈ ભુતીયા (ઉ.વ.૪૨)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે તથા ઘરના અન્ય સભ્યોને ખેતરમાં કામ કરવાનુ હોવાથી ઘરે તાળા મારી પોતે ખેતરમાં પાણી વારતો હતો. જયારે પત્ની સંતોકબેન તથા ભાઇ જખરાભાઇ તથા તેના પત્ની લીરીબેન ખેતરમાં જીરૂમાં નીદામણ કરતા હતા. તે દરમ્યાન દશેક વાગ્યે મકાન પાસે ખખડાટનો અવાજ આવતા તેઓ તુરંત ત્યાં દોડી ગયા હતા. અને જઈ ને જોયું તો ઘરના તાળા તૂટેલી હાલત માં હતા અને ઘર નો સામાન વેરવિખેર હાલત માં પડ્યો હતો.
આથી તેઓએ ખેતર માં કામ કરતા ઘર ના અન્ય સભ્યો ને પણ બોલાવ્યા હતા. અને કબાટ માં જોતા કબાટમાં રાખેલ સોનાના દાગીના જેમા 4 તોલા સોનાનો ચાંદલી
હાર,૩ તોલા સોનાનો સેટ,૧૨ ગ્રામ સોનાનો ચેઇન તથા ૨૨ ગ્રામ ની વીંટી મળી કુલ ૩,૨૫૦૦૦ ની કીમત ના 8 તોલા અને ૩ ગ્રામ સોનાના દાગીના ની ચોરી થઇ હતી. આથી આજુબાજુ ના લોકો ને જાણ કરતા તેઓ પણ દોડી આવ્યા હતા. અને પોલીસ ને પણ જાણ કરી હતી. અને કોઇ અજાણ્યા શખ્સો એ દશેક વાગ્યે ખેતરમાં પ્રવેશ કરી ચોરી કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.
તે દરમ્યાન પીપળીયા ગામના પાટીયા પાસે એક શંકાસ્પદ ઇસમ મળી આવેલ જેને ચેક કરતા તેના ખીસ્સામાંથી દાગીના મળી આવેલ જેથી મજકુર ઇસમને રાણાવાવ પોલીસ સ્ટેશન લઇ આવી યુક્તી પ્રયુક્તિ થી પુછપરછ કરતાં ગુન્હાની કબુલાત આપતો હોય જેથી ચોરી ગયેલ તમામ મુદામાલ સાથે આરોપીને ઉપરોકત ગુન્હાના કામે ચોરીમાં ગયેલ (૧) સોનાનો ચાંદલી હાર જેનુ વજન આશરે ૪ તોલા જેની આશરે કી.રૂ ૧,૫૦,૦૦૦/- (૨) ગળામાં પહેરવાનો સોનાનો સેટ આશરે વજન ૩ તોલા જેની આશરે કી.રૂા ૧,૧૫,૦૦૦/- (૩) ગળામાં પહેરવાનો ચેઇન જેનુ આશરે વજન ૧૨ ગ્રામ જેની કી.રૂા ૫૦,૦૦૦/- (૪) વીંટી નંગ-૧ જેનુ વજન આશરે ૨ ગ્રામ જેની કી.રૂા ૧૦,૦૦૦/- જે તમામ સોનાના દાગીના કુલ વજન ૮ તોલા ૪ ગ્રામ જેની અંદાજીત કુલ કિ.ણ.૩,૨૫,૦૦૦/- ના મુદામાલ સાથે પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
પકડાયેલ મુદામાલ :-
(૧) સોનાનો ચાંદલી હાર જેનુ વજન આશરે ૪ તોલા જેની આશરે કી.રૂ ૧,૫૦,૦૦૦/- (૨) ગળામાં પહેરવાનો સોનાનો સેટ આશરે વજન ૩ તોલા જેની આશરે કી.રૂા ૧,૧૫,૦૦૦/-
(૩) ગળામાં પહેરવાનો ચેઇન જેનુ આશરે વજન ૧૨ ગ્રામ જેની કી.રૂા ૫૦,૦૦૦/- (૪) વીંટી નંગ-૧ જેનુ વજન આશરે ૨ ગ્રામ જેની કી.રૂા ૧૦,૦૦૦/-
કુલ કિ.રૂા.૩,૨૫,૦૦૦/-
આરોપી :-
(૧) રાહુલ ભીખાભાઇ વાઘેલા ઉવ.૧૯ રહે.હાલ ચોપાટી હાથીવારા ગ્રાઉન્ડ પોરબંદર મુળ સાત રસ્તા જામનગર કામગીરી કરનાર અધિકારી/કર્મચારીઓ :-
આ કામગીરીમા રાણાવાવ PSI પી.ડીજાદવ HC જે.પી.મોઢવાડીયા તથા આર.બી.ડાંગર તથા વિ.એન.ભુતીયા તથા બી.જે.દાસા તથા PC હિમાંશુ વાલાભાઇ તથા સંજય વાલાભાઇ તથા સરમણ દેવાયતભાઇ તથા અરજન કારાભાઇ વિગેરે રોકાયેલ હતા.