પોરબંદર ના ગોસા ઘેડ ગામે તલાટીમંત્રી તરીકે ફરજ બજાવતા યુવાન ને કેબીસી માં તક મળતા આજે મંગળવારે તે બચ્ચન સામે હોટ સીટ પર બેસી પોતાના નોલેજ ને રજુ કરશે.
પોરબંદર ના વાડી પ્લોટ શેરી નં ૫માં રહેતા અને ગોસા-ઘેડ ગામે તલાટીમંત્રી તરીકે ફરજ બજાવતા મિલનસિંહ પ્રધ્યુમ્નસિંહ જેઠવા નામના ૨૬ વર્ષીય યુવાન ને કેબીસી માં જવાની તક મળી હતી. જેમાં તેણે સવાલો ના સાચા જવાબ આપતા બચ્ચન સામે હોટ સીટ પર બેસી પોતાનું નોલેજ દર્શાવવાની પણ તક મળી છે. અને સોમવારે તે એપિસોડ નું શુટીંગ કરવામાં આવ્યુ છે.
આજે મંગળવારે તે એપિસોડ નું પ્રસારણ થશે. જેમાં તેણે અમિતાભ બચ્ચન સામે હોટસીટ પર બેસીને પોતાના જ્ઞાન નું પ્રદર્શન કરશે. શહેર નો યુવાન કેબીસી માં બચ્ચન સામે હોટ સીટ પર બેસવાની વાત વાયુવેગે પ્રસરી જતા શહેરીજનો માં પણ ખુશી જોવા મળે છે. તેના મિત્રવર્તુળે જણાવ્યું હતું કે મિલનસિંહ છેલ્લા ૬ વર્ષ થી કેબીસી માં બચ્ચન સામે હોટ સીટ પર બેસવા પ્રયત્ન કરતા હતા. જે સ્વપ્ન અંતે સાકાર થયું છે.
ઉલ્લેખનીય છે કે કેબીસી એ હમેશા શહેર અને ગ્રામ્ય વિસ્તાર માં આકર્ષણ નું કેન્દ્ર રહ્યું છે. પાંચેક માસ અગાઉ પોરબંદર ના શીશલી ગામ ની ખેડૂત પુત્રી જયાબેન ઓડેદરા એ પણ બચ્ચન સામે હોટ સીટ પર બેસી ૨૫ લાખ ની રકમ જીતી હતી. ત્યારે વધુ એક યુવાન ને તક મળતા અભિનંદન વર્ષા થઇ રહી છે.