Sunday, September 8, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં રીક્ષા હડફેટે વૃદ્ધ ના મોત મામલે રીક્ષામાં બોગસ નંબર પ્લેટનું કૌભાંડ સામે આવ્યું

પોરબંદરના લકડી બંદર રોડ પર બે મહિના પહેલા સાયકલ સવાર વૃદ્ધનું રીક્ષા હડફેટે મોત થયું હતું. જેમાં પોલીસે રીક્ષાચાલકની અટકાયત કરતા રીક્ષા ની બોગસ નંબર પ્લેટ હોવાનું સામે આવતા પોલીસે જાતે ફરીયાદી બની ગુન્હો નોંધ્યો છે.

પોરબંદરના લકડી બંદર પુલ પરથી બે માસ પૂર્વે સાયકલ લઈને પસાર થતા અર્જુનભાઈ ઉર્ફે અરજનભાઈ ગિરનારી નામના વૃદ્ધ ને અજાણ્યા વાહનચાલકે હડફેટે લઇ મોત નીપજાવ્યું હતું. જે મામલે મૃતકના પુત્ર વિજયે ફરિયાદ નોંધાવી હતી. જે બનાવ માં અજાણ્યું વાહન રીક્ષા હોવાનું અને તેમાં બોગસ નંબર પ્લેટ હોવાનું સામે આવ્યું છે. આથી હાર્બર મરીન પોલીસ સ્ટેશનના પી આઈ એસ.ડી.સાળુંકે એ જાતે ફરીયાદી બની ફરીયાદ નોંધાવી છે.

જેમાં જણાવ્યું છે કે અકસ્માતે મોત ના બનાવ માં સી.સી.ટી.વી.ફુટેજના આધારે તપાસ હાથ ધરવામાં આવતા છકડો રીક્ષા નં-જી.જે.૧૦.વી.૪૧૮૧ ના ચાલકે અકસ્માત સર્જ્યો હોવાનું અને આ રીક્ષા કોડીનારના સિંધાજ ગામનો રવિ ઉકા ચાવડા ચલાવતો હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે રવિની પાસે રીક્ષા ના રજીસ્ટ્રેશનના કાગળો અને આર.સી.બુકની માંગણી કરતા તે રજુ કરી શક્યો ન હતો. આથી પોલીસે વધુ તપાસ કરતા આ રીક્ષા શહીદ ચોક માં રહેતા નરશી બાબુ મસાણીએ દસ વર્ષ પહેલા ખરીદી હોવાનું સામે આવ્યું હતું. આથી પોલીસે તપાસ કરતા ત્રણ વર્ષ પહેલા નરશીને પેરાલીસીસનો હુમલો આવ્યો હોવાથી તે બિમાર હોવાનું વ્હીલચેર ઉપર હોવાનું સામે આવ્યું હતું. આથી ગુન્હામાં જરૂરી પુરાવા મેળવવા પોલીસે છકડો રીક્ષાના નંબર તથા અસલ માલિકની માહીતી મેળવવા આર.ટી.ઓ.કચેરીને રીપોર્ટ કરતા આર.ટી.ઓ.દ્વારા એવી માહિતી અપાઈ હતી કે જે નંબર અપાયા છે. તે છકડો રીક્ષાના માલિક કલ્યાણપુરના નગડીયા ગામના સુખુભા ટપુભા જાડેજા છે.

આથી પોલીસે સુખુભાનું નિવેદન લેતા તેમણે એવું જણાવ્યું હતુ કે તે છકડો રીક્ષા તેઓએ કલ્યાણપુરના જયેશ જાનકીદાસ અગ્રાવત પાસેથી તા.૭-૯-૨૦૦૬ ના વેચાણથી લીધી હતી. અને હાલમાં પણ એ છકડો રીક્ષા પોતે જ ચલાવે છે. અને એ રીક્ષા પોતાના ઘરે છે. તેમ જણાવ્યું હતુ આથી પોલીસ ચોંકી ઉઠી હતી. અને સુખુભાને પોલીસ સ્ટેશન ખાતે અકસ્માત સર્જનાર છકડો રીક્ષા બતાવતા એ રીક્ષા પોતાની ન હોવાનું જણાવ્યું હતુ. આથી પોલીસે રીક્ષાના હાલના માલિક નરશી બાબુ મસાણી સામે ફરિયાદ નોંધી છે. જેમાં એવું પણ જણાવ્યું છે કે નરશી અથવા અન્ય કોઈ વ્યક્તિએ પોતાનો ગુન્હાહિત ઈરાદો પાર પાડવા માટે અન્ય છકડો રીક્ષાના રજીસ્ટ્રેશન નંબરનો દુર ઉપયોગ કરીને પોતાની છકડો રીક્ષામાં એ નંબરનો ઉપયોગ કરી રીક્ષાના ચેસીસ અને એન્જીન નંબરનો કોઈપણ રીતે નાશ કરી સરકાર દ્વારા આપવામાં આવેલી સરકારી રજીસ્ટ્રેશન નંબર પ્લેટ જેને સરકારી દસ્તાવેજ ગણી શકાય તે કાઢી નાખી,નાશ કરી અન્ય બનાવટી તથા બોગસ ખોટી નંબર પ્લેટનો ઉપયોગ કરી સુખુભા ટપુભા જાડેજાની પ્રતિષ્ઠાને હાનિ પહોચે તેમ રજીસ્ટ્રેશન નંબર બનાવડાવી ગુન્હો આચરેલ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે