પોરબંદર શહેરના વિકાસમાં રઘુવંશી સમાજનું અનેરૂ યોગદાન રહેલું છે. રઘુવંશી સમાજની માતૃસંસ્થા લોહાણા મહાજન માં પૂર્વ ધારાસભ્ય વસનજી ખેરાજ ઠકરાર અને શશીકાંતભાઇ લાખાણી સહિતના શ્રેષ્ઠીઓએ સુકાન સંભાળેલ છે. લોહાણા મહાજનની ‘ભાણજી લવજી લોહાણા મહાજનવાડી’ સૌરાષ્ટ્રભરમાં સૌથી વિશાળ જગ્યા ધરાવતી વાડી છે. જેમાં એક સાથે પાંચ લગ્નપ્રસંગો થઇ શકતા. અંદાજે ૧૦૦ વર્ષ જૂની આ મિલ્કતમાં નવીનીકરણ કરવાનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. પરંતુ ખૂબ મોટું એસ્ટીમેટ બનતા નવીનીકરણ ‘મોડીફીકેશન’ સાથે જુના બિલ્ડીંગની ભવ્યતા યથાવત રાખી માત્ર સુવિધાપૂર્ણ કેમ થઇ શકે તેના પર ધ્યાન આપી કામ શરુ કરવામાં આવ્યું હતું,લગભગ ૧૦ માસની જહેમત બાદ દાતાઓએ ઉદાર હાથે આપેલ સહયોગના કારણે ૧.૫૦ કરોડના ખર્ચના અંદાજ સાથે પૂરજોશથી આ કાર્ય ચાલી રહ્યું છે. તેવું લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઇ કારીયા અને માનદ મંત્રી રાજેશભાઇ લાખાણીએ જણાવ્યું છે.
અનેક દાતાઓ નો ઉમદા સહયોગ
ભાણજી લવજી લોહાણા મહાજનવાડીને દોઢ કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધા સભર બનાવવાની કામગીરીમાં અનેક દાતાઓનો સહકાર મળ્યો છે.જેમાં કલ્પેશભાઇ પલાણ પરિવાર દ્વારા ૧૫ લાખ , પદુભાઇ રાયચુરા પરિવાર દ્વારા ૧૧,૧૧,૧૧૧, ધીરૂભાઇ અમલાણી પરિવાર દ્વારા ૧૧,૧૧,૧૧૧રૂા., લખુભાઇ પાબારી પરિવાર દ્વારા ૧૧,૧૧,૧૧૧રૂ।, જમનભાઇ વિઠલાણી પરિવાર દ્વારા ૧૧,૧૧,૧૧૧ રૂા., હરીશ મદલાણી પરિવાર દ્વારા ૧૧,૧૧,૧૧૧ રૂા., અમુભાઇ કોટેચા પરિવાર દ્વારા ૭,૫૧,૦૦૦ રૂ।., ભરતભાઇ માખેચા પરિવાર દ્વારા ૭,૫૧,૦૦૦રૂ।, હરીશભાઇ મદલાણી પરિવાર દ્વારા ૫,૫૧,૦૦૦ રૂા., હસુભાઇ લુક્કા પરિવાર દ્વારા ૫,૫૧,૦૦૦ નો સહકાર મળ્યો હોવાનું જણાવાયું છે.
મોહનભાઇ કોટેચાવાડીનું કામ જોઇને દાતાઓ સ્વેચ્છાએ આવી રહયા છે. સહકાર માટે આગળ
પોરબંદર લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઇ કારીયા અને માનદ મંત્રી રાજેશભાઇ લાખાણીએ જણાવ્યું હતું કે તાજાવાલા લોહાણા મહાજનવાડીનું નવીનીકરણ કરીને મોહનભાઇ કોટેચા વાડીમાં ચાર કરોડના ખર્ચે પરિવર્તિત કરી છે. તે કામગીરી જોઇને જ્ઞાતિ પ્રત્યે સમર્પિત અને લાગણી ધરાવતા દાતાઓ ભાણજી લવજી લોહાણા મહાજનવાડીના નવીનીકરણમાં સ્વેચ્છાએ આગળ આવી રહ્યા છે. અને પૂરતા પ્રમાણમાં સહકાર આપી રહ્યા છે. ત્યારે અમને અપેક્ષા છેકે સહુના સહયોગથી અમે આ પ્રોજેકટને પણ ખૂબ સારી રીતે પૂર્ણ કરશું તેવી સમાજને ખાત્રી આપીએ છીએ.
શહેર ના વિકાસ માં રઘુવંશીઓ નું અનેરું યોગદાન
પોરબંદર શહેરમાં વસ્તીની દ્રષ્ટિએ ખૂબ મોટા પ્રમાણમાં લોહાણા-રઘુવંશી સમાજ વસવાટ કરે છે અને આ શહેરના વિકાસમાં રઘુવંશી સમાજનું અનેરૂ યોગદાન રહેલું છે. શેઠ નાનજી કાલીદાસ મહેતા હોય કે રાજરત્ન શેઠ ભાણજી લવજી ઘીવાલા હોય કે તાજાવાલા પરિવારની વાત હોય, શિક્ષણ, આરોગ્ય અને સમાજસેવાના સ્તંભ રૂપે અનેક પ્રકારે રઘુવંશી સમાજ શહેરને ઉપયોગી થયેલ છે.
મહાજન પ્રમુખ તરીકે પણ અનેક શ્રેષ્ઠીઓ એ સુકાન સંભાળ્યું
રઘુવંશી સમાજની માતૃસંસ્થા એટલે પોરબંદર લોહાણા મહાજન.આ સંસ્થામાં પૂર્વ ધારાસભ્ય વસનજી ખેરાજ ઠકરાર અને શશીકાંતભાઇ લાખાણી સહિતના શ્રેષ્ઠીઓએ સુકાન સંભાળેલ છે અને જ્ઞાતિવિકાસના અને કાર્યો સમયને અનુરૂપ થયા છે. રઘુવંશી સમાજના મુક જ્ઞાતિસેવક વજુકાકા-વજુભાઇ કારીયાએ પોતાના જીવનના અમુલ્ય ૨૫ વર્ષથી વધુ સમય સંસ્થા અને સમાજ માટે વ્યતિત કરેલ છે. ત્યારબાદ સમગ્ર દેશ અને અનેક સંસ્થાઓમાં યુવાનો સક્રિય થવા લાગ્યા અને પોતાની આવડત અને સમયને અનુરૂપ બદલાવનો લાભ સમાજને કઇ રીતે મળે તે માટે પ્રયત્નશીલ થયા
તાજાવાલા વાડી નું 4 કરોડ ના ખર્ચે થયું હતું નવનિર્માણ
પોરબંદર લોહાણા મહાજનમાં સંજયભાઇ કારીયાએ વર્ષ ૨૦૧૦થી જવાબદારીઓ સંભાળી અને ધીમે ધીમે સંસ્થાની દિશા અને દશામાં બદલાવ આવવાના શરૂ થયા. પોરબંદર લોહાણા મહાજનની ‘તાજાવાલા મહાજનવાડી’ નામે ઓળખાતી મિલ્કતમાં નવીનીકરણનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો અને જોતજોતામાં જ્ઞાતિશ્રેષ્ઠીઓના શ્રેષ્ઠ અનુદાન થકી ૪ કરોડથી પણ વધુ રકમ સાથે આ ભવ્ય સંકુલ નિર્માણ પામ્યુ અને આજે શહેરની પ્રથમ પસંદગી બની ગઈ છે પરંતુ કદાચ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતમાં કોઇ જગ્યાએ ન હોય તેવી સુવિધાપૂર્ણ જ્ઞાતિની વાડીમાં ગણતરી થવા લાગી. મહાજન પ્રમુખ સંજયભાઇ કારીયા, માનદમંત્રી રાજુભાઇ લાખાણી તેમજ સમગ્ર ટ્રસ્ટી મંડળની મહેનત રંગ લાવી હતી.
વિદ્યાર્થીઓ ને સ્કોલરશીપ ની મદદ
સંસ્થાની આર્થિક સ્થિતિમાં ઉતરોતર સુધારો થતા તે રકમનો સદુપયોગ શિક્ષણક્ષેત્રમાં થવા લાગ્યો, આર્થિક નબળા પરિવારોને આ સમયગાળામાં મહાપરિષદના માધ્યમથી ૩૫ લાખ જેવી માતબર સ્કોલરશીપ મળી જેમાં ૩૩% હિસ્સો પોરબંદર લોહાણા મહાજન દ્વારા આપવામાં આવેલ. ત્યારબાદ સ્થાનિક ઉચ્ચ અભ્યાસ માટે વગર વ્યાજે લોન સ્વરૂપે સ્કોલરશીપ બે વર્ષથી આપવાનું શરુ કરવામાં આવતા અનેક પરિવારો પગભર થશે તેવો આશાવાદ છે.









