પોરબંદર પાલિકા દ્વારા જુબેલી બોખીરા વિસ્તાર માં વધુ ૫ કોમર્શીયલ મિલ્કત સીલ કરાઈ છે.અગાઉ સીલ કરાયેલ મિલકતો આગામી સમય માં ટાંચ માં લઇ હરરાજી કરવામાં આવશે. અને બાકી નીકળતો વેરો વસુલ કરવામાં આવશે. તેવું પણ પાલિકા દ્વારા જાહેર કરાયું છે.
પોરબંદર પાલિકા દ્વારા વેરા વસુલાત કડક બનાવવામાં આવી છે અગાઉ ૧૫ કોમર્શીયલ અને ૫ રહેણાંક મિલકતો સીલ કર્યા બાદ આજે પાલિકા ના ઇન્ચાર્જ ટેક્સ ઇન્સ્પેકટર વિપુલભાઈ ભટ્ટ અને તેની ટીમે જુબેલી અને બોખીરા વિસ્તાર માં ૪ દુકાન અને એક હોલ મળી ૫ કોમર્શીયલ મિલ્કત સીલ કરી છે આ મિલ્કત નો રૂ ૪.૩૦ લાખનો વેરો લાંબા સમય થી બાકી હોવાનું પાલિકા એ જણાવ્યું હતું એ સિવાય ૨ રહેણાંક મિલકત ના ૭૨ હજાર બાકી હોવાથી પાલિકા ની ટીમ ત્યાં પણ સીલ મારવા દોડી ગઈ હતી. આથી બન્ને મિલકત ધારકો એ સ્થળ પર જ વેરા ની રકમ ભરી આપતા સીલ કરવામાં આવી ન હતી અત્યાર સુધી માં જે મિલ્કતો ના સીલ લાગ્યા છે તેમાં અને મિલ્કતો એવી છે. જે ઘણા સમય થી સીલ હોવા છતાં તેના માલિકો દ્વારા વેરો ભરવામાં આવ્યો નથી આથી આવી મિલકતો ટાંચ માં લઇ ને પણ વેરો વસુલ કરવામાં આવશે તેવું પાલિકા ના ચીફ ઓફિસર મનન ચતુર્વેદી એ જણાવ્યું છે.