પોરબંદરની શ્રીનાથજી ની હવેલી એટલે વૈષ્ણવોનું આસ્થાનું પ્રતિક સમાન છે. અને રોજેરોજ ઉજવાતા મનોરથોમાં પોરબંદરના વૈષ્ણવો દર્શનનો લાવો લેતા હોય છે. ત્યારે ૫૦ વર્ષ પછી ફરી પોરબંદરની શ્રીનાથજી ની હવેલીમાં નિકુંજનાયક શ્રીજી બાવાના પરમ અનુગ્રહ અને વલ્લભકુલ શિરોમણી ગૌસ્વામી ૧૦૮ તિલકાયીત શ્રી શ્રીઈન્દ્રદમનજી (રાકેશકુમારજી) મહારાજશ્રીની આજ્ઞા અને આશિર્વાદ તથા ૧૦૫ ગૌસ્વામિ ચિ.શ્રી ભૂપેશકુમારજી (વિશાલ બાવા) સાહેબની પ્રેરણા અને આશિર્વાદ થી તાજેતરમાં જ રાજકોટમાં પણ શ્રીનાથજીના ધજાજીની પધરામણી થયેલી હોય ત્યારે મોટો ઉત્સવ ઉજવવામાં આવેલો હોય
ત્યારે પોરબંદરમાં પણ તા.૨૯/૦૧/૨૦૨૫ ને બુધવાર અને મોની અમાસ ના દિવસે બપોરના ૪-૦૦ થી ૬-૦૦ આ ધજાજીની પધરામણી થવાની હોય અને પોરબંદર ના વૈષ્ણવો ને આ ધજાજીના દર્શનનો લાવો મળવાનો હોય ત્યારે તેમજ તે સમયે ” ભોગ આરતી ” પણ થવાની હોય અને તે રીતે પોરબંદર ના વૈષ્ણવો ને આ અનેરા મનોરથમાં દર્શને પધારવા પોરબંદર હવેલીના અધિકારી જીવનભાઈ રાઠોડ તથા મુખ્યાજી પ્રકાશભાઈ ઠાકર તથા પાર્થ ઠાકર તથા દેવલ ઠાકર દ્રારા વૈષ્ણવોને આ અનેરા અવસરે ધજાજીના દર્શન કરવા પધારવા નિમંત્રીત કરેલ છે.
ધ્વજાજી ની પધરામણી ને લઇ ને વૈષ્ણવો માં હરખ ની હેલી જોવા મળે છે.


