Friday, June 6, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પીપળીયા ગામે નશાખોર તોફાન કરતો હોવાનો પોલીસને ફોન કરનાર પણ ડમડમ હાલતમાં મળી આવ્યો

પીપળીયા ગામે એક શખ્સ નશાની હાલતમાં તોફાન કરતો હોવાનો ફોન આવતા પોલીસ દોડી જઈ તપાસ હાથ ધરતા ફોન કરનાર પણ ડમડમ હાલતમાં મળી આવ્યો હતો આથી પોલીસે તેની પણ ધરપકડ કરી હતી.

રાણાવાવ પોલીસમથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા સંદિપ રાજદેભાઈ કરંગીયા એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ પી.એસ.ઓ. બી.એલ.જાડેજાએ તેઓને પોલીસ કંટ્રોલરૂમની વર્ધીના આધારે પીપળીયા ગામે ભીમા અરજન બાપોદરા નામનો શખ્સ દારૂ પીને તોફાન કરતો હોવાથી તેથી તાત્કાલિક પકડવાની સુચના આપતા સંદિપ તુરંત પીપળીયા ગામે દોડી ગયો હતો. અને ભીમા બાપોદરા નશાની હાલતમાં મળી આવતા તેની ધરપકડ કરી હતી પરંતુ પોલીસ કંટ્રોલરૂમમાં માહિતી આપી વર્ધી લખાવનાર દેવશી રામા દાસા પોતે પણ નશાની હાલતમાં હોવાનું સામે આવતા પોલીસે તેની સામે પણ ગુન્હો નોંધી ધરપકડ કરી હતી. નાના એવા પીપળીયા ગામે આ બનાવે ચર્ચા જગાવી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે