Wednesday, August 17, 2022

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરની આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ના નવનિર્મિત બાળ વિભાગનું લોકાર્પણ કરાયું

પોરબંદરમાં ત્રણ દાયકો ઓથી બાળ આરોગ્ય શ્રેત્રે જેમની અનન્ય સેવા રહી છે તેવા પોરબંદર ના શ્રી અશ્વિન ભરાણીયા ચેરીટેબલ ફાઉન્ડેશન સંચાલીત પોરબંદરની આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ના નવનિર્મિત મુખ્ય દાતાઓના લાખો રૂપિયાનો ખર્ચ તૌયાર થયેલ બાળ વિભાગનું લોકાર્પણના કાર્યક્રમનું આયોજન કરવામાં આપેલ હતું

પોરબંદરણી આશા ચિલ્ડ્રન હોસ્પિટલની સામે આવેલ સાગર સંસ્કાર હોલ ખાતે યોજાયેલા આ બાળ વિભાગ ના લોકાર્પણ કાર્યક્રમમાં અતિથી વિશેષ તરીકે પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વસંતકુમાર બાવાશ્રી, શાસ્ત્રી સ્વામી પૂજ્ય ભાનુપ્રકાશજી, ટ્રસ્ટના પ્રમુખ રસીકભાઈ ભરાણીયા, શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા,પોરબંદર રોટરી ક્લબના પ્રમુખ પૂર્ણેશ જૈન, આઈ.એમ.એ. ના પ્રમુખ ડો. કૌશિક પરમાર, જાણીતા તબીબી ડો. સુરેશ ગાંધી, જાણીતા ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરા, સમાજ શ્રેષ્ઠી હરસુખભાઈ બુધ્ધદેવ, ડીસ્ટ્રીકટ ચેમ્બરના પ્રમુખ અનીલભાઈ કારીયા, ચેમ્બરના પ્રમુખ જીગ્નેશભાઈ કારીયા, ટ્રસ્ટી વિજયભાઈ ભરાણીયા,કેતનભાઈ ભરાણીયા, દિનેશભાઈ ભરાણીયા,ભાવિનભાઈ ભરાણીયા,કિષ્નાબેન ભરાણીયા સહિતના મહાનુ ભાવો ઉપસ્થિત રહયા હતા

પ્રારંભમાં ટ્રસ્ટનાં ટ્રસ્ટી વિજયભાઈ ભરાણીયા ચોત્રીસ વર્ષની આરોગ્ય યાત્રા વર્ણવીને શહેરની રોટરી ક્લબ સહીત ના મુખ્ય દાતાઓ ના સહયોગ થકી આ સેવાયજ્ઞ ને બળ મળ્યું છે તેનો આનંદ વ્યક્ત કરી સૌ મહાનુ ભાવોને શબ્દ કુમકુમ વડે આવકાર્યો હતા.

’દુઃખી જીવને મદદ કરવા લંબાયેલ એક હાથ, પ્રાર્થના માટે જોડાયેલ બે હાથ કરતા વધુ પુણ્યશાળી છે’’ ના સદ્ વિચારે સાથે સંસ્થાના સંસ્થાપક સ્વ શ્રી અશ્વિન ભરાણીયાએ ૨૮.૧૦.૧૯૮૬ ના રોજ સંસ્થાની સ્થાપના કરી હતી આ હોસ્પિટલ ચોત્રીસમાં વર્ષમાં પ્રવેશે ત્યારે હોસ્પિટલમાં એન.આઈ.સી.યુ. તથા પી.આઈ.સી.યુ સુવિધા હતી તેમાં અત્યાધુનિક ઉપકરણો સાથે આ હોસ્પિટલ પ્રથમ અને બીજા માળે તૈયાર થયેલ બાળ વિભાગ નું લોકાર્પણ કાર્યક્રમ મંગલ દીપ પ્રગટાવી ને ખુલ્લું મુકતા પોરબંદરનાં પરમ પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વસંતકુમાર મહોદયે બાળ કલ્યાણ રૂ|. એક લાખ એક હજારનું અનુદાનની જાહેરાત કરી હતી બાદ આશિર્વચન પાઠવતા પોરબંદર શહેર ના અને વિદેશના દાતાઓની દાતારીને બિરદાવતા જણાવ્યું હતું કે બાળ આરોગ્ય ને પ્રાધાન્ય આપવા ટ્રસ્ટીઓ એ વિશેષ લક્ષ્ય સેવ્યું છે. જનતાની સુખાકારી સર્વોપરી છે પોરબંદરના સેવા ભાવી દાતાઓ એ સંવેદના અને માનવતાના ગુણો કેળવ્યા છે જેનું ઉતમ ઉદાહરણ આ આશા હોસ્પિટલ છે કમાવું અને સમાજના હિતાર્થ દાન કરવું એ પોરબંદર ના શ્રેષ્ઠીઓ ની તાશીર રહી છે.માનવ સેવાની જ્યોતને વધુ પ્રજવલિત બનાવીએ તેવા આશિર્વચનો પાઠવ્યા હતા.

આ પ્રસંગે સ્વામી ભાનુપ્રકાશદાસજી એ જણાવ્યું હતું કે સ્વ અશ્વિન ભરાણીયાએ વર્ષો પહેલા સેવેલું સ્વપ્ન લાખો બાળકોના સ્વાસ્થ્ય જીવનમાં સેવાયજ્ઞ બન્યો છે તેની પાછળ ભરાણીયા પરિવારની પ્રતિબધ્ધતા રહેલી છે. તેથી આજે અત્યાધુનિક ઉપકરણો થી આ બાળ હોસ્પિટલ સર્વ શ્રેષ્ઠ બની છે બાળકોની વેદના પ્રત્યે દાતાઓની જયારે સંવેદના પ્રગટે છે ત્યારે આવા સદકાર્યો થાય છે.

આ પ્રસંગે ટ્રસ્ટના પ્રમુખ રસીકભાઈ ભરાણીયા એ આ પ્રોજેક્ટના મુખ્ય દાતાઓની સાથે રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા એન.આઈ.સી.યુ. ઈન્સ્ટુમેન્ટ માટે આપેલ ૩૨ લાખના અનુદાન આપીને આં માનવ સેવા યજ્ઞમાં જોડવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. ટ્રસ્ટી કેતનભાઈ ભરાણીયા એ ભાવ અભિવ્યક્તિ દર્શાવતા જણાવ્યું કે દાતાઓ ના મળેલ દાનને અમો એળે નહી જવા દઈ કારણકે દ્વારકાનો કાળીયો ઠાકોર અલગ – અલગ રૂપમાં માધ્યમથી આ બાળ દર્દીઓના વહારે આવ્યો છે. તેમણે દાતાઓ અને હોસ્પિટલના સેવા કર્મી આશિષભાઈ થાનકી મેનેજર તથા તેમની ટીમ થકી આ હોસ્પિટલ દીપી છે. તેનો આનંદ વ્યક્ત કર્યો હતો.

જાણીતા ઉદ્યોગપતિ પદુભાઇ રાયચુરા,રોટરી કલબના પ્રોજેક્ટ ડાયરેક્ટર હર્ષિતભાઈ રૂઘાણી અને સમાજના શ્રેષ્ઠી હરસુખભાઇ બુધ્ધદેવ હોસ્પિટલ સાથે સંસ્મરણો વાગોળી આ સેવાયજ્ઞમાં ઉપયોગી થવાની તત્પરતા દર્શાવી હતી તેના પ્રતિભાવ વિવિધ દાતાઓએ દાનની સરવાણી વહેતી મુકતા સૌ ભાવ વિભોર બની ગયા હતા

સંસ્થાને વધુ સુવિધાસભર બનાવવાનું શ્રેય જેમને જાય છે એવા દાતાઓ શ્રીઓના હસ્તે અન્ય રૂમોનું લોકાર્પણ કરવામાં આવેલ હતું આં તકે આ પ્રોજેક્ટના મુખ્ય દાતાઓનું મહાનુ ભાવો ના હસ્તે સન્માન પત્ર એનાયત કરી સન્માનિત કરાયા હતા

આ સેવાયજ્ઞમાં મુખ્ય દાતાઓને ઉમદા સહયોગ મળ્યો હતો જેમાં ધીરૂભાઈ અમૃતલાલ અમલાણી (બરોડા) ૨૫,૦૦,૦૦૦, ગિરીશકુમાર લીંબાભાઈ ચોવટીયા (અમી ઓગનીકસ – બરોડા) ૨૫,૦૦,૦૦૦, હંસાબેન અને વિમલભાઈ પાઉં (લંડન) ૧૧,૦૦,૦૦૦, ઓરા ફાર્માસ્યુટિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ (સલીમભાઈ રાણાવાવ) ૧૧,૦૦,૦૦૦,અમૃતલાલ વૃંદાવન કોટેચા અને શ્રીમતી ઉષાબેન અમૃતલાલ કોટેચા (ઓસ્ટ્રેલિયા) ૫,૫૧,૦૦૦, સ્વ. શીવદતરાય એમ. કસેરા (ચુરૂ) રાજસ્થાન ૫,૦૦,૦૦૦, દિપકભાઈ દયાળજીભાઈ જટાણીયા (લંડન) ૧૧,૦૦,૦૦૦,પ્રભુદાસભાઈ રૂગનાથ માણેક અને ભાનુબેન પ્રભુદાસભાઈ માણેક (લંડન) ૫,૦૦,૦૦૦, સ્વ. ઈકબાલભાઈ (સુદામા પ્લાયવારા) હસ્તે. અબ્બાસભાઈ ૫,૦૦,૦૦૦, સ્વ. દેવજીભાઈ લીલાધર હિંડોચા, (લીલાધર ઇન્દ્રજીત) ૫,૦૦,૦૦૦, સ્વ. ખુશાલદાસ એસ. પારેખ ટ્રસ્ટ હસ્તે : હરસુખભાઇ જોગીયા અને અશોકભાઈ સોની ૪,૦૦,૦૦૦,પદુભાઈ રાયચુરા ૩,૫૫,૦૦૦, સ્વ. મથુરાદાસ કલ્યાણજી દત્તા, સ્વ. જયંતિલાલ ડાયાલાલ પત્તાણી, સ્વ. કનકરાય વિષ્ણુદાસ ઉનડકટ હસ્તે : શ્રીમતી દક્ષાબેન જયેશભાઇ પત્તાણી ૩,૦૦,૦૦૦, વેલજી પમા સિંધવ ચેરીટેબલ ટ્રસ્ટ ૨,૫૧,૦૦૦, દોસાણી પી. ખીમજી એસ્ટેટ ટ્રસ્ટ હસ્તે :ભરતભાઈ માખેચા ૨,૫૧,૦૦૦, સ્વ નંદલાલભાઈ શાહ હસ્તે : ડો. સુરેખાબેન એન. શાહ ૨,૦૦,૦૦૦, શ્રીમતી પ્રફુલાબેન મોહનભાઈ લાખાણી, મોહનભાઈ મુળજીભાઇ લાખાણી ૧,૫૧,૦૦૦,

ડો. વિરમભાઈ રાજાભાઈ ગોઢાણીયા ૧,૫૧,૦૦૦, રોટરી ક્લબ ઓફ પોરબંદર દ્વારા એન.આઈ.સી.યુ. ઈન્સ્ટુમેન્ટ માટે આવેલ અનુદાન જેમાં આર.એ.એફ. ગ્લોબલ ૭,૩૦,૦૦૦, ક્રિકેટર જયદેવ દીપકભાઈ ઉનડકટ પરીવાર ૭,૦૦,૦૦૦, સ્વ. મગનલાલ રાયઠઠા અને સ્વ. ભાનુમતી રાયઠઠા (નૈરોબી – કેન્યા) ૫,૦૦,૦૦૦ ક્રિષ્નાબેન રૂપારેલીયા (લંડન – યુકે) ૫,૦૦,૦૦૦ રોટરી ક્લબ ઓફ પોરબંદર શ્રીમતી મીના વિજય મજીઠીયા ઇનર વ્હીલ ક્લબ ઓફ પોરબંદર – પ્રમુખ – દ્વારા ૧,૫૩,૦૦૦ અન્ય સભ્ય દ્વારા મળેલ રકમ ૭,૭૦,૦૦૦ સમાવેશ થાય છે પદુભાઈ રાયચુરા, હરસુખભાઇ બુધ્ધદેવ અને દિપકભાઈ જટાણીયા (યુ.કે.) સેવાકાર્યોમાં પથદર્શક બન્યા હતા

આ પ્રોજેક્ટમાં અનેક દાતાઓ તરફથી લાખો રૂપિયાનું દાન મળ્યું છે નવા અધતન એન.આઈ.સી.યુ. ની સુવિધામાં ૧૫ બેડનું અત્યાધુનિક નવજાત શિશુ સારવાર કેન્દ્ર તે ઉપરાંત શ્વાસનળીમાં નાખ્યા વગર નાકમાંથી શ્વાસ આપવાનું મશીન, લોહીમાં ઓક્સિજન નું પ્રમાણ માપવા માટે બાળકોમાં થતા કમળાની સારવાર માટે કાંગારું માતૃ સંભાળ મેડીક્લેમની સુવિધા ઉપરાંત જોખમી પ્રસૃતિ, અધૂરા મહીને ડીલેવરી, વારંવાર અજાણ્યા કારણોથી બાળકનું મુત્યુ થવું આનુવંશિક મેટા બોલીક જેવા રોગોની સમજ માટે પ્રસુતિ પહેલા જ બાળકોનો રોગ થવાની શક્યતા ઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવશે, જોખમી અધુરા મહિનાની પ્રસુતિ વખતે તથા હોસ્પિટલ માં દાખલ દરમિયાન ૨૪*૭ નવજાત શિશુ માટે ટ્રાન્સપોર્ટની વ્યવસ્થા અને નવજાત શિશુના નિષ્ણાત દ્વારા ટ્રાન્સપોર્ટ અને સારવાર કરવામાં આવશે પ્રસુતિ પછી અમુક માતાઓને ધાવણ ઓછુ આવતું હોય અથવા બાળક બરાબર ન લઇ શકતું હોય વગેરે તકલીફ માટે માર્ગદર્શન આપવામાં આવશે

બાળરોગના નિષ્ણાંત ડો. અનિલ રૂઘાણી, ડો. વિધિ કડછા, ડો. જય બદયાણી તથા સ્ત્રીરોગના નિષ્ણાંત ડો. આશિષ કુછડીયા નિયમિત સેવા ઉપરાંત રાજકોટ, જુનાગઢ સહીત જામનગરના વીઝીટીંગ ડોકટરો દ્વારા અવાર નવાર સારવાર આપવામાં આવી રહી છે.

સમગ્ર કાર્યક્રમ નું સંચાલન આર્યકન્યા ગુરૂકુળ ના પ્રિન્સિપાલ ડો. રંજનાબેન મજીઠીયા વિજયભાઈ મજીઠીયા, પ્રિતેશભાઇ લાખાણી અને આશિષભાઈ થાનકી એ સાભળ્યું હતું જયારે આભાર વિધિ ટ્રસ્ટી દિનેશભાઈ ભરાણીયા એ કરી હતી.

કાર્યક્રમમાં રીઝવાન આડતીયા ફાઉન્ડેશન હેમલભાઈ તન્ના, ડો. સુરેખા શાહ, ભરતભાઈ માખેચા, ભરતભાઈ રાજાણી, ડો. ઈશ્વરલાલ ભરડા, શ્રી દિલીપભાઈ ગાજરા સહીત રોટરી ક્લબ, ઇનર વ્હીલ કલબના હોદેદારો સમાજના શ્રેષ્ઠીઓ શહેર ના પ્રમુખ નાગરિક ઉપસ્થિત રહયા હતા હોસ્પિટલ કર્મીઓ એ સારી જહેમત ઉઠાવી કાર્યક્રમ ને દીપાવ્યો હતો.

આ પોસ્ટ શેર કરો

Share on facebook
Facebook
Share on twitter
Twitter
Share on linkedin
LinkedIn
Share on whatsapp
WhatsApp
Share on email
Email
Share on print
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે