Friday, July 5, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ભારત વિકાસ પરિષદ ની પોરબંદર શાખા ની નવી ટીમ ની વરણી કરાઈ

ભારત વિકાસ પરિષદ પોરબંદર ની 2024-25 ની નવી ટીમ ની જાહેરાત દીપેનભાઈ પંડ્યા સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત અધ્યક્ષ દ્વારા જવાહર નવોદય વિદ્યાલય ખાતે સાંજે 5:00 કલાકે થી કરવામાં આવી હતી, કાર્યક્રમની શરૂઆત વંદેમાતરમ થી કરવામાં આવી હતી, ત્યારબાદ દીપ પ્રાગટ્ય દિપેનભાઈ પંડ્યા,પ્રખ્યાત તબીબ સુરેશભાઈ ગાંધી,રામેશ્વર લાલ કુમાવત, (પ્રધાનાચાર્ય જવાહર નવોદય વિદ્યાલય) રણજીતભાઈ મોઢવાડિયા,નિલેશભાઈ રૂધાણી, કમલેશભાઈ ખોખરી દ્વારા કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ દીપેનભાઈ પંડ્યા દ્વારા ભારત વિકાસ પરિષદના કાર્યો અને સંસ્થા ની વિશેષ પ્રવૃત્તિઓ વિશે જાણકારી આપી ઊંડાણપૂર્વક નો પરિચય આપી વક્તવ્ય રજૂ કર્યું હતું, ડો ગાંધી દ્વારા સૌને શુભકામનાઓ આપી અને સારા કાર્ય કરવા માટે પ્રેરણા પૂરી પાડી હતી,બાદ દીપેનભાઈ પંડ્યા દ્વારા પોરબંદરના નવનયુક્ત પદ અધિકારીઓને શપથ લેવડાવી નવી ટીમની જાહેરાત કરી હતી, પોરબંદર શાખાના અધ્યક્ષ તરીકે રણજીતભાઈ મોઢવાડિયા, સચિવ તરીકે નિલેશભાઈ રૂધાણી, ઉપાધ્યક્ષ રામેશ્વર લાલ કુમાવત, પંકજભાઈ ચંદારાણા, સહ સચિવ તરીકે પૂજાબેન રાજા, સંગઠન સચિવ નીતિનભાઈ કોડીયાતર, કોષાધ્યક્ષ મિલનભાઈ મસાણી, મહિલા સયોજિકા મીનાક્ષીબેન ગજર, સહસંયોજિકા રૂહીબેન કોટી યા, યુવા પ્રવૃત્તિ સંયોજક દિપેનભાઈ પાનખાણીયા, ગુરુ વંદન છાત્ર અભિનંદન સંયોજક પ્રજ્ઞાબેન ગજર, સહસંયોજક દુર્ગાબેન લાદીવાળા, ભારત કો જાનો સંયોજક હરદત પુરી ગોસ્વામી, રાષ્ટ્ર સમુહ ગાન સંયોજક ચંદ્રિકાબેન પરમારની જાહેરાત કરી હતી, આભાર વિધિ નિલેશભાઈ રૂઘાણી દ્વારા કરવામાં આવી હતી, કાર્યક્રમના અંતે રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ પૂર્ણ કરવામાં આવ્યો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે