પોરબંદર જીલ્લા કાનુની સેવા સતા મંડળ ધ્વારા નેશનલ લોક અદાલત યોજાઈ હતી જેમાં સાડા ચાર કરોડ ની રકમ ના વિવાદ નો સમાધાન થી અંત આવ્યો છે.
રાષ્ટ્રીય કાનુની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ ના નિર્દેશો મુજબ શનિવારે સમગ્ર ગુજરાત રાજ્યમાં રાષ્ટ્રીય લોક અદાલત નું આયોજન કરવામાં આવ્યું હતું આ લોક અદાલત નો લાભ મહતમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત રાજયનાં કાર્યકારી મુખ્ય ન્યાયમુર્તિ અને ગુજરાત રાજય કાનુની સેવા સત્તા મંડળ નાં મુખ્ય સંરક્ષક જસ્ટીશ એ.વાય કોગજે ઘ્વારા તમામ કાનુની સેવા સત્તા મંડળ તથા કાનુની સેવા સમિતિ ને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.
આ લોક અદાલત માં રાજય ના કોઈપણ જિલ્લા, તાલુકા ટ્રીબ્યુનલ કે હાઈકોર્ટ માં પડતર કેસ કે જેમાં મોટર અકસ્માત નાં વળતરના કેસ, દીવાની દાવા, ચેક પરત ને લગતા કેસો, જમીન સંપાદન ને લગતા કેસ, કામદાર તથા માલિકને લગતી તકરાર, માત્ર દંડ થી શિક્ષાપાત્ર કેસો તથા તમામ પ્રકારના સમાધાન લાયક કેસો સમાધાન માટે મુકી શકાતા હોવાથી મોટી સંખ્યા માં પક્ષકારો એ તેનો લાભ લીધો હતો અને પ્રી-લીટીગેશનના 4417 કેસો, સ્ટેટ પ્લાન ઓફ એક્સન મુજબના 232 કેસો તથા સ્પેશ્યલ સીટિંગના 1314 કેસો મળીને કુલ 5963 કેસોનો નિકાલ થયો હતો તેમજ રૂ 4,64,12,543 જેટલી રકમનાં વિવાદોનો સમાધાનથી અંત આવ્યો હતો.
જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ના ચેરમેન અને જીલ્લા મુખ્ય ન્યાયાધીસ પી.સી.જોષી ધ્વારા તથા જીલ્લા કાનુની સેવા સતા મંડળ, પોરબંદરના સેક્રેટરી એસ.એચ.બામરોટીયા દ્વારા તમામ પક્ષકારોને વધુમાં વધુ સમાધાનની રૂએ કેસો પુર્ણ થાય અને ભવિષ્યના વિવાદથી પક્ષકારોને છુટકારો મળે તે માટે પક્ષકારોના વધુમાં વધુ કેસો લોક અદાલતમાં મુકવા અને લોક અદાલતને સફળ બનાવવા અનુરોધ કર્યો હતો જેને સારો પ્રતિસાદ મળ્યો હતો.









