Thursday, December 12, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં રવિવારે જેતપુર ના ઝેરી પાણી ની અંતિમયાત્રા યોજાશે:મોટી સંખ્યા માં શહેરીજનો ને જોડાવા અપીલ

જેતપુર ના કેમિકલ યુક્ત પાણી ને પોરબંદર નજીક ના દરિયામાં ઠાલવવાની યોજના ને સરકારની મંજુરી મળી ગઈ છે ત્યારે સેવ પોરબંદર સી કમિટી દ્વારા આગામી રવિવારે જેતપુર ના ઝેરી પાણી ની અંતિમયાત્રા નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટી સંખ્યા માં શહેરીજનો ને જોડવા આહ્વાન કરાયું છે.

જેતપુર ખાતે આવેલ ઉદ્યોગો ના પાણી પોરબંદર નજીક આવેલ ગોસા ગામના દરિયામાં પધરાવવાની યોજનાને મંજુરી મળી જતા હવે જેતપુર થી ગોસા સુધી ની જમીન પર પાઈપલાઈન બીછાવવાની કામગીરી શરુ થશે આ પાઈપલાઈન બિછાવવા માટે જમીન સંપાદન ની કાર્યવાહી હાથ ધરાઈ છે અને તે અંતર્ગત જે ખેડૂતો ની જમીન પર પાઈપલાઈન બીછાવવાની છે તેના સર્વે નંબર પણ જાહેર થયા છે અને આ જમીન ના માલિકો પાસે થી ૩૦ દિવસ માં વાંધા સૂચનો પણ મંગાવવામાં આવ્યા છે યોજના શરુ થવાના એંધાણ વર્તાતા પોરબંદર માં છેલ્લા ૩ વર્ષ થી વધુ સમય થી આ પ્રોજેક્ટ નો વિરોધ કરી રહેલ સેવ પોરબંદર સી કમિટી દ્વારા આગામી રવિવારે નવતર આયોજન કરાયું છે જેતપુરની ડાયિંગ મિલોનું ઝેરી પ્રદૂષિત પાણી પોરબંદરના દરિયામાં રાખવા માટેની યોજના માટેની તમામ મંજૂરીઓ રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકારે આપી દીધી હોવાથી હવે એક જ રસ્તો ખુલ્લો છે કે આખું શહેર મળી અને આ યોજનાનો વિરોધ કરીએ.સેવ પોરબંદર સી આ યોજનાના અટકાવવા માટે છેલ્લા સાડા ત્રણ વર્ષથી ખૂબ સંઘર્ષ કરી રહી છે એકલા કશું ના થઈ શકે પરંતુ એકતા હોય તો સરકારને પણ ઝુકવું પડે.આથી સૌના સાથ સહકાર ની જરૂર છે.તેવું પણ જણાવ્યું છે.

સ્મશાન માં જઈ ચિતા પર અગ્નિદાહ આપવામાં આવશે

જેતપુરના સાડી ઉદ્યોગના કેમિકલ યુકત પાણી પોરબંદરના દરિયામાં નાખવા માટેની તમામ મંજૂરી કેન્દ્ર અને રાજ્ય સરકારે આપી દીધી છે. તેથી હવે એકમાત્ર રસ્તો એ જ ખુલ્લો છે કે પોરબંદર જિલ્લાના લોકો આ યોજનાનો જોરશોરથી વિરોધ કરે તે ઇચ્છનીય છે. અને તેથી ‘સેવ પોરબંદર સી’ સંસ્થાના સભ્યો લોકોની આંખ ઉઘાડવા માટે જેતપુર જઈને ઝેરી પાણીના કેરબા ભરીને લઈ આવ્યા છે. જેમાં સ્પષ્ટપણે ખ્યાલ આવે છે કે અત્યંત નુકશાનકારક આ પાણી દરિયામાં વહેવડાવવામાં આવશે તો સમુદ્રી જીવસૃષ્ટિને નહીં પણ જમીનને પણ મોટુ નુકશાન થશે. માટે પોરબંદરવાસીઓની આંખ ઉઘાડવા એક નવતર જનજાગૃતિ અભિયાનનું આયોજન આગામી રવિવાર તા. ૧૫-૧૨ના કરવામાં આવનાર છે. જેમાં જેતપુરના ઝેરી પાણીની અંતિમ યાત્રા કાઢવામાં આવશે. સંસ્થા ના નુતનબેન ગોકાણી એ લોકો ને અપીલ કરતા જણાવ્યું છે કે સૌ માટે કાળમુખા સમાં જેતપુર ના ઝેરી પાણીની સ્મશાનયાત્રા કાઢવાની હોવાથી સૌને સહ કુટુંબ મિત્રમંડળ સહિત આ અંતિમ – યાત્રા માં જોડાવાનું નિમંત્રણ આપવામાં આવ્યું છે તમામ માટે મુશ્કેલી સર્જનાર આ પ્રોજેક્ટ ના વિરોધ સાથે સ્કૂટર રેલી રૂપે સૌ નરસંગ ટેકરી પર મળશે અને ત્યાંથી એસટી સ્ટેન્ડ પાસેના હેલ્મેટ સર્કલ થઈ ને ઈન્દ્રેશ્વર મંદિર સ્મશાન જઈ ત્યાં ચિતા પર અગ્નિદાહ દેવામાં આવશે જેતપુર થી આવેલ ભાદર નદી નું ઝેરી પાણી અને જેતપુર ના બોર નું પ્રદૂષિત પાણી આ સમયે “રથ” માં હાજર હશે જેથી લોકો જોઈ શકશે કે ભવિષ્ય માં પોરબંદર નો દરિયો કેવો હશે આ અંતિમયાત્રા માં સૌ ડાઘુઓએ કાળા કપડાં પહેરવાના અને સ્કૂટર ચલાવનારા એ ફરજિયાત હેલ્મેટ પહેરવી,રસ્તા પર લોકો સુખડ ની માળા લઈ ને આ મૃતદેહ પર ચડાવી શકે તેવી સગવડ પણ રાખવામાં આવશે.

આથી આપણા અને આપણી આવનાર પેઢી ના ભવિષ્ય માટે પણ આગામી રવિવારે મોટી સંખ્યા માં શહેર ઉપરાંત ગ્રામ્ય પંથક ના લોકો મોટી સંખ્યા માં આ આયોજન માં જોડાય અને સરકાર ને લોકો ની તાકાત નો પરચો મળે અને સરકાર ને લોકો ની લાગણી અને માંગણી નો અહેસાસ થાય અને જેતપુર પ્રોજેક્ટ રદ કરવા નિર્ણય લેવો પડે તે માટે લોકો એ રવિવારે અન્ય મહત્વ ના કે ખુબ મહત્વ ના કામ પણ પડતા મૂકી અને આ કાર્યક્રમ માં જોડાય તે જરૂરી છે કારણ કે આપણી તો ઠીક આપણી આવનારી પેઢી ના ભવિષ્ય માટે અત્યારે તો આ પ્રોજેક્ટ ના વિરોધ થી મહત્વનું કામ કોઈ માટે હોઈ જ ન સકે આથી દરેક લોકો ને તેમાં પરિવારજનો અને મિત્ર વર્તુળ સાથે જોડાવા અપીલ છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે