પોરબંદર મહાનગરપાલિકા ની ફૂડ વિભાગ ની ટીમ દ્વારા યાર્ડ નજીક ચેકિંગ હાથ ધરી ૫૦ કિલો સડેલા ફળો નો નાશ કરી ૪ હજાર નો વહીવટી ચાર્જ વસુલ કર્યો છે.
પોરબંદર મહાનગરપાલિકા ની ફૂડ વિભાગની ટીમ દ્વારા માર્કેટીંગ યાર્ડ તથા આસપાસના વિસ્તારમાં ફળો ની વખારો તથા લારિઓમાં ફ્રુટ્સનું વેચાણ કરતાં ધંધાર્થિઓનું ચેકીંગ કરવામાં આવ્યું હતું. અને ફુડ સેફ્ટીના નિયમોનું પાલન કરવા સુચના આપવામાં આવી હતી. ૪ ધંધાર્થિઓના ચેકીંગ દરમ્યાન ફુડ સેફ્ટી અંગેનું પાલન થતુ ન હોવાનું સામે આવતા કુલ રૂ. ૪૦૦૦ નો વહીવટી ચાર્જ વસુલ કરવામાં આવ્યો હતો તેમજ સડેલા આરોગ્યને હાનિકારક ફુટ્સ કેરી તરબુચ વગેરે ૫૦ કિલો જથ્થો નાશ કર્યો હતો.
ઉનાળા ની ગરમી ને લઇ ને ફૂડ પોઈઝનીંગ ના બનાવ પણ વધી રહ્યા છે અનેક હોટલો રેસ્ટોરન્ટ માં વાસી અખાદ્ય ખોરાક ખવડાવવામાં આવી રહ્યો છે કાર્બન સહીત ઝેરી રસાયણો થી પકવેલી કેરી સહિતના ફળો નું વેચાણ થઇ રહ્યું છે ફરસાણ ની દુકાનો માં દાઝીયા તેલ માં તળેલ ફરસાણ નું વેચાણ થઇ રહ્યું છે ત્યારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ પણ આળસ ખંખેરી આવા સ્થળો એ ચેકિંગ કરી બેદરકારી દાખવનાર સામે કડક કાર્યવાહી કરે તેવી લોકમાંગ ઉઠી છે.

