બાપોદર ગામે ખેતમજુરી કરતા પરીવાર ની બાળકી બેભાન બની ગઈ હતી અને ઓકસીજન લેવલ માત્ર પ૦ ટકા હતુ. ત્યારે પોરબંદર ના તબીબો એ બાળકી ને વેન્ટીલેટર ઉપર રાખી અને જીવ બચાવ્યો હતો. અને બન્ને તબીબોએ બાળકી ને સમયસર સારવાર આપી માનવતા મહેંકાવી હતી.
મુળ મધ્યપ્રદેશના અને હાલ રાણાવાવના બાપોદર ગામે ખેડૂતની વાડીમાં મજૂરીકામ કરતા મંગુભાઈ વાસકુલાની ૧૦ વર્ષની દિકરી રીંકુ વાડીમાં રમતા રમતા બેભાન થઈ ગઈ હતી. અને આ બાળકીને પ્રથમ રાણાકંડોરણા ખાતે આવેલા સરકારી દવાખાને લઈ જવામાં આવી હતી. અને ત્યાના તબીબે આ બાળકીને તાત્કાલીક બાળકોની હોસ્પિટલે લઈ જવાની સૂચના આપી હતી. આથી આ શ્રમીક પરિવાર પોરબંદરની એક બાળકોની હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. ત્યાના તબીબોએ નિદાન કરતા બાળકીનું ઓક્સિજન માત્ર પ૦ ટકા હતું. આથી ખાનગી હોસ્પિટલના તબીબે સરકારી હોસ્પિટલમાં લઈ જવા સૂચના આપી હતી.
અને ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવી હતી. બાળકીની સ્થિતી એટલી ગંભીર હતી કે તેમને સરકારી હોસ્પિટલ ખાતે જો લઈ જવામાં આવે તો તેનું ઓકિસજન લેવલ ઘટી જાય એમ હતું. આથી ૧૦૮ ટીમના ઈ.એમ.ટી.એ સમય સૂચકતા દાખવીને છાંયા ચોકી નજીક આવેલી શ્રદ્ધા હોસ્પિટલના તબીબ કૌશીકભાઈ પરમાર અને કલ્પેશભાઈ કરમટાનો સંપર્ક સાંધ્યો. આથી આ તબીબોએ માનવતા દાખવીને આ બાળકીની સારવાર કરવાની તૈયારી દાખવતા આ રીંકુ નામની બાળકીને શ્રદ્ધા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી. ત્યાં બાળકીનું ઓક્સિજન માત્ર ૩૦ ટકા હતું.
આથી આ તબીબોએ તુરંત જ કૃત્રિમ શ્વાસ માટે વેન્ટિલેટર ઉપર રાખીને સારવાર શરૂ કરી હતી. ર૪ કલાકની સારવારમાં જ શ્રમીક પરિવારની ફુલ જેવી બાળકીના ચહેરા ઉપર સ્મીત લહેરાતું જોવા મળ્યું હતું. આ રીતે શ્રધ્ધા હોસ્પિટલના તબીબ કૌશીકભાઈ પરમાર અને કલ્પેશભાઈ કરમટાના પ્રયત્નોથી ફૂલ જેવી બાળકીની જીંદગી મહેકતી થઈ હતી અને સૌથી સારી બાબત એ હતી કે આ બન્ને તબીબો એ માનવતા મહેકાવી હતી બાળકી ને ગાળા અને ફેફાસામા કફ ભરાય ગયો હતો અને તે બહાર કાઢી અને જીવ બચાવ્યો આ બાળકી કોઈ ઝેરી પદાર્થ કે પાણી પીવા જવાને કારણે બેભાન થઈ હોવાનુ પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યુ છે.