પોરબંદર સહિત રાજયભરના માછીમારોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત કરી ને મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા થતી હેરાનગતિ અંગે રજુઆત કરવામાં આવી હતી ત્યારે આ અંગે યોગ્ય કાર્યવાહી ની ખાતરી અપાઈ છે.
પોરબંદર સહિત રાજયભરના માછીમારોના પ્રતિનિધિ મંડળે મુખ્યમંત્રીની રૂબરૂ મુલાકાત લઇને મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા થતી હેરાનગતિ અંગે રજુઆત કરવામાં આવી હતી ત્યારે આ અંગે યોગ્ય કરવાની ખાતરી અપાઈ હતી.
ગાંધીનગર ખાતે સી.એમ. ભુપેન્દ્રભાઈ પટેલની ઓફીસે શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળ અને અખિલગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા પોરબંદર બોટ એસોસીએસનના પ્રમુખ મુકેશભાઈ પાંજરીની આગેવાની હેઠળ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ દ્વારા મુખ્યમંત્રીની મુલાકાત લઇ મત્સ્યોદ્યોગ નિયામક દ્વારા માછીમારોને થતી કનડગત અંગે ધારદા રજુઆત કરવામાં આવી હતી, અને અગાઉ પણ આ બાબત વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોર્દીને પત્ર પાઠવી જાણ કરવામાં આવી હતી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી દ્વારા આ બાબત તુરંત ઘટતું કરી યોગ્ય પગલાં ભરવાનું વચન આપેલ છે.
રજૂઆત માં માછીમારી બોટ ઉપર મળતી ડીઝલ વેટ રાહત અન્વયે વાર્ષિક ક્વોટો સરકાર દ્વારા ગત વર્ષમાં વધારી આપેલ,પરંતુ તેનું માસિક ફાળવણીનો અમલ મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કરવામાં આવતો નથી તે તુરંત અમલવારી કરાવી,ભારત સરકારની પ્રધાનમંત્રી મત્સ્ય સંપઘ યોજના અન્વયે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા પોતાની રીતે લાદેલા ખોટા નિયમ કે જે (ભારત સરકાર દ્વારા સુચવામાં નથી આવ્યા તેવા) નિયમ તુરંત દૂર કરવા,ગત વર્ષમાં સરકાર દ્વારા નાના માછીમારોને પોતાના પીલાણા (નાની હોડી) ઉપર પેટ્રોલની ખરીદીમાં રાહત આપવાની જાહેરાત થયેલ છે, જેની દરેક સ્તરેથી મંજુરી પણ મળેલ હોવા છતાં આજ દિન સુધી મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કોઈ જ અમલવારી કરવામાં આવેલ નથી તેની અમલવારી કરાવવી
રાજ્યની માછીમાર વિકાસલક્ષી યોજનામાં ગત અને ચાલુ વર્ષે ખોટી રીતે લાવામાં આવેલ નિયમ રદ કરવા. (ખાસ કરીને સહાય યોજનામાં ટેગીંગનો પરિપત્ર જે માછીમારો માટે અશક્ય છે),રાજ્ય સરકાર દ્વારા પરંપરાગત માછીમારની વ્યાખ્યા નિશ્ચિત કરી રાજયમાં તે લાગુ કરવી. જેથી સાચા માચ્છીમારોને મળવા પાત્ર લાભો સાચા માછીમાર સુધી પહોચી શકે,ગુજરાતના બંદરોની બોટ પાર્કિંગની ક્ષમતા અને દરિયાઈ માછલીના જથ્થાને ધ્યાને રાખી ૩૨ ફૂટ થી વધુ મોટી બોટના રજીસ્ટ્રેશન ઉપર ફરી બાન મુકવો અનિવાર્ય છે (વર્ષ ૨૦૦૪ થી રાજય સરકાર અને માછીમાર આગેવાનોએ સાથે મળી ૩૨ ફટ ઉપરની બોટના નવા રજીસ્ટ્રેશન આપવા ઉપર બાન કરવામાં આવ્યો હતો. જે ગત વર્ષે મત્સ્યોદ્યોગ વિભાગ દ્વારા કોઈપણ સમસ્યા સમજ્યા વગર બાન ઉઠાવી લીધો હતો. જે ફરી અમલી કરવો જરૂરી છે). કારણકે હાલમાં નવા રજીસ્ટ્રેશન કરવાની છૂટ હોવાથી બીન માછીમાર લોકો કર્જ કે ગુનાહિત પ્રવૃત્તિ સાથે જોડાયેલા અને ડ્રગ્સ જેવા કામમાં જોડાયેલા છે. તે લોકો આનો દુર ઉપયોગ કરી રહ્યાં છે અને ખોટા બની બેઠેલા માછીમાર ગેરરીતી આચરી અભણ ગરીબ માછીમારને મળવા પાત્ર લાભ પોતાના ખિસ્સામાં ભરી રહ્યાં છે
ગુજરાત રાજ્યમાં જે રીતે ખેડુત ખાતેદારનો કાયદો છે તે રીતે મત્સ્ય ખેડૂત માટે પણ જે મત્સ્ય ખેડૂત છે, તેને મત્સ્ય ખેડૂત તરીકે અલગ ઓળખાણ આપવી જોઈએ. તે માટે માછીમાર સમાજની એક કમિટી બનાવી નોંધાયેલા માછીમારની ચકાસણી કરી ખોટા બની બેઠેલા માછીમારોને દૂર કરવા. કેમ કે આવા બની બેઠેલા માછીમારો દ્વારા જ રાજ્યના દરિયા કિનારા ઉપર દેશદ્રોહી પ્રવૃત્તિ આચરવામાં આવે છે,માછીમારોને ભારત સરકારની ડીપ-સી ફિશીંગ બોટ બનાવા માટે વધુ માછીમારો લાભ મેળવી શકે તે રીતે કેન્દ્ર પાસે વધુ યુનિટની માંગણી કરવી અને તેનો વ્યવહારૂ અમલીકરણ થાય તેવી સુચના મત્સ્યોદ્યોગ વિભાગને આપવી જોઈએ
રાજય સરકારની નવા પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવાની યોજના પણ ખુબ સારી હોય વધારે યુનિટની સ્થાપના થાય તેવા પ્રકારે આયોજન કરવું જોઈએ. જેમા માછીમાર સમાજનાં લોકો પ્રત્યક્ષ સહભાગી બની શકે,મત્સ્ય ખેડુત માટે પોતાના પકડાસનાં યોગ્ય દામ મળી રહે તેવી વ્યવસ્થા કરવા માટે કમિટીની રચના કરી તેના સજેશન લેવા જોઈએ,ખાસ હાલના મત્સ્યોદ્યોગ વિભાગ દ્રારા જે નવા-નવા પરિપત્ર અને નિયમો સામુદ્રિક માછીમાર ઉપર લાદવામાં આવી રહ્યાં છે. તે રદ કરી જે કોઈ નિયમ બનાવવાનાં થતા હોય તેમાં માછીમાર સમાજના આગેવાનોને વિશ્વાસમાં લઈને બનાવવા જોઈએ. હાલમાં માછીમારોને તકલીફો અને હેરાનગતી થયેલ છે તેના ઉપર પગલા લેવા જોઈએ તે ખુબ જરૂરી છે. (જેથી માછીમાર સમાજનો સરકાર ઉપર વિશ્વાસ વધુ મજબુત થાય
આ બાબતે લોકસભા સાંસદ રમેશભાઈ ધડુક, તથા પોરબંદર જીલ્લા ભાજપના પ્રમુખ રમેશભાઈ ઓડેદરા (પટેલ) નો પૂરો સાથ-સહકાર મળેલ છે.
આ રજુઆતમાં શ્રી ગુજરાત સમસ્ત ખારવા સમાજના પ્રમુખ પવનભાઈ શિયાળની સાથે પોરબંદર ખારવા સમાજના અધ્યક્ષ રણછોડભાઈ શિયાળ, પોરબંદર ખારવા સમાજના માજીવાણોટ સુનિલભાઈ ગોહેલ, અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, પોરબંદર માછીમાર બોટ એસો. ના પ્રમુખ મુકેશભાઈ પાંજરી, પોરબંદર ખારવા સમાજના પટેલ મનીષભાઈ શિયાળ, પોરબંદર ખારવા સમાજના પટેલ બાબુભાઈ મચ્છવારા, પોરબંદર માછીમાર બોટ એસો.ના સહમંત્રી દિપકભાઈ લોઢારી, પોરબંદર માછીમાર બોટ એસો.ના સલાહકાર સભ્ય કમલેશભાઈ જુંગી, અખીલ ગુજરાત માછીમાર મહામંડળના મંત્રી પૃથ્વીભાઈ ફોફંડી, ભાજપ પ્રદેશ માછીમાર સેલના સંયોજક મહેન્દ્રભાઈ જુંગી, ભાજપ પ્રદેશ માછીમાર સેલના સદસ્ય હર્ષિતભાઈ શિયાળ, રત્નાકર શિક્ષણ શાળા સમિતીના પ્રમુખ કાનજીભાઈ મુકાદમ, ભીડીયા માછીમાર બોટ એસો.ના પ્રમુખ રમેશભાઈ ડાલકી તથા સભ્યો, વેરાવળ સમાજના આગેવાન કમલેશભાઈ કુહાડા તથા અન્ય આગેવાનો સી.એમ.સાથેની રૂબરૂ મુલાકાત માટે ગયેલ હતા.