Tuesday, September 17, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના મોકર સાગરમા ૧૬ કુંજનો શિકાર કરનાર છ શખ્સો ને કોર્ટે ફટકારી ત્રણ ત્રણ વર્ષની સજા

પોરબંદર નજીક આવેલ મોકરસાગર વેટલેન્ડમાં ૬ વર્ષ પૂર્વે ૧૬ કુંજ પક્ષીઓનો શિકાર કરવા મામલે ઝડપાયેલા છ શખ્સોને રાણાવાવ કોર્ટે ત્રણ ત્રણ વર્ષની સજા ફટકારી છે.

રાણાવાવ વન વિભાગ ની રેંજ માં આવેલ મોકર બીટ માં આવેલ મોકર સાગર ના લુશાળા પાળા વિસ્તાર માં ગત તા ૭/૧/૨૦૧૮ નાં રોજ જુમાભાઈ હારૂનભાઈ પટેલીયા, શબીરભાઈ હુશેનભાઈ લુચ્ચાણી હુશેન ઉર્ફે ડાડા હાસમભાઈ લુચ્ચાણી, હુશેનભાઈ હાસમભાઈ લુચ્ચાણી, અસગર નથુભાઈ લુચ્ચાણીતથા કાસમભાઈ ઓસમાણભાઈ લુચ્ચાણી કુંજ પક્ષીઓનો શિકાર કરતા હોવાની માહિતી મળતા રેન્જ ફોરેસ્ટ વિભાગના કર્મચારીઓ એ તે જગ્યાએ જઈ તપાસ કરતા છ શખ્સો કુંજ પક્ષીઓનો શિકાર કરતા હતા.

જેથી સ્ટાફે આરોપીઓને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી અને બનાવ સ્થળેથી જુમા હારૂન પટેલીયા મૃત-૧૬ કુંજ પક્ષીઓ સાથે બનાવના સ્થળેથી પકડાઈ ગયો હતો. અને બાકીના પાંચ આરોપીઓ નાસી જવામાં સફળ થયા હતા. આથી પકડાયેલ આરોપી જુમા ની સધન પુછપરછ કરતા તેણે અન્ય પાંચ આરોપીઓ નામ જણાવ્યા હતા. અને તે રીતે આરોપીઓ વિરૂધ્ધ ફોરેસ્ટ વિભાગના ઓફીસરે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ૧૯૭૨ ની કલમ-૨ (૧૬), ૯, ૫૧ તથા પર મુજબની ફરીયાદ નોંધાવી હતી અને ગુનાની તપાસ રેન્જ ફોરેસ્ટ ઓફિસર એ.એમ.રામએ કરી હતી અને તે મુજબના દસ્તાવેજી પુરાવાઓ એકત્ર કર્યા હતા.

જે કેસ રાણાવાવ કોર્ટમાં ચાલી જતા પુરાવા ના આધારે તથા આસીસ્ટન્ટ પબ્લીક પ્રોસીકયુર જયેશ એલ.ઓડેદરાની દલીલનાં આધારે કોર્ટે આરોપીઓને આરક્ષીત વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવેશ કરી અને અબોલ અને નિર્દોષ કુંજ પક્ષીઓનો શિકાર કર્યો હોવાનું સાબિત માની અને તમામ છ આરોપીઓને વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમની ૧૯૭૨ ની કલમ મુજબ ત્રણ-ત્રણ વર્ષની કેદની સજા ફરમાવતો હુકમ કરવામાં આવ્યો છે.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે