પોરબંદરમાં ૧૩ વર્ષ પૂર્વે ના વૈજ્ઞાનિક અપહરણ ના બનાવ બાદ તેની મિલ્કત સંબંધે તત્કાલીન જિલ્લા કલેકટરે કરેલી કાર્યવાહી કોર્ટે રદ કરી છે.
પોરબંદરમાં રાજન કિલ્લાકર નામના વૈજ્ઞાનિકને પેટી પલંગમાં પુરીને તેની મિલ્કતો ઓળવી જવા અન્વયે ૨૦૧૧માં પોલીસ ફરિયાદ દાખલ થયેલી હતી અને ત્યારબાદ જે તે વખતના જિલ્લા કલેકટર ગીરીશભાઈ શાહ દ્વારા તેની તમામ મિલ્કતો અન્વયે મિલ્કતના હાલના નવા માલિકને સાંભળ્યા વગર તમામ મિલ્કત સંબંધે દસ્તાવેજો રદ કરવા સંબંધે તથા સીટી સર્વેમાં એન્ટ્રી ન પાડવા સંબંધે હુકમો કરેલા હતા. એવો જ એક હુકમ ગીતાબેન બીપીનભાઈ જોશી કે જે છાયા ગામની રેવન્યુ સર્વે નં.૩૨૨/૧ની જમીનમાં પાડેલા પ્લોટો પૈકી પ્લોટ નં. ૨૪-બી.ની જમીન અઘાટ વેચાણ દસ્તાવેજથી ખરીદ કરેલી હતી અને તેઓ શુદ્ધ બુદ્ધિના ખરીદનાર હતા અને ત્યાં બાંધકામ કરી મકાન પણ બનાવેલુ હોય પરંતુ કલેકટર દ્વારા તે પ્લોટ ખાલસા કરવાનો હુકમ કરતા પ્લોટના માલિક દ્વારા તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણી મારફતે જિલ્લા કલેકટરનો હુકમ ખોટો હોવા સંબંધે દાવો કર્યો હતો
અને તે દાવામાં કોર્ટ દ્વારા તમામ રેકર્ડ ખરાઈ કરી તેમજ ખરીદનાર દ્વારા ડાયરેકટ કોઈ રાજન કીલ્લાકરના વારસો પાસેથી જમીન ખરીદ કરેલ ન હોય પરંતુ તેઓ બીજા ખરીદનાર હોય અને તેઓએ જીતેન્દ્ર લક્ષ્મીદાસ માધવાણી પાસેથી જમીન ખરીદ કરેલી હોય અને તે રીતે તેઓ શુધ્ધબુધ્ધિના ખરીદનાર હોય એટલુ જ નહી બોમ્બે લેન્ડ રેવન્યુ કોડની કલમ -૩૭ની જોગવાઈ મુજબ જયારે કોઈ પ્રાઇવેટ મિલ્કત હોય ત્યારે સરકારી અધિકારીની ડાયરેકટ કોઈ ઇન્વોલ્મેન્ટ કરવાતી સત્તા ન હોય અને તે રીતે કલેકટરે મનસ્વી રીતે ખોટો હુકમ કરેલ હોવાનું રેકર્ડ ઉપર પૂરવાર થઇ જતા પોરબંદરના સીનીયર સિવિલ જજ પંડયા દ્વારા રેકર્ડ ઉપરના તમામ પુરાવાઓ ધ્યાને લઇ જિલ્લા કલેકટરે કરેલો હુકમ રદ કરી નાખેલ છે અને તે રીતે હવે આ પ્લોટ પુરતી સીટી સર્વેના રેકર્ડમાં ઉતરોતર એન્ટ્રીઓ પડી શકશે અને ગીતાબેન જોશી અન્યને વેચાણ પણ કરી શકશે અને એ રીતે પોરબંદરના ચકચારી પ્રકરણમાં આ હુકમના કારણે અન્ય ખરીદનારાઓને પણ લાભ મળશે તેવું ચર્ચાઇ રહેલ છે. આ કામમાં પ્લોટ માલિક વતી પોરબંદરના એડવોકેટ ભરતભાઈ લાખાણી તથા અનીલ ડી. સુરાણી રોકાયેલા હતા.