પોરબંદરમાં બિલ્ડરે ફ્લેટનું બાંધકામ અધૂરું મૂકી દેતા ગ્રાહકે ગ્રાહક સુરક્ષા ફોરમ નો દરવાજો ખખડાવ્યો હતો. જેથી ફ્લેટ નું બાંધકામ ત્રીસ દિવસમાં પૂર્ણ કરવા કોર્ટે હુકમ કર્યો છે.
પોરબંદરમાં અધુરા બાંધકામના ફ્લેટ ત્રીસ દિવસમાં પૂર્ણ કરવા કોર્ટે હુકમ કર્યો છે. સામાન્ય સંજોગોમાં બિલ્ડર દ્રારા સંપુર્ણ ફલેટનું બાંધકામ પુર્ણ થઈ ગયા બાદ દસ્તાવેજ કરતા હોય છે. પરંતુ પોરબંદરના રેખાબેન લખમણભાઈ ઓડેદરા દ્વારા તેની માલીકીની મિલ્કત કે જે પોરબંદરના કડીયાપ્લોટમાં આવેલી હોય અને તેમાં અલગ-અલગ ફલેટો બનાવેલા છે. અને તેમાંથી ત્રણ ફલેટો પોરબંદરના રહેવાશી શાંતાબેન પરબતભાઈ વાધને વેચાણ કરેલા હતાં, અને વેચાણ કરતી વખતે જ દસ્તાવેજમાં અપુરા બાંધકામના ફલેટ હોય અને તે ફલેટોનું બાંધકામ પુરૂ કરી આપશે તેવી ખાત્રી આપી હતી. અને અવેજની તમામ રકમ સ્વીકારી લીધી હતી
પરંતુ ત્યારબાદ લાંબા સમય પછી પણ અધરૂ બાંધકામ પુરૂ કર્યું નથી. અને પુરૂ ક૨વાની લેખીત નોટીસ ક૨વા છતાં કોઈ દરકાર ન કરતા નાઈલાજે ત્રણ અલગ અલગ ફરિયાદો ગ્રાહક સુરક્ષા ફોરમમાં કરતા અને ત્યાં કેસ ચાલી જતા અને ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા ૩૦ દિવસમાં અધુરૂ બાંધકામ પૂરું કરી દેવાનો હુકમ કરેલ છે. તેમજ રૂ ૮,૦૦૦ અલગથી ફરીયાદીને ચુકવવાનો હુકમ કરેલ છે. અને તે રીતે કોઈપણ બીલ્ડર પોતાના ગ્રાહકને ખોટી રીતે કનડગત કરે કે, બાંધકામ અધુરૂ છોડી દે તેમજ પૂર્ણ ન કરે તો ગ્રાહક સુરક્ષા ફોરમમાં કેસ દાખલ થઈ શકે અને ગ્રાહક સુરક્ષા ફોરમ દ્વારા પણ તેમના એડવોકેટ ભરતભાઈ લાખાણીની દલીલ ઘ્યાને લઈ માત્ર ૩૦ જ દિવસમાં પ્રમુખ જજ વાય. ડી. ત્રિવેદી દ્વારા કેસ ચલાવી બીલ્ડર વિરૂધ્ધ બાંધકામ પુર્ણ કરવાનો હુકમ કરેલ છે. અને તે રીતે આ ચુકાદાથી અધુરૂ કામ છોડી દેતા બિલ્ડરોને ચેતવણીરૂપ ચુકાદાઓ આવેલ છે.
આ કામમાં ફરીયાદી વતી પોરબંદરના એડવોકેટ દિપકભાઈ બી. લાખાણી, ભરતભાઈ બી. લાખાણી, હેમાંગ ડી, લાખાણી, અનિલ ડી. સુરાણી, જયેશ બારોટ, જીતેન સોનીગ્રા , નવધણ જાડેજા તથા કિશન ગોહેલ રોકાયેલા હતાં.