પોરબંદર ના સોઢાણા ગામે થી દસ દિવસ પહેલા તાજી જન્મેલ બાળકીનો કુતરાઓ એ ફાડી ખાધેલ હાલત માં મૃતદેહ મળી આવ્યો હતો. જે અંગે પોલીસે તપાસ હાથ ધરી પરપ્રાંતીય સગીરા ની સંડોવણી ખુલતા આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર ના સોઢાણા ગામમાં આવેલ બ્રાહ્મણ ફળીયા ના નાકે રસ્તા ઉપર તા.૨/૧૨ના રોજ એક તાજી જન્મેલ બાળકી નો મૃતદેહ ગ્રામજનોને મળી આવ્યો હતો. જેના બન્ને હાથ તથા બન્ને પગ કુતરાઓએ ફાડી ખાધા હતા. આથી ગામના સરપંચના પતિ અરભમભાઈ દુદાભાઈ કારાવદરા ને જાણ કરતા તેઓએ મૃતદેહ પોરબંદર ની સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી અને અંગે બગવદર પોલીસ ને જાણ કરી હતી.
આથી પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં આ નવજાત બાળકીને એક પરપ્રાંતીય ૧૪ વર્ષીય સગીરાએ જન્મ આપી તેનો જન્મ છુપાવવાના ઈરાદે ત્યાં ફેંકી હોવાનું સામે આવતા આગળ ની કાર્યવાહી ધરી છે. અને આ બનાવ માં સગીરા પર દુષ્કર્મ ગુજારી માતા બનાવનાર તથા બાળકી ને ફેંકવામાં મદદગારી કરનાર અંગે પણ તપાસ હાથ ધરી છે.