કુતિયાણા પોલીસ સ્ટેશન ના બળાત્કારના ગુન્હા નો આરોપી વચગાળા ના જામીન પર છુટ્યા બાદ નાસી ગયો હતો જેને પોલીસે ઝડપી લીધો છે.
કુતિયાણા પોલીસ મથક માં ૨ વર્ષ પૂર્વે નોંધાયેલ બળાત્કાર તથા પોક્સો ના ગુન્હા નો આરોપી હરદાસ ઉર્ફે સદુ વેજાભાઈ સોલંકી. (ઉવ.૩૯, રહે ડેયર ગામના પાટીયા પાસે)નામનો શખ્શ પોરબંદર ની ખાસ જેલમાં કાચા કામ ના કેદી તરીકે સજા ભોગવી રહ્યો હતો.જે એક વર્ષ પૂર્વે વચગાળા ના જામીન મેળવી ત્યાર બાદ ફરાર થયો હતો.પી એસ આઈ કે.એન.ઠાકરીયા તથા સ્ટાફ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી કે હરદાસ ઈશ્વરીયા ગામના પાટીયા પાસે આવ્યો છે આથી પોલીસે તુરંત ત્યાં દોડી જઈ હરદાસ ને ઝડપી લઇ પોરબંદર ની ખાસ જેલ ખાતે સોંપી આપ્યો હતો.
કુતિયાણા પોલીસ સ્ટેશન ના બળાત્કાર ના ગુન્હા માં નાસતો ફરતો આરોપી ઝડપાયો
Related News
આ પોસ્ટ શેર કરો
Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print