Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરના સત્યનારાયણ મંદિર નો ૭૯ મો પાટોત્સવ ઉજવાયો

પોરબંદરના હજારો લોકોની આસ્થા અને શ્રધ્ધાના પ્રતિક સમાન સત્યનારાયણ મંદિરના નિર્માણને ૭૯ વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. સત્યનારાયણ મંદિરનું ભવ્ય નિર્માણ સંવંત ૨૦૦૧ના ફાગણ સુદ-પને શનિવાર તાઃ ૧૭-૨- ૧૯૪૫ના રોજ થયેલ. મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સ્વ. શેઠશ્રી વિઠ્ઠલભાઇ દેવજીભાઇ માખેચાના વરદ્ હસ્તે થયેલ અને આ ભગીરથ કાર્યમાં સ્વ. જીવનદાસ કાનાબાર અને શહેરના અગ્રગણ્યોએ મહત્વનો ફાળો આપેલ અને આ રીતે ટ્રસ્ટીઓના સહયોગ અને મહેનતથી મંદિર, ગીતાભવન અને દાનભવનનું નિર્માણ થયેલ. આ મંદિરને ૭૯ વર્ષ પૂર્ણ થયેલ છે.

પોરબંદરના સુપ્રસિધ્ધ સત્યનારાયણ મંદિરના ૭૯માં પાટોત્સવની ભવ્ય ઉજવણી ફાગણ સુદ પાંચમના રોજ મંદિરના પટાંગણમાં સાંજે ૫ થી ૭:૩૦ વાગ્યા સુધી શ્રીજી ગ્રુપ મંડળના વિશાલભાઇ રાજયગુરુના સુરીલા કંઠે “રંગરસીયા”નો કાર્યક્રમ સાથે ભરતનાટયમના નૃત્યગુરુ હર્ષાબેન માંડલિયાના નેતૃત્વ દ્વારા બહેનોએ સુંદર મજાના નૃત્યો કરી, પોરબંદરના બધા મહિલા મંડળના ગ્રુપના બહેનો સાથે વૈષ્ણવ ભાઇ-બહેનોએ મોટી સંખ્યામાં ઉત્સાહપૂર્વક, કાર્યક્રમનો આનંદ માણેલ હતો. સાથે સત્યનારાયણ ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શનનો સાથે ભગવાનની અરતીનો લાભ સર્વ ભાઇ-બહેનોએ લીધો હતો.સાથે બધા દર્શનાર્થીઓએ શરબત અને ચલુનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. મંદિરને ભવ્ય રીતે કલરફૂલ લાઈટીંગથી સજાવવામાં આવ્યું હતું.

આ મંદિરના પાટોત્સવનું આયોજન મંદિરના મુખ્ય ટ્રસ્ટી ભરતભાઇ માખેચા અને ટ્રસ્ટી શીલાબેન ભરતભાઇ માખેચાના માર્ગદર્શન દ્વારા મંદિરના સ્ટાફના સાથ સહકારથી કરવામાં આવેલ હતું.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે