ઈસવીસન 1971ના પાકિસ્તાન સામેના યુદ્ધમાં શહીદી વહોરનાર પોરબંદરના મોઢવાડા ગામના તેજસ્વી યુવાન શહિદ વીર નાગાર્જુન સિસોદિયાની 52 મી પુણ્યતિથિ નિમિત્તે યોજાનારા શહીદ વંદના સમારોહ નું આયોજન તારીખ 13 ડિસેમ્બર ને બુધવારના રોજ કરવામાં આવ્યું છે જેમાં પ્રાસલા ના સ્વામી ધર્મબંધુજી ઉપસ્થિત રહીને દેશ પ્રેમથી ધગધગતું વક્તવ્ય આપશે.
ઈસવીસન ૧૯૭૧નાં ભારત-પાકિસ્તાન યુધ્ધમાં વિજયના 52માં વર્ષે, આ યુધ્ધમાં કાશ્મીરમાં છામ્બ મોરચે શહીર થનાર મોઢવાડા, પોરબંદર અને ગુજરાતના અનમોલ રત્ન સેકન્ડ લેફ્ટનન્ટ નાગાર્જુન સીસોદીયા ના 52 માં શહીદ વંદના દિવસ ઉપર રાષ્ટ્રાંજલિ આપવા કાર્યક્રમનું આયોજન શહીદ વંદના દિવસ સમારોહ તારીખ ૧૩-૧૨ બુધવારના સાંજના ૪.૦૦ કલાકે ભાવસિંહજી હાઇસ્કુલ ગ્રાઉન્ડ માં કરવામાં આવેલ છે. સમારોહના મુખ્ય વકતા પ.પૂ. શ્રી ધર્મબંધુજી મહારાજ (પ્રાંસલા) ઉપસ્થિત રહીને દેશ પ્રેમથી ધગધગતું વક્તવ્ય આપશે
શહીદ વીર નાગાર્જુન સિસોદીયા આપણા પોરબંદર વિસ્તારના મોઢવાડા ગામના તેજસ્વી યુવાન હતા. દેશપ્રેમની ઉમદા ભાવનાથી પ્રેરાઇને નાની વયે મીલીટરીમાં દાખલ થયા, માત્ર ૨૧ વર્ષની ઉંમરે મીલીટરી અકાદમીમાં પોસ્ટ ગ્રેજયુએટ બની થ્રી-ફોર ગુરખા રેજીમેન્ટના સેકન્ડલેફટનન્ટની કલાસ વનની પદવી પામ્યા અને તુરત જ મોરચા ઉપર નિમાયા. પાકિસ્તાન સામેના યુધ્ધમાં જમ્મુ- કાશ્મીરના વ્યુહાત્મક છામ્બના મોરચે ખેલાયેલા ભિષણ યુધ્ધમાં અતિ મહત્વની કામગીરી બજાવી. કાશ્મીર હડપ કરી જવાની પાકિસ્તાન ફોજની મેલી મુરાદને બહાદુરીપૂર્વક નિષ્ફળ બનાવી “શહીદી”ને વર્યા હતા. પોરબંદર વિસ્તારની પવિત્ર ભૂમિના આ વીર સંતાને ભારતમાતાની આન અને શાન બચાવવા પોતાના પ્રાણની આહુતિ આપી અમર શહીદોની હારમાળામાં પોતાનું નામ સુવર્ણાક્ષરે અંકિત કરેલું છે. તેમની વિરતા આપણા વિસ્તારના યુવાનોમાં દેશપ્રેમની પ્રેરણા આપણી રહે એ હેતુથી પોરબંદર નગરપાલીકાએ એસ. ટી. ડેપો સામે “અમર શહીદ વીર નાગાર્જુન સિસોદીયા સ્મારક”ની સ્થાપના કરેલી છે. તેમજ શહીદ સ્મારકથી એવરગ્રીન સુધીના રોડને શહીદ વીર નાગાર્જુન સિસોદીયા માર્ગ એવું નામાભિધાન કરેલું છે. સૌને આ શહીદ વંદના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવા શહીદ વીર નાગાર્જુન સિસોદીયા સ્મારક ટ્રસ્ટ ના મેનેજીંગ ટ્રસ્ટી રામદેવ મોઢવાડીયા ટ્રસ્ટી દેવશીભાઈ સિસોદીયા એ યાદી પાઠવી ને જણાવ્યું છે પોરબંદર વિસ્તારના આ પનોતા પુત્રની 52મી પુણ્યતિથિનો દિવસ છે. ત્યારે આપણે સૌ સાથે મળી એમના અમર બલિદાનને લાખ લાખ સલામ કરીએ તેમ કહી ઉપસ્થિત રહેવા યાદી પાઠવાઈ છે.