Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

માધવપુર (ઘેડ ) ખાતે સમસ્ત કોળી સમાજ નો 43 મો સમૂહ લગ્નોત્સવ સંપન્ન

માધવપુર ( ઘેડ ) માં કોળી સમાજ  સમૂહ લગ્ન સમિતિ દ્વવારા અખા ત્રીજે સમસ્ત કોળી સમાજ નો 43 મો સમૂહ લગ્નોત્સવ સંપ ન્ન થયો હતો જેમાં 16 નવ યુગલો પ્રભુતા માં પગલાં  પાડી નવા જીવન ની શરૂઆત અને તેઓને દાતા ઓ દ્વારા   અઢળક કરિયાવર આપવામાં  આવેલ  હતો.

પોરબંદર જિલ્લા પંથકમાં સમસ્ત કોળી સમાજની વસ્તી બે લાખ જેટલી છે  બહોળી વસ્તી ધરાવતા કોળી સમાજ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ માં સમાવેશ કરવા માં આવેલ છે કુરિવાજો, અંધશ્રદ્ધા અને વ્યસનો ને તિલાંજલિ  આપી  આર્થિક રીતે પછાત કુટુંબોને મદદરૂપ થવા અને કન્યા કેળવણી ને ટોચ અગ્રતા આપવા ના ઉમદા હેતુ સર પ્રતિ વર્ષ સમાજ દ્વારા  અખાત્રીજ ના સમૂહ લગ્નોત્સવ નુ આયોજન કરવા માં આવે છે.

તે રીતે આ વર્ષે  પણ માધવપુર ઘેડ ની કોળી સેવા સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વવારા  અખાત્રીજ  ના રોજ જ્યાં શ્રી કૃષ્ણ  – રૂક્ષ્મણી  ના ગાંધર્વ લગ્ન થયાં હતાં  તે મધુવન માં આવેલી કોળી સમાજની વાડી સામે આવેલ  પ્રકૃતિની ગોદમાં  બ્રહ્મ સમાજના અગ્રણી જગદીશભાઈ પુરોહિત ના હવા થી લહેરતા નારિયેળી ના બગીચા ખાતે 43 માં સમૂહ લગ્ન નુ ભવ્ય આયોજન કરવામા આવ્યું   હતું  આ 43 મા સમૂહ લગ્ન ના અવસરે માંગરોળ માળીયા વિસ્તાર ના  ધારાસભ્ય  અને માધવપુર કોળી સમાજના શ્રેષ્ટી ભગવાનજીભાઈ  કરગટિયાની ઉપસ્થિતમાં યોજાયેલા સત્કાર સમારંભ માં  રાજ્યના પૂર્વ પશુપાલન મંત્રી અને કેશોદ ના ધારાસભ્ય દેવાભાઈ માલમ  માંગરોળ ના પૂર્વ ધારાસભ્ય અને જુનાગઢ જિલ્લા ના કોળી સમાજના પ્રમુખ  બાબુભાઈ વાજા.  પોરબંદર જિલ્લા પંચાયત ના ઉપ પ્રમુખ ઉષાબેન ભુવા,પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મચારી મંડળ ના પ્રમુખ રામભાઈ બગીયા, સમાજ રત્ન અને કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભરડા,પોરબંદર ન્યૂ ઘેડીયા કોળી સમાજ વાડી ના ઉપ પ્રમુખ લાખાભાઈ મોકરીયા, મંત્રી વિજયભાઈ સગારકા જુના ગઢ જિલ્લા કોળી સમાજ માંધાતા મંડળ ના પ્રમુખ રામદેભાઈ ચુડાસમા   માધવપુર ના સરપંચ  ભનુભાઈ ભુવા મૂળ માધવપુર ના સરપંચ દેવાભાઈ ડાભી પૂર્વ સરપંચ ગોવિંદભાઈ  બાલાસ પૂર્વ સરપંચ  જગદીશભાઈ ભૂતિયા,તાલુકા સદસ્ય રાજા ભાઈ ભરડા,સમાજ અગ્રણી  દેવાભાઈ સરવૈયા, વિપુલભાઈ વાજા, કાંતિભાઈ કરગટીયા,વિકાસભાઈ કરગટિયા, શ્રીમતિ પ્રભાબેન કરગટિયા,ભરતભાઈ બારૈયા સહીત ના સમાજના અગ્રણીઓ તેમજ ઘેડ પંથક ના કોળી સમાજના  અગ્રણી ઓ ઉપસ્થિત રહ્યા હતા.

પ્રારંભ મા માધવપુર કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ ના પ્રમુખ રમેશભાઈ કરગટિયા એ ચાર દાયકાઓ થી યોજાતા સમૂહ લગ્ન મા દાતાઓનો અભૂતપૂર્વ સહયોગ ને બિરદાવી ને વર્ષભરની સમાજ ઉત્કર્ષ ની પ્રવુતિ ની રૂપરેખા આપી સૌ મહાનુભાવો ને મીઠો આવકાર  આપ્યો હતો. આ સત્કાર સમારંભ મા માંગરોળ માળીયા વિસ્તાર ના ધારાસભ્ય ભગવાનજી કરગટીયા એ પ્રાસંગિક ઉદબોધન કરતા જણાવ્યું હતું કે,  પુત્રવધૂ ને દીકરી સમાન ગણવા વડીલો ને અનુરોધ કરીને  રાજ્યમાં  બહોળી સંખ્યા મા વસ્તી ધરાવતા  કોળી સમાજમા હવે જાગૃતિ ખુબ આવી છે સાથે સામાજિક, શૈક્ષણિક અને રાજકીય વિકાસ ખુબ થયો છે  શિક્ષણ, સંસ્કાર, સેવા,સત્તા અને સંપતિ  આ પંચાંમૃત ને પ્રાધન્ય આપીને હવે કુરિવાજો અંધશ્રદ્ધા અને વ્યસનો ત્યજીને આર્થિક ક્ષેત્ર સમૃદ્ધ થવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે રાજ્ય ના પૂર્વ પશુપાલન મંત્રી અને કેશોદ ના ધારાસભ્ય દેવાભાઈ માલમ એ જણાવ્યું હતું કે, સમૂહ લગ્ન સમાજ ને એક તાંતણે બાંધવા નુ કામ કરે છે કોળી સમાજની યુવા પેઢી કોળી સમાજના ના ઉત્થાન  માટે જાગૃત બને તે આવશ્યક છે શિક્ષિત દીકરી પોતાના પરિવાર નુ અને સમાજનું નામ  ઉજાળી શકે સમાજ મા જે  કાઈ પરિવર્તન આવે છે તે શિક્ષણ ના માધ્યમ થી આવે છે આથી શિક્ષણ ને પ્રાધાન્ય આપવા સાથે નવયુગલોને શુભેચ્છાઓ પાઠવી હતી
આ પ્રસંગે માંગરોળ ના પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ વાજા એ જણાવ્યું હતું કે, કોળી સમાજ પુરુસાર્થ કરીને આગળ આવ્યો છે વડીલો એ પોતાની ભૂમિકા નિભાવી છે સફળતા ની ટોચ પર બેઠેલો કોળી સમાજ ની સિદ્ધિ ને ટકાવી રાખવની જવાબ દારી યુવાનોના ખભે છે ફેશન, વ્યશન દેખા દેખી ના ખોટા રવાડે ચડ્યા વગર યુવાનો સમાજ ના જરૂરિયાતમદ લોકો ને મદદ રૂપ બને તે સાચો ધર્મ  ગણાવ્યો હતો.
આ પ્રસંગે પોરબંદર જિલ્લા કોળી સમાજ કર્મ ચારી મંડળ ના પ્રમુખ રામભાઈ બગીયા એ જણાવ્યું હતું કે દેશ ના વિકાસ માટે ગામડા નો વિકાસ  થવો જરૂરી છે તેના માટે દરેક ગામડામાં સમાજ ભવન ની અધ્યતન સુવિધા ઉભી થવી જોઈએ અને છાત્રો માટે  સ્પર્ધાત્મક પરીક્ષા માટે લાઈબ્રેરી નીસુવિધા સાથે માર્ગદર્શન માટે નિવૃત કર્મ ચારીઓને આગળ આવવા તેમણે હાકલ કરી  હતી

આ પ્રસંગે પોરબંદર ના જાણીતા કેળવણીકાર ડો ઈશ્વરભાઈ ભાઈ ભરડા એ વિશ્વં સંસ્થા હૂ ના સર્વે અનુસાર વિશ્વમાં  વ્યસન ના કારણે વર્ષે પંચાવન લાખ લોકો ના મૃત્યુ થાય છે સમગ્ર સૌરાષ્ટ્ર ના દરિયા કિનારે વસવાટ કરતા લોકો મા  કેન્સર ના દર્દી નુ પ્રમાણ ખુબ વધારે છે ત્યારે  યુવાધન ને બચાવવા દારૂ, બીડી, સિગારેટ ફાકી ગુટકા જેવા માદક દ્રવ્યો ત્યજી ને  કન્યા કેળવણી ને પ્રાધન્ય આપવા અપીલ કરી  હતી
આ તકે  કોળી સમાજના સામાજિક શૈક્ષણિક ઉત્થાન મા સક્રિય યોગદાન આપનાર પોરબંદર જિલ્લા કર્મ ચારી મંડળ ના પ્રમુખ રામભાઈ બગીયા નુ  માંગરોળ માળીયા વિસ્તાર ના ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગટિયા ના હસ્તે ઉસ્મા વસ્ત્ર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા કોળી સમાજની વાડી મા ચાલતા કોચિંગ ક્લાસ અને  આધુનિક લાઈબ્રેરી નો ઉપયોગ કરી ને 57  જેટલાં કોળી સમાજ ના દીકરા દીકરીઓ વિવિધ સરકારી નોકરી મેળવતા તેઓનું  ગ્રંથાલય દ્વારા સર્ટિફિકેટ નવયુગલો ના હસ્તે આપી સન્માનિત થયા હતા તદ ઉપરાંત સરપંચ ભનુભાઈ ભુવા દ્વારા માધવપુર ગ્રામ પંચાયત  ના તલાટી -કમ – મંત્રી દ્વારા  સમૂહ લગ્ન મા જોડાનાર નવયુગલો ને લગ્ન સર્ટીફિકેટ તથા  સમિતિ  દ્વારા સમૂહ લગ્ન પ્રમાણપત્રો પણ એનાયત કરાયા હતા આજક ગામના જાણીતા ભગવતા ચાર્ય શાસ્ત્રી  રાજુભાઈ પુરોહિત સહીત ના ઋષિકુમારો એ વૈદિક મંત્રોચ્ચાર થી લગ્નગ્રંથી  થી જોડાયેલા 16 નવદમ્પતીઓ ને આશીર્વાદ સાથે શુભેચ્છાઓ આપી હતી.

આ 43 મા સમૂહ લગ્ન મા  જોડાનાર 16 નવ યુગલો ને માધવપુર સમૂહ લગ્ન સમિતિ સહીત   40 જેટલા દાતાઓ દ્વારા  સ્ટીલના કબાટ પલંગ સ્ટીલના બેડા કુકર ફાઇબર ખુરશીઓ દીવાલ ઘડિયાળ સૂટકેસ  ચાંદીની માછલી સોનાની ચૂક સહીત ની અઢળક, ગૃહ ઉપયોગી સાધન સામગ્રી આપવા મા આવી હતી પ્રતિ વર્ષ શ્રી રામનવમી થી  પાંચ દિવસ નો લોકમેળો યોજાય છે શ્રી કૃષ્ણ  રૂક્ષ્મણી ના લગ્ન ઉજવાય છે તે  મધુવન માં  કોળી સમાજની વાડી આવેલી છે આથી સમૂહ લગ્ન માં  જોડાનાર સૌ યુગલો ને શ્રી કૃષ્ણ ભગવાન ના આશીર્વાદ મળે છે આથી આ સમૂહ લગ્નમાં કોળી સમાજના યુગલો ઉત્સાહભેર જોડાય છે
અત્રે ઉલ્લેખનીય છે કે  જૂનાગઢ ગીર સોમનાથ પોરબંદર સહીત સૌરાષ્ટ્ર માં સમસ્ત કોળી સમાજમાં સૌ પ્રથમ સમૂહ લગ્ન નો પ્રારંભ કરનાર માધવપુર ઘેડ કોળી સમાજને શ્રેય જાય છે પહેલે થી નક્કી થયેલઅખાત્રીજ ના   દિને જ આ સમૂહ લગ્ન  પ્રતિ વર્ષ યોજાતા હોવાથી આ સમૂહ લગ્નમાં યુવાનો  ઉત્સાહભેર જોડાય છે  સમગ્ર કાર્યક્રમ નુ સંચાલન નિવૃત ફોરેસ્ટર લાખાભાઈ કરગટીયા અને અજયભાઈ ભુવા એ સંભાળ્યું હતું જયારે આભાર દર્શન સમૂહ લગ્ન સમિતિ ના મંત્રી વિપુલભાઈ વાજા એ કર્યું હતું.

ભગવાન શ્રી કૃષ્ણ રૂક્ષ્મણી ના જ્યાં લગ્ન થયાં હતાં તે ઐતિહાસિક અને પૌરાણિક સ્થળ એવા માધવપુર ના મધુવનમાં આવેલી કોળી સમાજની વંડી પરિસર માં આ સમૂહ લગ્ન ને સફળ બનાવવા કોળી સમાજ સમૂહ લગ્ન સમિતિ ના પ્રમુખ રમેશભાઈ કરગટીયા ના માર્ગદર્શન તળે માધવપુર ના  જય ખોડિયાર મંડળ ના યુવાનો,સર્વોદય સેવા સમિતિ ના પ્રમુખ કાનભાઈ કરગટીયા, મંત્રી વિપુલભાઈ વાજા અખન્ડ જ્યોત યુવક મંડળ ના પ્રમુખ હરજીભાઈ ભુવા, રામદેવજી ઉત્કર્ષ સમિતિ ના પ્રમુખ કાળુંભાઈ ભુવા  સમાજ અગ્રણી  દેવાભાઈ માંવદીયા, લાખાભાઈ કરગટિયા, આશિષભાઈ ખેર વિજયભાઈ બાલસ ગીરીશભાઈ બારૈયા, રામજીભાઈ ભુવા,ભરતભાઈ બારૈયા સહીત  કર્મચારી મંડળ, મહિલા મંડળ યુવક મંડળ સહીત સેવા ભાવી ભાઈ બહેનો એ સારી જહેમત ઉઠાવી આ કાર્યક્રમ દીપાવ્યો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે