પોરબંદર ચોપાટીએ આવેલ નગરપાલિકા સંચાલિત પાર્ટી પ્લોટ ખાતે પોરબંદર જિલ્લા કોળી સમાજ ગરબી મંડળ દ્વારા તૃતીય નવરાત્રી મહોત્સવ નું ભવ્ય આયોજન કરવા માં આવેલ છે.
સામાજિક, શૈક્ષણિક આધ્યાત્મિક અને સેવાકીય ક્ષેત્રે છેલ્લા ત્રણ વર્ષથી પોરબંદર જિલ્લા કોળી સમાજ ગરબી મંડળ દ્વારા પ્રતિ વર્ષ ની જેમ આ વર્ષે પણ આગામી તા 3/10/24 ગુરુવાર રાત્રે 8-00 કલાકે નવરાત્રી મહોત્સવ નો શુભારંભ થશે. આ નવરાત્રી એટલે માં જગદંબા નો આરાધના નો ઉત્સવ છે. ભારતિય સંસ્કૃતિમાં નારી ને દેવીનો દરજ્જો અપાયો છે ત્યારે મનુ સ્મૃતિ માં કહેવાયું છે કે, “ નાર્યેસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતાં. “ અર્થાત જ્યાં નારી ની પૂજા થાય છે ત્યાં દેવતાં નિવાસ કરે છે. જે સમાજમાં નારીનું સ્થાન સન્માન જનક હોઈ તે સમાજ તેટલો જ પ્રગતિ શીલ અને વિકાસશીલ હોઈ છે. આ નારી શક્તિ ને ઉજાગર કરવા ના ઉમદા હેતુ સર આ જિલ્લા કોળી સમાજ ગરબી મંડળ ત્રીજા નવ રાત્રી મહોત્સવ નુ ભવ્ય આયોજન કરવા માં આવેલ છે.
આ નવરાત્રી મહોત્સવ માં રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક ક્ષેત્રના મહાનુભાવો ઉપસ્થિત રહશે. પ્રતિ વર્ષ જેમ આ વર્ષે પણ ખેલૈયા ઓને અલગ અલગ ડ્રેસિન્ગ તેમજ પ્રિન્સ, પ્રીસેન્સ, બેસ્ટ પ્લેયર. વેલ ડ્રેસ ની કમિટીશન માં વિજેતા થનારા ને વિવિધ દાતાઓ તરફથી માતબર ઇનામો થી પ્રોત્સાહિત કરવામાં આવનાર છે.
પોરબંદર જિલ્લા સમસ્ત કોળી સમાજ નવરંગ ગરબી મંડળ ના પ્રમુખ લાખાભાઈ નારણભાઇ મોકરીયા ના માર્ગદર્શન હેઠળ હોદેદારો વિજયભાઈ સગારકા, રાજુભાઈ રાઠોડ,વિરમભાઈ મોકરીયા,ભગવાનજીભાઈ ચાવડા, અરજનભાઈ આંત્રોલીયા, રમેશભાઈ લુદરીયા,હેમન્તભાઈ મોકરીયા, ભુપતભાઈ ડાભી સહીત ના સેવાકર્મીઓ સારી જહેમત ઉઠાવી રહ્યા છે .
પોરબંદર જિલ્લા કોળી સમાજ ગરબી મંડળ ના પ્રમુખ લાખાભાઇ મોકરીયા નો મોબાઈલ 83210-12773, 74340-57013, વિજયભાઈ સગારકા ( મોબાઈલ 8200480122) રાજુભાઈ રાઠોડ ( મો. 9925872217) ભગાભાઈ ચાવડા ( મો 9825927992) નો સંપર્ક સાધવાથી વિશેષ માહિતી મળી રહેશે.