રાણાવાવ વન વિભાગ દ્વારા પકડાયેલા દીપડા ને ગીર અભયારણ્ય માં મોકલવાના બદલે ફરી બરડા ડુંગર માં મુક્ત કરાતા હોવાથી પાવની સીમ વિસ્તારમાં દીપડાઓનો આતંક વધ્યો હોવાનું જણાવી જીલ્લા કિશાન કોંગ્રેસ દ્વારા આ અંગે રજૂઆત કરાઈ છે
પોરબંદર જિલ્લા કિસાન કોંગ્રેસના ચેરમેન પ્રતાપભાઈ ખિસ્તરિયાએ તંત્ર ને કરેલી રજૂઆત માં જણાવ્યું છે કે રાણાવાવ શહેરની બાજુમાં વાડી વિસ્તારમાં પાવની સીમ માં ખેડૂતો ના ખેતરો માં
વારંવાર દીપડા,જંગલી ભૂંડ,નીલગાય જેવા જંગલી જાનવરો ખુબ મોટું નુકસાન પહોંચાડી રહ્યા છે. જિલ્લા ના જુદા જુઇ વિસ્તરો માંથી દીપડાઓ ને પકડી ને આ વિસ્તારમાં છોડી મૂકવામાં આવે છે. જેથી દીપડાઓને જંગલમાં પાણી કે ખોરાક ન મળતાં તે શિકાર ની શોધમાં વાડી માં ઘુસી આવે છે. હાલ હાડ થીજાવતી ઠંડીમા રાત્રી ના સમયે વીજળી અપાતી હોવાથી પાક માટે જાન ના જોખમે ખેતરે જવું પડે છે. જંગલી દીપડાઓ ને પકડીને ફરી પાછા બરડા ડુંગરમાં અંદરના વિસ્તારમાં છોડી મૂકવામાં આવે છે. ત્યારે હાલ ખેડૂતો આખીરાત રાત ઉજાગરા કરીને રખોપાં કરી રહ્યા છે.
ત્યારે ફોરેસ્ટ વિભાગ ની પણ ફરજ માં આવે છે કે આ દીપડાઓ ને તુરંત પકડી ને ગીરભ્યારણ માં મુકવામાં આવે અને ફોરેસ્ટ વિભાગ તરફથી જંગલની અંદર વન્ય પ્રાણીઓ માટે પાણી ને ખોરાક ની વ્યવસ્થા કરવામાં આવે જેથી વન્ય પ્રાણીઓને બહાર જવું ના પડે વધુ માં એવું પણ જણાવ્યું છે. કે દેગામ, ધરમપુર, કાજાવદરી સુધી આવ્યો છે ત્યારે તે સિંહ બરડા ડુંગરમાં આવે તેવું આયોજન ફોરેસ્ટ વિભાગ તરફથી કરવામાં આવી રહ્યું છે. પરંતુ તે પહેલા ખેડૂતોને ફોરેસ્ટ વિભાગ તરફથી પૂરું માર્ગદર્શન આપવામાં આવે અને તેમનું રક્ષણ કરવામાં આવે અને દિવસના ભાગે વીજળી આપવામાં આવે અને માલઢોર ને નુકસાન થાય ત્યારે તેમનું પૂરું વળતર આપવામાં આવે તેવી પણ માંગ કરી છે.