ટીબી હારેગા, દેશ જીતેગા અભિયાન અને વિશ્વ ક્ષય દિવસ અંતર્ગત ક્ષય રોગને દેશવટો આપવાના સંકલ્પને સાકાર કરવા તથા ટીબી ના છુપા દર્દીઓને શોધવા અને સક્રિય દર્દીઓ નિયમિત સારવાર લે તેવી જાગૃતિ સમાજ માં આવે તે માટે જિલ્લા ક્ષય અધિકારી પોરબંદર ધ્વારા ભાવિ નર્સિંગ સ્ટાફ ને જણાવ્યું હતું કે ક્ષય રોગ એ અતિ ચેપી રોગ છે, દર્દી ના છીંકવા-ખાંસવા થી ક્ષય ના જીવાણું હવા મારફતે ફેલાય છે. બે અઠવાડિયા કે તેથી વધુ સમયથી ગળફા સાથે ખાંસી તેમજ તાવ આવવો, છાતી માં દુખાવો થવો, વજન ઘટવું, ગળફા માં લોહી પડવું જેવા લક્ષણો ક્ષય રોગ હોવાનો સંકેત કરે છે. ક્ષય રોગ નાબૂદી અભિયાન અંતર્ગત તમામ તાલુકા મથકે તેમજ જિલ્લા ક્ષય કેન્દ્ર માં ટીબીની તપાસ અત્યાધુનિક જીન એકસપર્ટ મશીન ધ્વારા તદન વિનામુલ્યે કરવામાં આવે છે તેમજ ખુબજ ખર્ચાળ ટીબી ની સારવાર પણ વિનામુલ્યે કરવામાં આવે છે તો તેનો લાભ લેવા જિલ્લા ક્ષય અધિકારી ઘ્વારા જનતાને અપીલ કરવામાં આવી હતી.
વિશ્વ ક્ષય દિવસ ને અનુલક્ષીને આયોજીત આ કાર્યક્રમ એક અનોખી અને નોંધપાત્ર પહેલ છે જેનો હેતુ ક્ષય રોગ વિશે જાગૃતિ ફેલાવવાનો અને સમુદાયમાં તંદુરસ્ત જીવનશૈલીને પ્રોત્સાહન આપવાનો હતો. આ કાર્યક્રમ પોરબંદર શહેર માં આવેલ ગવર્નમેન્ટ અને સ્વામિનારાયણ નર્સિંગ કોલેજ ના વિધાર્થીઓ ધ્વારા અલગ અલગ રોલ પ્લે / એકટ ધ્વારા શંકાસ્પદ તેમજ ટીબી દર્દીઓ અને સમુદાય સાથે વાતચિત કરવાની ઢબ, ટીબી નિવારણ અને સારવાર વિશે માહિતીનો પ્રસાર કરવો, સંપૂર્ણ સારવાર પૂર્ણ કરવાનું મહત્વ, એનજીઓ અને સમુદાયિક સંગઠન ના સહયોગ અને ભાગીદારીનું મહત્વ, વ્યકિતઓ અને પરિવારો પર ટીબી ની અસર, શંકાસ્પદ ટીબી ના દર્દીઓ સુધી પહોંચવા માટે વિવિધ વ્યુહરચનાઓનો ઉપયોગ જેવા મુદા રજુ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ક્ષય રોગના તમામ પાસાંઓને દુશ્ય-શ્રાવ્ય ના માધ્યમથી ભાવિ આરો કાર્યકરો ને અનુભવ થાય તે માટે પ્લેટફોર્મ પુરું પાડવાનો હતો. ટીબી સામેની લડાઈમાં આવી પહેલ પ્રોત્સાહક છે.
એકંદરે આ કાર્યક્રમ માત્ર સ્પર્ધા માટે નથી પણ ટીબી જાગૃતિ ફેલાવવા અને ટીબીમુકત સમુદાય ને જાગૃતિ તરફ ઝડપથી પહોંચવા માટેનું એક અસરકારક સાધન પણ છે.
