Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

સૂર્ય નમસ્કાર કરી લાખોનું ઈનામ જીતવાનો મોકો,પોરબંદર માં મહાઅભિયાનનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ:જાણો સંપૂર્ણ વિગત

યોગને વિશ્વસ્તરીય બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્નને આગળ વધારવા માટે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તેમજ રમત-ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્ય વ્યાપી સૂર્ય નમસ્કાર – મહા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.તા. ૦૧ ડિસેમ્બરથી શરૂ કરવામાં આવેલ આ અભિયાન એક મહિના સુધી ચાલશે. આ અભિયાન અંતર્ગત ગ્રામ્ય, તાલુકા, જિલ્લા કક્ષાએ તેમજ નગરપાલિકા અને મહાનગરપાલિકા કક્ષાએ ૦૯ થી ૧૮ વર્ષ, ૧૯ થી ૪૦ વર્ષ અને ૪૧ વર્ષથી ઉપર એમ કુલ ત્રણ વય જૂથોમાં આ સ્પર્ધા યોજાશે.

સ્પર્ધકોએ ગ્રામ્ય કક્ષા, નગરપાલિકા/ મહાનગરપાલિકા વોર્ડ કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં ૧૦ મિનિટમાં ૧૧ સૂર્ય નમસ્કાર, તાલુકા અને ઝોન કક્ષાની સ્પર્ધામાં ૧૦ મિનિટમાં ૧૫ સૂર્ય નમસ્કાર, જિલ્લા અને મહાનગર પાલિકા સ્પર્ધામાં ૧૫ મિનિટમાં ૨૧ સૂર્ય નમસ્કાર કરવાના રહેશે. આ ત્રણ તબક્કાની સ્પર્ધામાં સાચી રીતે સૂર્યનમસ્કાર કરનાર સ્પર્ધકોની વય જૂથ પ્રમાણે પસંદગી કરવામાં આવશે તેમજ પસંદ થયેલા સ્પર્ધકોએ રાજ્ય કક્ષાની સ્પર્ધામાં ભાગ લઈ શકશે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં ૧૫ મિનિટમાં ૨૫ સૂર્ય નમસ્કાર કરવાના થશે.

નોંધનીય છે કે, ગ્રામ્ય / વોર્ડ કક્ષાની સ્પર્ધા તા.૧૫/૧૨/૨૦૨૩ ના રોજ, તાલુકા ઝોન કક્ષાની સ્પર્ધા તા.૧૯/૧૨/૨૦૨૩ ના રોજ, જિલ્લા કક્ષાની તેમજ મહાનગર પાલિકાની સ્પર્ધા તા. ૨૪/૧૨/૨૦૨૩ ના રોજ યોજાશે. ઉપરાંત રાજ્ય કક્ષાની સ્પર્ધા તા. ૨૯/૧૨/૨૦૨૩ ના રોજ મોઢેરા, સૂર્ય મંદિર, મહેસાણા ખાતે યોજાશે.

સ્પર્ધકો માટે આકર્ષક ઈનામો

જિલ્લા કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર માટે પસંદ થનાર સ્પર્ધકને રૂ.૨૧૦૦૦, દ્વિતીય નંબરને રૂ.૧૫,૦૦૦ અને તૃતીય નંબરને રૂ.૧૧,૦૦૦ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે. ઉપરાંત રાજ્ય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ નંબર મેળવનારને રૂ. ૨,૫૦,૦૦૦, દ્વિતીય નંબર મેળવનારને રૂ.૧,૭૫,૦૦૦ અને તૃતીય નંબર મેળવનારને રૂ.૧,૦૦,૦૦૦નો પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવશે.

ગ્રામ્ય / વોર્ડ કક્ષાની સ્પર્ધા અવેરનેસ માટે શાળાઓ ખાતે તા. ૧૨/૧૨/૨૦૨૩ થી તા.૧૪/૧૨/૨૦૨૩ એમ ત્રણ દિવસ સૂર્ય નમસ્કાર માટે તાલીમ આપવામાં આવશે. રાજ્ય વ્યાપી આ મહાભિયાનમાં ભાગ લેવા માટે સ્પર્ધકો તા.૧૦ મી ડિસેમ્બર ૨૦૨૩ સુધી https://snc.gsyb.in/ લીંક ઉપર રજીસ્ટ્રેશન કરી શકશે.નોંધનીય છે કે, પોરબંદર નગરપાલિકા કક્ષાની સ્પર્ધા ગાંધી સ્મૃતિ ભવન, ચોપાટી, પોરબંદર ખાતે, રાણાવાવ નગરપાલિકા કક્ષાની સ્પર્ધા રાણાવાવ હાઈસ્કૂલ ખાતે, કુતિયાણા નગરપાલીકા કક્ષાની સ્પર્ધા કુતિયાણા હાઈસ્કૂલ ખાતે યોજાશે.

જ્યારે પોરબંદર તાલુકા કક્ષાની સ્પર્ધા ડીવાઈન પબ્લિક સ્કૂલ બોખીરા ખાતે, રાણાવાવ તાલુકા કક્ષાની સ્પર્ધા પરિશ્રમ હાઈસ્કૂલ રાણા કંડોરણા ખાતે તથા કુતિયાણા તાલુકા કક્ષાની સ્પર્ધા ન્યૂ એરા સ્કૂલ ખાગેશ્રી ખાતે યોજાશે.તેમજ નગરપાલિકા તથા તાલુકા કક્ષાએ વિજેતા થયેલ સ્પર્ધકો જિલ્લા કક્ષાએ ભાગે લેશે. જેમાં જિલ્લા કક્ષાની સ્પર્ધા ડૉ.વી.આર. ગોઢાણીયા કોલેજ પોરબંદર ખાતે યોજાશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે